Ganesh Chaturthi 2023: ભગવાન શ્રી ગણેશ સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે અને તેમાંથી એક તેમના વાહન મુષક રાજની કથા છે. ગણેશ ભગવાનની દરેક પ્રતિમામાં તે મૂષકની સાથે જ જોવા મળે છે.
જાણો કઈ રીતે ઉંદર બન્યું ગણેશજીનું વાહન
પૌરાણિક કથા છે રોચક
ઉંદર બનીને ભાગવા લાગ્યો હતો રાક્ષસ
સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ ખૂબ જ શક્તિશાળી અને દયાળુ દેવતા છે. તેમની પૂજા જે પણ સાચ્ચા દિલથી કરે છે તેમના જીવનમાંથી દુઃખ છુમંતર થઈ જાય છે. કોઈ પણ પૂજા કે શુભ કામની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી કરવામાં આવે છે. ભગવાન ગણેશ ભોલેનાથ અને માતા પાર્વતીના પુત્ર છે અને જ્ઞાન અને સુખ સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેમની બુદ્ધિના કારણે તેમને પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન પ્રાપ્ત છે.
મૂષકરાજ કઈ રીતે બન્યા ભગવાન ગણેશના વાહન?
પૌરાણિક કથા અનુસાર ઈંદ્ર દેવના દરબારમાં એક ક્રોંચ નામનો ગંધર્વ હતો જે દરબાર વખતે મજાક મસ્તીમાં વ્યસ્થ હતો જેના કારણે દરબારમાં ભંગ થઈ રહ્યો હતો. તે સમયે ક્રોંચે મુનિ વામદેવના ઉપર પેગ મુકી દીધો. આ ઘટનાથી વામદેવ ક્રોધિત થઈ ગયા અને તેમને ક્રોંચને શ્રાપ આપી દીધો અને તે શ્રાપના કારણે તે ઉંદર બની ગયા.
ઉંદર બન્યા બાદ પણ તે ન સુધર્યા અને તેમણે પરાશર ઋષિના આશ્રમમાં ભયંકર તોફાન મચાવ્યું. ભગવાન શ્રી ગણેશ પણ તે આશ્રમમાં હતા મહર્ષિ પરાશરે બધી વાત ગણેશજીને જણાવી અને આ મુષકને પાઠ ભણાવવા માટે કહ્યું. ગણેશજીએ તે મુષકને પકડી લીધો અને તેને પાઠ ભણાવ્યું. મુષકે ભગવા પાસે પોતાના જીવની ભીખ માંગી ત્યારે ગણેશજીએ તેને પોતાનું જ વાહન બનાવી લીધુ.
બીજી પૌરાણિક કથા
બીજી એક પૌરાણિક કથા અનુસાર ગજમુખાસુર નામનો રાક્ષસ હતો બધા દેવતાઓને ખૂબ પરેશાન કરી રહ્યો હતો. બધા દેવતા એક દિવસ ભગવાન શ્રી ગણેશની પાસે પહોંચ્યા અને પોતાની વ્યથા જણાવી. ભગવાન શ્રી ગણેશ રાક્ષસને સમજાવવા ગયા તો તેણે તેમને યુદ્ધ માટે લલકાર્યા અને પછી ભગવાન શ્રી ગણેશ અને ગજમુખાસુર રાક્ષસની વચ્ચે યુદ્ધ થયું.
આ યુદ્ધમાં ગણેશ ભગવાનનો એક દાંત તૂટી ગયો જેનાથી તે ખૂબ ક્રોધિત થયા. ક્રોધમાં આવીને તેમણે રાક્ષસ પર પોતાના દાંતથી વાર કર્યો અને ગજમુખાસુર ગભરાઈને ઉંદર બનીને ભાગી ગયો. ગણેશજીએ તેને પકડી લીધો ત્યારે રાક્ષસે પોતાના જીવની ભીખ માંગી અને ભગવાન શ્રી ગણેશે તેને પોતાનું વાહન બનાવી લીધું.