બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Gautam Gambhir made a serious comment about the World Cup matches

સ્પોર્ટ્સ / હાર્દિક પંડ્યા ટીમમાં પાછો આવી જશે તો શું શમીને...: ગૌતમ ગંભીરે વર્લ્ડકપની મેચો અંગે કરી ગંભીર ટિપ્પણી

Priyakant

Last Updated: 04:50 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gautam Gambhir Statement News: ગૌતમ ગંભીરે કહ્યું, ટીમ મેનેજમેન્ટે મોહમ્મદ શમીને શરૂઆતથી જ પ્લેઈંગ 11નો ભાગ બનાવવો જોઈતો હતો

  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 21મી મેચની ચારેકોર ચર્ચા 
  • ટીમ ઈન્ડિયાએ બોલ કરતાં બેટથી સારું પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને હરાવ્યું
  • ગૌતમ ગંભીરે કહ્યું, રવિવાર પહેલા યોજાયેલી મેચોમાં પણ મોહમ્મદ શમીને રમાડવો જોઈતો હતો

Gautam Gambhir Statement : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 21મી મેચ ઘણા કારણોસર ચર્ચામાં હતી. વાત જાણે એમ છે કે, ટીમ ઈન્ડિયાએ બોલ કરતાં બેટથી સારું પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આ જીતમાં બે ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એક વિરાટ કોહલી અને બીજો મોહમ્મદ શમી. વિરાટની ઈનિંગ ટીમ ઈન્ડિયાને જીતની ખૂબ નજીક લઈ ગઈ હતી, જ્યારે મોહમ્મદ શમીની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 300 રન કરવા દીધા ન હતા.

આ મેચ બાદ વિરાટ કોહલીની 95 રનની ઈનિંગની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેની 49મી સદી ફટકારવામાં નિષ્ફળતા પર દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. શમીને પણ ઘણી વાહવાહી મળી રહી છે. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર તેની પ્રશંસા કરનારાઓમાં સામેલ છે. તેમણે શમી વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ગંભીરે કહ્યું કે, રવિવાર પહેલા યોજાયેલી મેચોમાં પણ મોહમ્મદ શમીને રમાડવો જોઈતો હતો.

મોહમ્મદ શમીને લઈ ગૌતમ ગંભીરે શું કહ્યું ? 
મેચ બાદ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે, શમીમાં અસાધારણ પ્રતિભા છે અને તે ક્લાસ પ્લેયર છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે તેને શરૂઆતથી જ પ્લેઈંગ 11નો ભાગ બનાવવો જોઈતો હતો. ગંભીરે વધુમાં કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ચાર મેચ જીતી હોવા છતાં શમીને પણ તે મેચોમાં ટીમનો ભાગ બનાવી શકાયો હોત. ગંભીરે એ પણ પૂછ્યું કે, હાર્દિકના ટીમમાં વાપસી થયા બાદ શમીને તક મળશે કે નહીં?

હાર્દિક પંડ્યાની ફરી થશે એન્ટ્રી ? 
મહત્વનું છે કે, હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે રમતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે હવે તેની વાપસીની અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં શમીને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે સાચો સાબિત થયો હતો. શમીએ 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. શમીએ મેચમાં તેના પહેલા જ બોલ પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન વિલ યંગને બોલ્ડ આઉટ કર્યો હતો. આ પછી તેણે ફોર્મમાં રહેલા રચિન રવિન્દ્ર સહિત 4 વધુ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. એક સમયે મોટો સ્કોર બનાવતી દેખાતી ન્યુઝીલેન્ડની ટીમ બાકીના બોલરો સાથે શમીના હાથે 273 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ