બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Garba fans playing Navratri in Gujarat violating night curfew rules

સાચવજો / ગુજરાતની અનેક સોસાયટીઓમાં ઉત્સાહપ્રેમી ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઝૂમે છે, પોલીસનો મૂક સહકાર

Vishnu

Last Updated: 08:19 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રાત્રિ કરફ્યુ હોવા છતાં શહેરની સોસાયટીઓમાં મોડી રાત સુધી ગરબા ચાલે છે, ગરબા રસિકોનો થનગનાટ જોઇ પોલીસ પણ કાર્યવાહીથી પર રહે છે.

  • કોરોનાકાળના 2 વર્ષ બાદ સોસાયટીઓમાં નવરાત્રિની ઉજવણી
  • રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં શહેરની સોસાયટીઓમાં મોડી રાત સુધી ગરબા
  • કોવિડની ગાઈડ લાઈનને લઈ જાગૃતતા જરૂરી સંભવિત ત્રીજી લહેરનો ખતરો ટળ્યો નથી 

કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે સરકારે કરફ્યુનો સમય રાતના ૧રથી સવારના ૬ વાગ્યા સુધીનો કર્યો છે અને શહેરના લોકોને શેરી તેમજ સોસાયટીમાં ગરબા રમવા માટે છૂટ આપી છે, પરંતુ પાર્ટી પ્લોટ, ક્લબ કે મોટી જગ્યાએ કોઇ પણ પ્રકારના કોમ‌િર્શયલ ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. સરકારે કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે શેરી તેમજ સોસાયટીઓમાં ગરબા રમવા માટે છૂટ તો આપી છે, પરંતુ શહેરની મોટા ભાગની શેરીઓ તેમજ સોસાયટીઓમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. મોડી રાત સુધી ગરબા ચાલતા હોવા છતાં પોલીસ મૂક સહકાર આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. 

કોરોનાની ગાઈડ લાઈન અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને પરવાનગી અપાયા બાદ વર્ષો પછી જાણે શેરી ગરબાની રોનક પાછી ફરી હોય તેવાં દૃશ્યો સામે આવ્યાં છે. પ્રથમ નોરતાથી જ ઠેરઠેર પોળ, મહોલ્લા તથા સોસાયટીઓમાં યોજાયેલા શેરી ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમતા નજરે પડ્યા છે.

ચેરમેન, સેક્રેટરી સભ્યો પાસે ગાઇડ લાઈનનું પાલન કરાવે છે?
બીજી તરફ સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરીઓ , સભ્યો કોરોનાની ગાઇડ લાઈનનું પાલન કરવાની સાથે જ ગરબાનું આયોજન કરી રહ્યા છે. પોલીસ દ્વારા શેરી ગરબા અને સોસાયટીઓનાં ગરબાનાં સ્થળો પર સતત પેટ્રોલિંગ પણ કરાય છે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ રાતના ૧ર વાગ્યા સુધી જ ખેલૈયાઓ ગરબા રમી શકશે અને લાઉડ સ્પીકર સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ જ વગાડી શકાશે તેમજ શેરી અને સોસાયટીઓમાં જો ૧ર વાગ્યા પછી ગરબા ચાલુ હશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, સાથે પોલીસ દ્વારા સોસાયટીમાં જઈ ચેરમેન અને રહીશોને કોવિડની ગાઈડ લાઈનને લઈ જાગૃત પણ કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.

પોલીસ પણ ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને રમવા દે છે   
જોકે શહેરના કેટલાક વિસ્તારમાં સોસાયટીના ચેરમેન, સેક્રેટરીઓ નિયમભંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કેટલાક વિસ્તારની શેરીઓ તેમજ સોસાયટીઓમાં મોડી રાત સુધી ગરબા ચાલી રહ્યા છે, પરંતુ પોલીસ જાણ હોવા છતાં આંખ આડા કાન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસસૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે છેલ્લાં બે વર્ષ બાદ નવરા‌ત્રિ પર્વ 
આવ્યું છે અને ખેલૈયાઓમાં તેનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તેથી ખેલૈયોને મોડી રાત સુધી રમવા દઈએ છીએ. 

આધુનિક યુગમાં કોમર્શિયલ ગરબાનું ચલણ ખૂબ વધ્યું હતું અને શેરી ગરબાની પરંપરા જાણે વિસરાઇ ગઇ હોય તેમ છેલ્લાં કેટલાંક વર્ષથી શેરી ગરબાની રોનક ઝાંખી પડી હતી. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને લીલી ઝંડી આપવામાં આવતાં ખેલૈયાઓ તથા આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરનાં ૪૦૦થી વધુ સ્થળોએ શેરી ગરબાએ ધમધમાટ બોલાવ્યો છે. નવરા‌િત્રના પ્રથમ નોરતાથી જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં ઘૂમી રહ્યા છે.

ઘરઆંગણે ગરબા યોજાતાં પરિવારજનો નિર્ભય બન્યાં
નવરા‌ત્રિમાં મહિલાઓ, બાળકો, પુરુષો, વડીલો સૌ કોઈ મન મૂકીને સંગીતના તાલે ગરબે ઘૂમી રહ્યા છે. ગરબામાં બ્રેક દરમિયાન બાળકો માટે સંગીત ખુરશી, ગેમ્સ, ઇનામ, પર્ફોર્મન્સ સહિતના કાર્યક્રમો યોજાય છે તો કેટલીક સોસાયટીઓમાં વેશભૂષાની થીમ પર ગરબાનું આયોજન પણ થઇ રહ્યું છે. આવા પર્વનો માહોલ નિહાળવા મોટી સંખ્યામાં ઉત્સુકોની ભીડ પણ જોવા મળી હતી. ઠેકઠેકાણે શેરી, મહોલ્લા, સોસાયટી, પોળમાં ગરબાનું આયોજન થતાં વાતાવરણ ભક્તિમય બન્યું છે. અગાઉ કોમર્શિયલ ગરબા દરમિયાન પરિવારજનોને બાળકોની ચિંતા સતાવતી હતી, જ્યારે હવે ઘરઆંગણે ગરબા યોજાતાં પરિવારજનો નિર્ભય બન્યાં છે.

મહિલાઓની સુરક્ષાને લઈ શહેરમાં પોલીસનું સતત પેટ્રોલિંગ
નવરા‌ત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઇ શહેરમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. અગાઉ પણ અનેક વાર મહિલા પોલીસની ટીમો પાર્ટી પ્લોટ કે અન્ય જગ્યાઓ પર ચણિયાચોળી અને ખાનગી ડ્રેસમાં ફરી છેડતી કરનારા રોમિયોની ધરપકડ કરતી હતી. આ વખતે પણ પોલીસ સોસાયટી, શેરી અને ફ્લેટમાં જઈને આ કામગીરી કરી મહિલાઓની સુરક્ષા પર વધુ ધ્યાન આપી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ