બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gaurav Yatra confidence among senior BJP leaders claims better result than 2017 in Saurashtra

ગુજરાત / ગૌરવ યાત્રાથી ભાજપના દિગ્ગજ નેતાઓમાં વધ્યો વિશ્વાસ, સૌરાષ્ટ્રમાં 2017 કરતા સારા પરિણામનો દાવો

Kishor

Last Updated: 06:03 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા યોજી લોકો સુધી પહોંચવાનું કાર્ય હાથ ધર્યું છે જેને પગલે ભાજપના દિગ્ગજ નેતાઓમાં પણ જીતનો વિશ્વાસ વધ્યો છે.

  • ભાજપ 2022માં બહુમતિ સાથે જીતશે
  • 2017 કરતા સારા પરિણામની આશા
  • પાટીદારની સાથે  સર્વ સમાજનો સહકાર મળ્યો :માંડવિયા

ગુજરાતમાં સત્તા સ્થાપવા રાજકીય પક્ષો કેટલાય સમયથી મથામણ કરી રહ્યા છે.  રાજકીય પક્ષો દ્વારા લોકો સુધી પોતાના કામ અને વાત પહોચાડી મતદારોને રીઝવવા અનેક આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે. જેના ભાગરુપે ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે બીજો દિવસ છે. ત્યારે આ ગૌરવ યાત્રા ભાજપના દિગ્ગજ નેતાઓમાંઑમાં વિશ્વાસનો સંચાર કર્યો છે અને સૌરાષ્ટ્રમાં 2017 કરતા આગામી વિધાનસભામાં સારા પરિણામો આવશે તેવો નેતાઑએ દાવો કર્યો છે. 

આગામી વિધાનસભાની ચૂંટણીમાં સારા પરિણામ આવશે :  મનસુખ માંડવિયા
ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ 2022માં જંગી બહુમતી સાથે જીતશે. આ વખતે સમીકરણો ભાજપ તરફી હોવાનો પણ માંડવિયાએ દાવો કર્યો  હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે, ભાજપે કરેલા નિર્ણયો ગુજરાતને ગૌરવ અપાવે તેવા હોય છે. જેને લઇને ગૌરવયાત્રા થકી ભાજપ સરકારના નિર્ણયો લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં 2017 કરતા સારું આગામી વિધાનસભાની ચૂંટણીમાં સારા પરિણામ આવશે તેમ જણાવી ભાજપને ફક્ત પાટીદાર નહીં સર્વ સમાજનો સહકાર મળી રહ્યો હોવાનું મનસુખ માંડવિયાએ ઉમેર્યું હતું.

2022માં પણ જનદેશ સાથે છે : ગોરધન ઝડફિયા
ઉપરાંત ગૌરવ યાત્રા મુદ્દે ભાજપનાં ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતુ કે સત્તામાં ન હતા ત્યારથી યાત્રા કરતા આવ્યા છીએ અને આગળ પણ ભાજપની આવી યાત્રાઓ ચાલુ જ રહેશે.  ભાજપ દ્વારા પંચાયતથી પાર્લામેટ સુધી યાત્રાનું આયોજન કરાઇ રહ્યું છે. ત્યારે સરકારના કામો પ્રજા સુધી પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ. ભાજપ લોકોને ખોટા વચનો નથી આપતી અને ભાજપે જે કહ્યુ તે તમામ કામો કરી બતાવ્યા છે આથી 2017માં જનદેશ ભાજપ સાથે હતો તેમ 2022માં પણ જનદેશ સાથે છે. જેને લઇને આગામી ચૂંટણીમાં ભાજપની ઝળહળતી જીત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ફરીવાર બે તૃતિયાસ બહુમતીથી જીતુશુ : અમિત શાહ
ઝાંઝરકાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં માત્ર કરફ્યૂ રહેતો હતો. કોંગ્રેસે લોકોને અંદરો-અંદર ઝઘડો કરાવવાનું કામ કર્યું હોવાના પણ અમિત શાહે આરોપ લગાવ્યા હતા. આ વેળાએ અમિત શાહે ઉમેર્યું હતું કે દરેક ચૂંટણીમાં જનતાએ ભાજપને વિજય બનાવ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ ફરીવાર બે તૃતિયાસ બહુમતીથી જીતુશુ તવો અમિત શાહે આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ