બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Ganesh Chaturthi an important festival of Hinduism, has already started from today

Ganesh Chaturthi 2023 / 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર દુર્લભ શુભ સંયોગ, આ રાશિઓને થશે ધનલાભ, પણ સ્થાપન વખતે રાખો ખાસ ધ્યાન

Kishor

Last Updated: 07:27 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મના મહત્વના તહેવાર ગણેશ ચતુર્થીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે 300 વર્ષ બાદ અનોખો યોગ સર્જાઈ રહ્યો છે. બ્રહ્મ યોગ અને શુક્લ યોગમાં બાપ્પાનું સ્થાપન કરવામાં આવશે. ત્યારે આ તહેવારને લઈ 10 દિવસ આનંદ ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ જોવા મળશે.

  • 300 વર્ષ બાદ સર્જાઈ રહ્યો છે અનોખો યોગ
  • 10 દિવસ આનંદ ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ 
  • અનેક રાશિના લોકોને મળી શકે છે મોટો લાભ

સનાતન ધર્મમાં જેમની સૌપ્રથમ પૂજા થાય છે તેવા ગરવા ગણેશના જન્મોત્સવ એટલે કે ગણેશ ચતુર્થીના પાવન પર્વની આજથી શરૂઆત થઈ રહી છે. જેને લઈને ભક્તોમાં ખુશીનો માહોલ છે. આજથી દસ દિવસ સુધી ધાર્મિક વાતાવરણ જોવા મળશે. ત્યારે ખાસ આ વર્ષનું મહત્વનુ એટલા માટે વધી ગયું છે કે આ વર્ષે 300 વર્ષ બાદ અદભુત સંયોગ બની રહ્યો છે. જેને લઈને અનેક રાશિના લોકોને ખૂબ જ ફાયદો થશે.

  • ભગવાન ગણેશજીના જન્મદિવસ નિમિતે ગણેશ ભગવાનની મૂર્તિનું ઘરે સ્થાપન કરવામાં આવે છે. ત્યારે મૂર્તિ સહે જ પણ ખંડિત ન હોય તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. 
  • આ ઉપરાંત ભગવાન ગણેશજીની પૂજામાં ભૂલથી પણ કેતકીના ફૂલ કે તુલસીના પણ ન અર્પણ કરવા જોઈએ. 
  • વધુમાં ભગવાનની પૂજા કરતી વેળાએ આવશ્ય  સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા વગર ભગવાન ગણેશની પૂજા ન કરવી. પૂજા આગાઉ શરીર અને મનને શુદ્ધ કરવું જોઈએ.સાથે જ બ્રહ્મચર્યનું પાલન કરો. 
  • સાથે જ ગણેશ ચતુર્થીના દિવસે દિવસ દરમિયાન ઊંઘ ન કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન કોપાયમાન થાય છે.વધુમાં ઉપવાસમાં માત્ર ફળ જ ખાવા જોઈએ.
  • તે જ રીતે ગણેશજીની સ્થાપના હોય એટલા દિવસ ભૂલથી પણ લસણ કે ડુંગળીને હાથ અડાવવો જોઈએ નહીં! પૂજા બાદ પણ લસણ અને ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ.
     

ગણેશ ચતુર્થીના દિવસે ભૂલ્યા વગર કરો આ 5 વસ્તુઓ ખાસ ઉપયોગ, નહીંતર અધૂરી રહી  જશે દુંદાળા દેવની પૂજા, નહીં મળે ધાર્યું ફળ | Worship of Lord Ganesha is  incomplete ...
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. આ રાશિના લોકો પર ગણેશજીની કૃપા વરસશે. જેને લઇને ભાગ્ય તેઓને સાથ દેશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન અટકેલા કામો બમણી ગતિથી વેગ પકડશે. જીવનમાં ધન અને ધાન્યની ખૂબ વૃધ્ધિ થશે. સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને વેપારમાં પણ સારા સમાચાર મળે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ભગવાન ગણેશજીને લાડુનો ભોગ ધરવો જોઈએ.

ભગવાન ગણેશના આ મંત્રોના કરો જાપ, પૂર્ણ થશે તમામ મનોકામના | puja path mantra  of gajanan for success prosperity and growth
તુલા
300 વર્ષ બાદ બનતો ગણેશ ચતુર્થીનો આ અદભુત યોગ તુલા રાશિના લોકો માટે પણ સારા સમાચાર લઈને આવશે. વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તૈયારી કરી રહેલા ઉમેદવાર માટે પણ સારી ખબર લઈ અને આવી શકે છે. આ ઉપરાંત ગણેશજીની કૃપાથી બેંક બેલેન્સમાં વધારો થાય અને શત્રુ પણ તમારો સાથ આપે તેવી સ્થિતિનું નિર્માણ થશે. તેમજ મીઠી વાણીને લઈને તમે બીજા લોકોના દિલ જીતી શકશો અને ગણેશજીની કૃપા મેળવવા મસ્તક પર દુર્વા ઘાસ ચડાવવું જોઈએ.

કન્યા
કન્યા રાશિના લોકો માટે પણ ગણેશ ચતુર્થીનો આજનો દિવસ લાભદાયક માનવામાં આવી રહ્યો છે. ભગવાન ગણેશજીની કૃપાથી તમે તમામ પ્રયાસમાં સફળતાની સીડી ચડશો. તથા વેપારમાં પણ ઘણી ડીલ થઈ શકે છે. આ ઉપરાંત કન્યા રાશિના લોકોને સંતાન સંબંધી પણ સારા સમાચાર મળી શકે છે. ગણેશજીની કૃપા મેળવવા માટે પીળા રંગનું પુષ્પ અર્પણ કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ