બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:20 AM, 19 September 2023
ADVERTISEMENT
ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા શુક્લ ચતુર્થીના દિવસે આવે છે. કહેવાય છે કે આ દિવસે ગણેશજીનું પ્રાગટ્ય થયું હતું. એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશ ધરતી પર આવીને પોતાના ભક્તોની મનોકામનાઓ પુરી કરશે.
ગજાનન ગણેશ ચતુર્થીએ ધરતી પર આવે છે અને અનંત ચતુર્થી સુધી રહે છે. આ સમયે ભક્ત તેમની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરે છે અને સંપૂર્ણ 10 દિવસ સુધી તેમની વિધિ વિધાનથી પૂજા કરે છે.
ADVERTISEMENT
ગણપતિની અલગ અલગ મૂર્તિઓનું મહત્વ
ગણેશજીની અલગ અલગ મૂર્તિઓ અલગ અલગ પ્રકારે પરિણામ આપે છે. પીળા અને રક્ત વર્ણની મૂર્તિની ઉપાસના સૌથી વધારે શુભ માનવામાં આવે છે. બ્લૂ રંગના ગણેશજીને 'અચ્છિષ્ટ ગણપતિ' કહે છે.
તેમની ઉપાસના ખાસ કારણોથી કરવામાં આવે છે. હળદળથી બનેલી કે હલ્દી લેપનથી બનેલી મૂર્તિ 'હરિદ્રા ગણપતિ' કહેવાય છે. ખાસ મનોકામનાઓ માટે તેની પૂજા કરવામાં આવે છે.
એકદંત ગણપતિ શ્યામ વર્ણના હોય છે. તેમની ઉપાસનાથી અદભુત પરાક્રમની પ્રાપ્તિ થાય છે. સફેદ રંગના ગણપતિને ઋણમોચન ગણપતિ કહેવામાં આવે છે. તેમની ઉપાસનાથી ઋણોથી મુક્તિ મળે છે. ચાર ભુજાઓ વાળા લાલ રંગના ગણપતિને સંકષ્ટહરણ ગણપતિ કહેવામાં આવે છે.
તેમની ઉપાસનાથી સંકટોનો નાશ થાય છે. ત્યાં જ ત્રિનેત્રધારી, રક્તવર્ણ અને દસ ભુજાઓધારી ગણેશ મહાગણપતિ કહેવાય છે. તેમની અંદર બધા જ ગણપતિ સમાહિત હોય છે. ઘરમાં સામાન્યતઃ પીળા કે લાલ રંગના ગણપતિની સ્થાપિત કરવી જોઈએ.
ગણપતિ સ્થાપનાનું મુહૂર્ત
ગણપતિની પ્રતિમા શુભ મુહૂર્ત જોઈને જ સ્થાપિત કરવી જોઈએ. તેનાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. ગણેશ ચતુર્થી પર ગણપતિની સ્થાપનાનું મુહૂર્ત 19 સપ્ટેમ્બરે મંગળવારે સવારે 11.07 વાગ્યાથી બપોરે 1.34 વાગ્યા સુધી રહેશે. 19 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યાથી બપોરે 12.39 વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત રહેશે. તમે આ મુહૂર્તમાં પણ ગણેશ સ્થાપના કરી શકો છો.
કઈ રીતે કરશો ગણેશજીની પૂજા?
ગણેશજીની પ્રતિમાની સ્થાપના શુભ મુહૂર્તમાં કરો. પહેલા એક કળશ પણ સ્થાપિત કરો. પછી લાકડાના પાટલા પર પીળા રંગનું વસ્ત પાથરી મૂર્તિની સ્થાપના કરો. દિવસભર ફક્ત ફળાહાર કરો. સાંજના સમયે ગણેશજીની યથા શક્તિ પૂજા કરો. ઘીનો દીવો સળગાવો. જેટલી તમારી ઉંમર છે તેટલા લાડવાના ભોગ લગાવો.
તેના બાદ ગજાનને દૂધ અર્પિત કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો. તેના બાદ ચંદ્રમાને નીચી દૃષ્ટિથી અર્ધ્ય અર્પિત કરો. જો ચંદ્ર દર્શન થઈ જાય તો તેના દોષના ઉપાય કરી લો. પ્રસાદનું વિતરણ કરો તથા અન્ન-વસ્ત્રનું દાન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.