બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar RTO caught the scam of giving license without giving driving test

પર્દાફાશ / ગાંધીનગર RTOમાં પૈસા આપો લાયસન્સ લઈ જાઓ: જયદીપસિંહ ઝાલાએ કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો, અનેક લોકોએ પરીક્ષા ન આપી

Malay

Last Updated: 10:04 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગાંધીનગર RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાયસન્સ આપવાનું કૌભાંડ પકડાયું છે. સાયબર ક્રાઈમ દ્વારા RTO ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

  • ડ્રાઈવિંગ ટેસ્ટમાં સત્તાનો દુરુપયોગ
  • જયદીપસિંહ ઝાલાએ આચર્યું કૌભાંડ
  • ટેસ્ટ વિના જ અપાતું હતું લાયસન્સ
  • એજન્ટ્સ સાથે સાંઠગાંઠનો ખુલાસો 

ગાંધીનગર RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. RTO ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલાએ ઇન્ચાર્જ ARTOના હોદ્દા પર રહીને સોફ્ટવેરમાં ચેડા કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ ઈશ્યુ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગાંધીનગરના કેટલાક એજન્ટ્સ સાથે તેમની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયો છે. તેમના મોબાઈલ ફોનની ચકાસણીમાં કેટલાંક એજન્ટોની વિગતો મળી છે. હાલ સાયબર ક્રાઈમ દ્વારા ગાંધીનગર RTOના આરટીઓ ઇન્સપેક્ટર જયદીપસિંહ ઝાલા, સમીર રતનધારીયા અને એજન્ટ ભાવિન શાહની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. 

RTOના આ નિયમના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટમાં લોકો થાય છે ફેલ | RTO Rules Driving  Test People fail

અમદાવાદના અધિકારીએ નોંધાવી હતી ફરિયાદ
ડ્રાઈવિંગ ટેસ્ટ વગર જ સારથી એપ્લિકેશનમાં પાસ બતાવીને ગાંધીનગર RTOમાં ચાલતા કૌભાંડ અંગે અમદાવાદ RTO કચેરીના અધિકારી દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ સાયબર ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. 

લાયસન્સ મેળવવાની પરીક્ષામાં લોકો નાપાસ ન થાય તે માટે નિવૃત્ત RTO કર્મચારીએ  નજીવી કિમંતમાં શરૂ કર્યું ગજબનું કામ | AHMEDABAD: Retired RTO employee sets  track to ...

તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા 
સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2022માં ગાંધીનગર આરટીઓના આરટીઓ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ ઝાલા ઈન્ચાર્જ એઆરટીઓ હતા. આ દરમિયાન તેમણે સત્તાનો દુરઉપયોગ કરીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાં કૌભાંડ આચર્યું છે. ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ સોફ્ટવેરમાં ચેડા કરીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું. 

ડ્રાઈવિંગ ટેસ્ટમાં સત્તાના દુરુપયોગનો ખુલાસો 
તપાસમાં ગાંધીનગરના કેટલાક એજન્ટ્સ સાથે તેમની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયો છે. હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ ઝાલા, સમીર રતનધારીયા અને એજન્ટ ભાવિન શાહની ધરપકડ કરવામાં આવી છે. આ તમામની પૂછપરછમાં અન્ય એજન્ટોના નામ પણ બહાર આવી શકે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ