બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Gaming-betting app case: Ranbir Kapoor writes to ED, seeks 2 weeks to appear

સેલેબ્સ ફસાયા / ગેમિંગ-સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા રણબીર કપૂરે ED ને પત્ર લખી કરી વિનંતી, જુઓ શું કહ્યું...

Pravin Joshi

Last Updated: 08:45 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને મહાદેવ ગેમિંગ-સટ્ટાબાજી એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો હતો. તેમને છઠ્ઠી ઓક્ટોબરે રાયપુર છત્તીસગઢની ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું

  • મહાદેવ ગેમિંગ-સટ્ટાબાજી એપ કેસમાં ED એ રણબીર કપૂરને સમન્સ પાઠવ્યું
  • છઠ્ઠી ઓક્ટોબરે રાયપુર છત્તીસગઢની ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું 
  • રણબીર કપૂરે આ મામલે પત્ર લખીને એજન્સી પાસેથી 2 અઠવાડિયાનો સમય માંગ્યો 

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને મહાદેવ ગેમિંગ-સટ્ટાબાજી એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું. તેમને છઠ્ઠી ઓક્ટોબરે રાયપુર છત્તીસગઢની ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યાં તેની પણ આ કેસમાં પૂછપરછ કરવામાં આવશે. પરંતુ રણબીર કપૂરે આ મામલે એજન્સી પાસેથી 2 અઠવાડિયાનો સમય માંગ્યો છે.

કેસમાં અન્ય ઘણા સેલેબ્સ ફસાયા 

તમને જણાવી દઈએ કે આ કેસમાં માત્ર રણબીર કપૂરનું જ નામ નથી આવી રહ્યું. આ કેસમાં અન્ય ઘણા સેલેબ્સ ફસાયા છે. આ લિસ્ટમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેગા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોન, ભાગ્યશ્રી, પલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેકના નામ સામેલ છે. 

રણબીર કપૂરને EDનું સમન્સ, મહાદેવ ગેમિંગ મુદ્દે 6 ઓક્ટોબરે હાથ ધરાશે પૂછપરછ,  જાણો સમગ્ર મામલો | ED summons Ranbir Kapoor questioning will be conducted  on October 6 in Mahadev ...

શું છે મામલો?

થોડા મહિના પહેલા 'મહાદેવ ગેમિંગ-બેટિંગ એપ'નું નામ સમાચારોમાં હતું. આ એક ઓનલાઈન સટ્ટાબાજીની એપ છે. ઘણા સેલેબ્સે આ એપને સમર્થન આપ્યું હતું. લોકોને ગેમિંગ માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાતમાં થયા હતા. લગ્નમાં 200 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વૈભવી લગ્નનો વીડિયો ભારતીય એજન્સીઓએ કેપ્ચર કર્યો છે. લગ્નમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત કરાયેલા તમામ સેલેબ્સ EDના રડારમાં આવી ગયા છે, જેમાંથી એક રણબીર કપૂર છે.

આલિયા ભટ્ટની પ્રાઈવેટ તસવીરો થઈ લીક, જાણો રણબીર કપૂરે શું કહ્યું? | Ranbir  kapoor react on alia bhatt private photos leak controversy

કરોડો રૂપિયાનો ખર્ચ

સૌરભ ચંદ્રકરે લગ્ન માટે જે લોકોને આમંત્રણ આપ્યું હતું તે તમામ લોકો નાગપુરથી UAE પહોંચ્યા હતા. આ માટે પર્સનલ જેટ ભાડે લેવામાં આવ્યા હતા. પછી તેને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું. આટલું જ નહીં લગ્ન માટે મુંબઈથી વેડિંગ પ્લાનર, ડાન્સર, ડેકોરેટર વગેરેને બોલાવવામાં આવ્યા હતા, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. બધું રોકડમાં ચૂકવવામાં આવ્યું હતું. ઇડીએ આ સંબંધમાં ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા છે, જે મુજબ યોગેશ પોપટની મેસર્સ આર-1 ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હવાલા દ્વારા રૂ. 112 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને રૂ. 42 કરોડ રોકડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

EDએ મુંબઈ, ભોપાલ અને કોલકાતાના હવાલા ઓપરેટરો પર દરોડા પાડ્યા

થોડા દિવસો પહેલા EDએ મુંબઈ, ભોપાલ અને કોલકાતાના હવાલા ઓપરેટરો પર દરોડા પાડ્યા હતા, જેમણે આ ઈવેન્ટ માટેના પૈસા મુંબઈની ઈવેન્ટ ફર્મને મોકલ્યા હતા. સિંગર નેહા કક્કર, સુખવિંદર સિંહ, એક્ટર ભારતી સિંહ અને ભાગ્યશ્રીને અહીંથી પરફોર્મ કરવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ED આ તમામ સેલેબ્સની પૂછપરછ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ