બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhi Ashram to be set up in Ahmedabad with world class facilities,

કાયાપલટ / અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે ગાંધી આશ્રમ મળશે નવી ઓળખ, સમગ્ર સંકુલનું 1200 કરોડના ખર્ચે થશે રિડેવલોપમેન્ટ

Kiran

Last Updated: 05:37 PM, 2 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બાપુની 152મી જન્મ જયંતી છે ત્યારે ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન સાથે જ આશ્રમના રિડેવલોપમેન્ટ માટે ખાસ પ્લાન તૈયાર

  • ગાંધી આશ્રમનું થશે રિડેવલોપ
  • 1200 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ
  • આશ્રમને સાઈલેન્ટ ઝોન બનાવાશે

આજે બાપુની 152મી જન્મ જયંતી છે ત્યારે ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્ય અને અહિંસાના મૂલ્યોની જાળવણી માટે યોજાયેલી આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી આપી હતી. 



 

આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ અપાશે

ઐતિહાસિક ગાંધી આશ્રમને ખાસ ઓળખ અપાવવા માટે સરકારે ખાસ પ્લાન તૈયાર કર્યો છે આ પ્લાન મુજબ હેરીટેજ ગાંધી આશ્રમની મુખ્ય ઓળખ જાળવી રાખીને તેની આસપાસના 35 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે વિકાસ કરી ગાંધી આશ્રમનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે. એટલું જ નહીં 5 વિશ્વસ્તરીય મુય્ઝિયમ તેમજ  અદ્યતન ઓડિયો-વિઝ્યુલ લાયબ્રેરી સાથે આ નવવિકસિત સંકુલની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે, મહત્વુનું છે કે સાબરમતી આશ્રમની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઈ ગયો છે સાથે સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન પણ બનાવવામાં આવશે. 

મૂળ ઓળકને જાળવી રાખીને વિકાસ કરવાનું આયોજન

મહત્વનું છે કે આશ્રમ ખાતે મોરારજી દેસાઈની સમાધિ અભયઘાટનો પણ વિકાશ કરાશે, તેમજ ગાંધી સંશોધન અને વિકાસ ક્ષેત્રના વિસ્તરણ સાથે સાથે સાથે ગૌશાળા ટ્રસ્ટ, ખાધી ભવનનું પણ વિસ્તરણ કરવામાં આવશે. ગાંધીજીના વિચારો, રહેણીકરણી, ગાંધીજીના મૂલ્યો અંગે પણ 5 નવા મ્યૂઝિયમ બનશે, આ માટે નવી ટીપી પાડીને રોડ, ગટરલાઈનનો પ્લાન પણ તૈયારવામાં આવનાર છે. ગાંધી આશ્રમની મૂળ ઓળખ જાળવી રાખીને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે આ વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ