બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Gaushala electricity bill does not have to be paid if congress will win Punjab Assembly election

ઇલેક્શન-2022 / વાહ! ગૌશાળાનું વીજળી બીલ થશે માફ, વિધાનસભા ચૂંટણી પહેલા આ મુખ્યમંત્રીનો મોટો દાવ

Khyati

Last Updated: 10:36 AM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીએ ગૌશાળાનું વિજબિલ માફ કરવાની કરી છે જાહેરાત.

  • પંજાબના મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત
  • ગૌશાળાના પેન્ડિંગ બિલ કરવામાં આવશે માફ
  • ગૌશાળામાં સોલર સિસ્ટમ લગાવવા 5 લાખની સહાય

દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઇને રાજકીય પક્ષો મત મેળવવા પ્રજાને રિઝવવાનું કાર્ય કરી રહ્યા છે.  જાહેરાતો  કર્યા બાદ આખુ વર્ષ ભલે કામ થાય કે ન થાય પરંતુ  ચૂંટણી ટાણે નેતાઓ સત્તર વાયદા કરે. ત્યારે પંજાબમાં પણ વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને  સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ચન્નીએ રાજ્યમાં ગૌશાળામાં અત્યાર સુધીના પેન્ડિંગ બિલો માફ કરવાનો નિર્ણય કર્યો છે.

સોલર સિસ્ટમ માટે 5લાખની સહાય

પંજાબમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ જ્યાં પહેલેથી જ મફતમાં વિજળી આપવાનો વાયદો કર્યો છે ત્યારે મુખ્યમંત્રી સીએમ ચન્ની પણ આ રેસમાં પાછળ નથી. ગૌશાળાના અત્યાર સુધીના પેન્ડિંગ વીજ બિલો માફ કરવાની જાહેરાત કરી છે તો સાથે ગૌશાળામાં સોલર સિસ્ટમ લગાવવા માટે 5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. જેથી સરળતાથી વીજળીનું ઉત્પાદન થઇ શકશે.

યુવાઓને નોકરી આપવાનો પણ કર્યો વાયદો

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે જો કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તામાં આવશે તો યુવાઓને એક વર્ષની અંદર નોકરી આપશે. તેઓએ એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પંજાબ સરકાર યુવાઓ માટે રોજગાર ગેરંટી યોજનાનો શુભારંભ કર્યા બાદ કહ્યુ કે ધોરણ 12 પાસ કરનાર યુવાઓને નોકરીને પાત્ર બનશે. સરકાર બન્યા બાદ એક વર્ષની અંદર અંદર નોકરી આપવામાં આવશે. ચન્ની સરકારે કહ્યુ કે નોકરીઓનો વાયદો એ કોઇ જાહેરાત નહી પરંતુ પંજાબ મંત્રીમંડળના નિર્ણયના સમર્થનમાં એક પ્રતિબદ્ધતા છે. તેમણે એમ પણ કહ્યુ કે કોંગ્રેસ સરકારનો આ પહેલો નિર્ણય યુવાઓને નોકરીઓ આપવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ