બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Gautam Gambhir statement on Virat kohli and pakistani players friendship, said a player should have aggression in his eyes

ક્રિકેટ / વિરાટ કોહલીએ પાકિસ્તાની ખેલાડીઓને ગળે લગાવ્યા તો સામે આવ્યું 'ગંભીર' નિવેદન, મચ્યો હોબાળો

Vaidehi

Last Updated: 07:35 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક પાકિસ્તાની ખેલાડીઓની સાથે વિરાટ કોહલીની સારી મિત્રતા છે. એશિયા કપ દરમિયાન ભારત-પાક ની મેચ પહેલા અનેક પાક. ક્રિકેટર્સની સાથે તેઓ મસ્તી-મજાક કરતાં દેખાયા હતાં. પરંતુ હવે ગૌતમ ગંભીરે આ મુદે મોટી વાત કરી છે.

  • વિરાટ અને પાક. ખેલાડીઓ વચ્ચેની મિત્રતાનો મુદો
  • ગૌતમ ગંભીરે કહ્યું ખેલાડીઓની આંખોમાં આક્રમકતા હોવી જોઈએ
  • 'તમે તમારા દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છો'

એશિયા કપ 2023માં જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ થઈ તે પહેલાં વિરાટ કોહલીનો એક ફોટો ઘણો વાયરલ થયો હતો. જેમાં તેઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે મજાક-મસ્તી કરી રહ્યાં છે. વિરાટ કોહલીની પાકિસ્તાની ખેલાડીઓ સાથે સારી મિત્રતા છે અને જ્યારે પણ આ 2 ટીમો આમને સામને થાય છે ત્યારે તેમની મિત્રતા પણ લોકોને જોવા મળે છે. જો કે વિરાટનો આ સ્વભાવ કેટલાક લોકોને પસંદ નથી. ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર અને એશિયા કપમાં કમેન્ટ્રી કરતાં ગૌતમ ગંભીરે આ મુદે મોટી વાત કરી છે.

' મેચ દરમિયાન ખેલાડીની આંખોમાં આક્રમકતા હોવી જોઈએ'
ગૌતમ ગંભીરે કહ્યું કે, અમારા સમયમાં એવું નહોતું કે વિરોધી ખેલાડીઓને ભેટવાનું કે તેમના ખભ્ભા પર હાથ રાખવું.. મેચ દરમિયાન ખેલાડીની આંખોમાં આક્રમકતા હોવી જોઈએ કારણકે એ સમયે તમે તમારા દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છો. તમારે જીત વિશે વિચારવું જોઈએ. ગંભીરે કહ્યું કે તે 6-7 કલાક ઘણાં મહત્વનાં હોય છે. તે સમયે તમે માત્ર ટીમ ઈન્ડિયાની જર્સી જ નથી પહેરી પરંતુ તમે 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છો.

ખેલાડીઓમાં યારાના! 
વિરાટ કોહલી પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફ પાસે જાય છે, તેને ગળે લગાવે છે અને પછી એકબીજાની વચ્ચે વાત કરીને હસવા લાગે છે. ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાનને કટ્ટર હરીફ માનવામાં આવે છે, પરંતુ આ બંને દેશોના ખેલાડીઓ વચ્ચે સારા સંબંધો રહ્યા છે, જેની એક ઓળખ છે કોહલી અને રઉફ વચ્ચેની મુલાકાત. કોહલી બાદમાં પાકિસ્તાનના વાઇસ કેપ્ટન શાદાબ ખાનને પણ મળ્યો હતો અને તેની સાથે થોડી ક્ષણો વિતાવી હતી. આટલું જ નહીં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે રઉફ સાથે પલ્લેકેલેની પિચ વિશે ચર્ચા કરી હતી. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેની આવી મુલાકાતના વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. 80 અને 90 ના દાયકાના કોઈપણ ક્રિકેટ પ્રેમી માટે આ આશ્ચર્યજનક દૃશ્ય હોઈ શકે છે કારણ કે તે સમયે આ બંને દેશોના ક્રિકેટરો જાહેરમાં એકબીજાને મળવાથી દૂર રહેતા હતા. એ અલગ વાત છે કે તેમની વચ્ચે પડદા પાછળ સારા સંબંધો હતા.

કોહલી અને બાબર એકબીજાના ખૂબ વખાણ કરે છે
જ્યારે કોહલી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે X (અગાઉ ટ્વિટર) પર એક સંદેશ જાહેર કર્યો હતો અને તેને સમર્થન આપ્યું હતું. કોહલી અને બાબરમાં કોણ સર્વશ્રેષ્ઠ છે તે મુદ્દે સોશિયલ મીડિયા પર ભલે ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે, પરંતુ આ બંને ખેલાડીઓ તેનાથી અસ્પૃશ્ય રહ્યા છે. કોહલીએ તાજેતરમાં જ પાકિસ્તાનના સુકાનીને હાલના તમામ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે રેટ કર્યું છે જ્યારે બાબરને વારંવાર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોહલી સાથેની દુશ્મનાવટ વિશે પૂછવામાં આવે છે. એશિયા કપમાં પણ બંને ટીમો વચ્ચેની મેચની પૂર્વ સંધ્યાએ તેને આવો સવાલ પૂછવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ