બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Gautam Gambhir raised objections against Virat Kohli's player of the match, said - this player deserves it

ASIA CUP 2023 / વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ મેચ સામે ગૌતમ ગંભીરે ઉઠાવ્યો વાંધો, કહ્યું- આ ખેલાડી છે હકદાર

Megha

Last Updated: 01:18 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના માર્જિનથી હરાવ્યું હતું, 122 રનની ઇનિંગને કારણે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો પણ તેના પર ગૌતમ ગંભીરનો મત અલગ હતો

  • ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના માર્જિનથી હરાવ્યું હતું
  • શ્રેષ્ઠ ખેલાડી કોહલી, રાહુલ કે ગિલ નહીં પણ કુલદીપ યાદવ
  • કુલદીપનું પ્રદર્શન પ્રશંસનીય છે - ગૌતમ ગંભીર

એશિયા કપ 2023 માં સુપર 4ની ત્રીજી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના માર્જિનથી હરાવ્યું હતું અને એશિયા કપના ઈતિહાસમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત હતી. આ મેચમાં તેની 122 રનની સદીની ઇનિંગને કારણે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જોકે આ વાત પર પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનો મત અલગ હતો.

શ્રેષ્ઠ ખેલાડી કોહલી, રાહુલ કે ગિલ નહીં પણ કુલદીપ યાદવ
મેચ પૂરી થયા પછી જ્યારે ગૌતમ ગંભીરને સ્ટાર સ્પોર્ટ્સ પર મેચના શ્રેષ્ઠ ખેલાડીની પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેણે કોહલી, રાહુલ અથવા ગિલનું નામ ન લીધું પરંતુ કુલદીપ યાદવનું નામ લીધું જેણે 5 વિકેટ લીધી હતી. જે બાદ તેમની આ ટિપ્પણીએ ફરી એકવાર ચર્ચાનું બજાર ગરમ કર્યું છે.

કુલદીપનું પ્રદર્શન પ્રશંસનીય છે - ગંભીર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર ગૌતમ ગંભીરે રમત બાદ તેના વ્યક્તિગત પ્રદર્શનનું વિશ્લેષણ કરતાં કુલદીપ યાદવની પ્રશંસા કરી હતી. "કુલદીપ યાદવથી આગળ જોઈ શકતો નથી," તેણે કહ્યું. હા, વિરાટ કોહલીએ 100 રન, કેએલ રાહુલે 100 રન, રોહિત શર્માએ 50 રન, શુભમન ગીલે 50 રન બનાવ્યા હતા. પણ આવી વિકેટ પર જ્યાં સ્વિંગ હતું, સીમિંગ હતું, જો કોઈ સાત ઓવરમાં પાંચ વિકેટ લઈ શકે તો તે અદ્ભુત છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, મને આશ્ચર્ય થયું કે પરંપરાગત રીતે સ્પિન રમતા પાકિસ્તાનના બેટ્સમેનો કુલદીપનો સામનો કરી શક્યા નહીં.'

આ રીતે ભારતે જીત નોંધાવી
કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બે દિવસ સુધી રમાયેલી એ મેચમાં વિરાટ કોહલી (122*) અને ફરીથી ફિટ થયેલા કેએલ રાહુલ (111*)ની મદદથી ટીમે 2 વિકેટના નુકસાન પર 356 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બોલિંગ કરતાં સમયે કુલદીપ યાદવનો દબદબો જોવા મળ્યો હતો. તેને આઠ ઓવરમાં 25 આપીને પાંચ વિકેટ લીધી હતી, આ સાથે જ ભારતે ODI ઈતિહાસમાં પાકિસ્તાન સામે સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ભારતના 357 રનના લક્ષ્યાંકના જવાબમાં બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ