બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gandhinagar Municipal Election Jung; BJP is pushing hard. So the Congress felt that H..E..sa ..

કબજે કરો / ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી જંગ; ભાજપનું જોર લગા કે.. હ..ઈ..સા. તો કોંગ્રેસનું દમ લગા કે ..હ..ઈ..સા..

Mehul

Last Updated: 09:18 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગર પાલિકા કબજે કરવા ભાજપ-કોંગ્રેસે કસી લીધી કમર. ભાજપના 12 મંત્રીઓ કરશે પ્રચાર તો કોંગ્રેસના 13 નેતાઓ મેદાનમાં.

  • ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી 
  • ભાજપ-કોંગ્રેસે કસી લીધી છે કમર 
  • ભાજપના 12 સામે કોંગ્રેસના 13 નેતા પ્રચારમાં 

આગામી ત્રીજી ઓક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી યોજાનારી આ ચૂંટણી પૂર્વે જ કોરોનાની બીજી લહેરના કારને ચૂંટણી મોકૂફ રાખવી પડી હતી.હવે ત્રીજી ઓક્ટોબરે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે, ભાજપ-કોંગ્રેસ અને  અન્ય પક્ષોએ ડોર-ટૂ -ડોર પ્રચાર આરંભી દીધો છે, પાર્ટીએ પણ નિર્ણાયક મનાતા જંગ માટે વોર્ડ વાઈઝ વ્યવસ્થા ગોઠવી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરકારના 12 જેટલા મંત્રીઓને આ જવાબદારી સોંપી છે. 11 વોર્ડની આ ચૂંટણીમાં એક વોર્ડ-એક મંત્રીની વ્યવસ્થા છે ત્યારે, એક માત્ર 11 નંબરના વોર્ડમાં બે મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. ગાંધીનગર મહાપાલિકાની 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી થશે. 

સચિવાલયના મંત્રીઓ પ્રચારમાં 

વોર્ડ નબંર 1 માં જીતુ વાઘાણી,વોર્ડ નબંર 2 માં કિરીટસિંહ રાણા,વોર્ડ નંબર ત્રણમાં ઋષિકેશ પટેલ,વોર્ડ નબંર 4 માં અર્જુનસિંહ ચૌહાણ,વોર્ડ નબંર 5 માં હર્ષ સંઘવી,વોર્ડ નબંર 6 માં પ્રદીપ પરમાર,વોર્ડ નબંર 7 માં પૂર્ણેશ મોદી,વોર્ડ નબંર 8 માં  જગદીશ પંચાલ,વોર્ડ નબંર 9 માં અરવિંદ રૈયાણી,વોર્ડ નંબર 10 માં કનુ દેસાઈ,વોર્ડ નબંર 11 માં મુકેશ પટેલ, રાઘવજી પટેલને સંયુક્તરૂપે જવાબદારી સોંપવામાં આવી છે. 

ગાંધીનગરથી નવસર્જનના શ્રી ગણેશ ?

ગુજરાતમાં મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની કરારી હાર બાદ ફરી એક વાર નવા જુસ્સા સાથે કોંગ્રેસ ગાંધીનગર મનપાની ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે.ત્યારે વોર્ડ દીઠ કોંગ્રેસે જૂના જોગીઓને જવાબદારી સોંપી દીઈ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. હાર્દિક પટેલથી માંડી ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા સુધીના કોંગી નેતાઓને વોર્ડ પ્રમાણે જવાબદારી આપવામાં આવી છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીના મતદાન માટેની ઘડીઑ ગણાઈ રહી છે. 3 ઓક્ટોબરે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર મનપા કબજે કરવા કોંગ્રેસ એક્શનમાં આવી છે. કોંગ્રેસે આ માટે સિનિયર નેતાઓને 11 વોર્ડની 44 બેઠકો જીતવા અલગ અલગ વોર્ડ પ્રમાણેની જવાબદારી આપી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે પહેલા AAP અને બાદમાં ભાજપ ડોર ટું ડોર પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીમાં પોતાનો ઝંડો ગાડવા ફરી એકવાર સિનિયરો પર ભરોસો મૂકી મોટા નેતાઓને ગાંધીનગર મનપાની ચૂંટણી જિતાડવા ઉતાર્યા છે.

વોર્ડ વાઈઝ જવાબદારી -ભાજપના  12 સામે કોંગ્રેસના 13 નેતાઓ 

 બાજ્પે 12 મંત્રીઓ મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે 13 આગેવાનોને વોર્ડ વાઈઝ જવાબદારીઓ સોંપી છે. ભાજપે માત્ર એક જ વોર્ડમાં 2 મંત્રીઓને જવાબદારી આપી,તો કોંગ્રેસે  વોર્ડ નંબર 9 અને 10 માં બે-બે નેતાઓને જાવાબ્દારી આપી છે. કોંગ્રેસી આગેવાનો જે જવાબદારી નિભાવશે તેમાં વોર્ડ નં- 1 મા સિદ્ધાર્થ પટેલ,વોર્ડ નં- 2 ભરતસિંહ સોલંકી, વોર્ડ નં- 3 અર્જુન મોઢવાડિયા, વોર્ડ નં- 4 બળદેવજી ઠાકોર,વોર્ડ નં- 5 નરેશ રાવલ,વોર્ડ નં- 6 શૈલેષ પરમાર, વોર્ડ નં- 7 જગદીશ ઠાકોર, વોર્ડ નં- 8 ડો.દિનેશ પરમાર, વોર્ડ નં- 9 હાર્દિક પટેલ, હિંમતસિંહ પટેલ,વોર્ડ નં- 10 દિપક બાબરીયા, હિમાંશુ પટેલ,વોર્ડ નં- 11 સાગર રાયકા ને સંયુક્તરૂપે જવાબદારી સોંપાઈ છે 

 ત્રિપાખિયો જંગ 
3 ઓક્ટોબરે   11 વોર્ડની 44 બેઠકો જીતવા મુખ્ય ત્રણ પક્ષો મેદાનમાં ઉતરી રહ્યા છે જેમાં ભાજપ કોંગ્રેસ બાદ હવે AAP પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. હમણાં 6 મહિના પહેલા ગુજરાત ભરમાં યોજાયેલી મનપા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો હતો અને કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. પરંતુ સુરત મનપામાં આપ પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. જે બાદ હવે ત્રણેય પક્ષો એક સાથે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં સત્તા હાસિલ કરવા મથી રહ્યા છે ત્યારે ત્રિપાખિયો જંગમાં કોણ ફાવશે એ તો 5 ઓક્ટોબરે જ ખબર પડશે પણ હાલ તો ત્રણેય પક્ષના ઉમેદવારો દમ લગાવી ઘરે ઘરે જઈ મતદારોએ રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ