બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gang rape case in Hadiyol village of Sabarkantha

સાબરકાંઠા / 4 વર્ષ જૂના ગેંગરેપ કેસમાં હિંમતનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટનો મહત્વનો ચુકાદો: 5ને આજીવન કેદ, 5 લાખનો દંડ

Dinesh

Last Updated: 03:35 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના હડિયોલ ગામે ગેંગરેપ કેસમાં હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ચુકાદો અપાયો છે, આરોપીઓને આજીવન કેદની સજા તેમજ પીડીતાને 5 લાખ વળતર ચુકવવાનો આદેશ.

  • સાબરકાંઠાના હડીયોલ ગામે ગેંગરેપ કેસ મામલો
  • હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અપાયો ચુકાદો
  • 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ

સાબરકાંઠાના હડીયોલ ગામે ગેંગરેપ મામલે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ચુકાદો અપાયો છે. જેમાં પાંચ આરોપીઓને આજીવન કેદની  સજા ફટકારાઈ છે.

પીડીતાને 5 લાખ વળતર ચુકવવા કોર્ટનો આદેશ
હડીયોલ ગામે ગેંગરેપ કેસમાં હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં પાંચ નરાધમ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. પાણી પીવાના બહાના હેઠળ દુષ્કર્મ આચર્યું હતું. પીડીતાને 5 લાખ વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે. દરેક આરોપીને 50 હજારનો દંડ ફટકારાયો છે. તમને જણાવી દઈએ કે, 4 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે.

સુરત કોર્ટે રેપ કેસમાં ફાંસીની સજા આપી હતી 
થોડા દિવસ અગાઉ સુરત કોર્ટે મુકેશ પંચાલ નામના આરોપીને ફાંસીની સજા આપી હતી. આરોપી પર 302, 376 સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરાઈ હતી. નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા પણ કરી નાંખી હતી. આરોપી મુકેશ પંચાલને કોર્ટે દોષી જાહેર કર્યો હતો જે બાદ તેને ફાંસીની સજા આપી હતી તેમજ ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો હતી

સુરતમાં એક કેસમાં 20 વર્ષની સજા અપાઈ હતી
અગાઉ કિશોરી પર દુષ્કર્મ આચરનારા શખ્સને સુરત કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. આરોપી મનોજ નયાને 20 વર્ષની સજા કોર્ટ આપી હતી. લગ્નની લાલચે કિશોરીને આરોપી ભગાવી લઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં દીકરીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી પુણા ગામની વલ્લભનગર સોસાયટીમાં રહેતો હતો અને સુરતની કોર્ટમાં દુષ્કર્મ અને પોક્સો હેઠળ કેસ ચાલ્યો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ