બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gathiyao bouncer absconded with woman's mobile phone

ચેતીજજો / ‘દીદી, મૈં આપકે ભાઈકા દોસ્ત હૂં, મુજે ફોન કરના હૈ’ કહી ગઠિયાઓ બાઉન્સર મહિલાનો મોબાઈલ લઈ ફરાર

Vishal Khamar

Last Updated: 11:18 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નમસ્તે દીદી, મૈ આપકે ભાઇકા દોસ્ત હૂં, મૈ આપકો જાનતા હૂં મુજે ફોન કરના હૈ તેમ કહીને બે અજાણ્યા ગઠિયા મહિલા બાઉન્સરનો ફોન લઇને જતા રહેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

  • બે અજાણ્યા ગઠિયા મહિલા બાઉન્સરનો ફોન લઇને જતા રહ્યા
  • મહિલા પંખો રિપેર કરાવવા જતી હતી તે સમયે બની ઘટના
  • મેઘાણીનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચીટીંગની ફરિયાદ કરી

 મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતાં રીના યાદવે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. રીના યાદવ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એમ.એસ.એફ કંપનીમાં બાઉન્સર તરીકે નોકરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. રીનાનાં સાત વર્ષ પહેલાં પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હોવાથી તે તેનાં સંતાનો સાથે રહે છે. ગઇ કાલે રીના પંખો રિપેર કરાવવા માટે રામેશ્વર પોલીસ ચોકી પાસે આવેલી જય અંબે ઇલેક્ટ્રોનિક્સ દુકાન ખાતે ગઇ હતી જ્યાં બાઇક પર બે શખ્સ આવ્યા હતા. અને તેને તેના નામથી સંબોધીને વાત શરૂ કરી હતી. મહિલા ક્યાં રહે છે, ક્યાં નોકરી કરે છે. તે તમામ વિગતો પણ ગઠિયાઓ પાસે હતી. 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રીના પાસે જઇને બંને શખ્સે કહ્યું હતું રીના દીદી નમસ્તે, પહેચાના મુજે મૈ તુમ્હારે ભાઇ કા દોસ્ત હૂં ઔર મૈ આપકો જાનતા હૂં, આપ એરપોર્ટ મેં બાઉન્સરકી જોબ કરતે હો. મુજે એક ફોન કરના હે ઇસ લિયે આપકા મુજે ફોન ચાહીએ. ભાઇના મિત્ર હોવાનું સાંભળીને રીનાએ પોતાનો મોબાઇલ આપ્યો હતો અને યુવકે ફોન પર વાત કરી હતી. રીના પંખો રિપેર કરાવવા માટે દુકાનમાં ગયાં ત્યાં સુધીમાં બંને જણા મોબાઇલ લઇને જતા રહ્યા હતા. રીનાએ આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ