બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Gambling leaders are caught, if only the policy makers do this then what hope can be expected from others

મહામંથન / જુગાર રમતા પકડાતાં નેતાઓ કયા મોઢે જનતા સામે જશે? નીતિ ઘડનારા જ આવું કરશે તો બીજા પાસે શું આશા રાખવી

Dinesh

Last Updated: 08:42 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન : એક મહિનાની અંદર પોલીસ અને અન્ય એજન્સીઓની સતર્કતાથી વિવિધ જગ્યાએ જુગારધામ ઉપર રેડ પાડી છે, તમામ જગ્યાએથી કોઈને કોઈ નેતા જુગાર રમતા પકડાયા હતાં

  • રાજ્યમાં તાજેતરમાં અનેક જુગારીઓ ઝડપાયા
  • પોલીસની સતર્કતાથી જુગારના અનેક અડ્ડા ઝડપાયા
  • જુગારના અડ્ડા પર રેડ પડી ત્યાં નેતાઓ ઝડપાયા હતા


મહામંથન : મોટેભાગે જે વ્યક્તિ જાહેરજીવનમાં હોય છે તેની પાસેથી તેના પરિવાર અને સમાજની અપેક્ષાઓ વધી જાય છે. એમા પણ જો એ વ્યક્તિ કોઈ નેતા હોય તો તેની પાસેથી તો સારા આચરણની અપેક્ષા અતિશય સ્વભાવિક છે. પરંતુ બદલાતા જમાનામાં હવે નેતા અને આદર્શ વચ્ચે ઘણું અંતર રહી ગયું છે. હવે તો તમારા જેટલા અનૈતિક આચરણ વધુ એટલા જ તમે રાજકીય રીતે આગળ. ઉદાહરણ આપવામાં બની શકે કે સમય ઓછો પડે. તાજેતરમાં ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા એક મહિનાની અંદર પોલીસ અને અન્ય એજન્સીઓની સતર્કતાથી વિવિધ જગ્યાએ જુગારધામ ઉપર રેડ પાડી. રેડ દરમિયાન એક વાત સામાન્ય હતી કે, તમામ જગ્યાએથી કોઈને કોઈ નેતા જુગાર રમતા પકડાયો હતો. નેતા અને જનહિત આવા આચરણોથી કેટલા દૂર થઈ જાય તે હવે સમજવા જેવું છે. જરા વિચાર કરો કે કોઈ એક જુગારધામ ઉપર રેડ પડે છે અને નગરપાલિકાનો કાઉન્સિલર ઝડપાય છે પછી એ ગમે તે પક્ષનો હોય, પરંતુ એ કાઉન્સિલર જ જો જુગારીવૃત્તિનો હશે તો એ પોતાના વોર્ડમાં સારા કામ કરી શકશે ખરો?. જો કોઈ APMCનો ચેરમેન જુગાર રમતા પકડાય તો એ ચેરમેન ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય કરી શકશે ખરો?. આવા અગણિત ઉદાહરણ અને અગણિત નામ આપી શકાય છે કે જે પોતાને નેતા કહેવડાવે છે પરંતુ નીતિ સાથે તેમને દૂર-દૂર સુધી કોઈ લેવા દેવા નથી. 

જુગારના અનેક અડ્ડા ઝડપાયા
રાજ્યમાં તાજેતરમાં અનેક જુગારીઓ ઝડપાયા છે. પોલીસની સતર્કતાથી જુગારના અનેક અડ્ડા ઝડપાયા છે. જેમાં મોટાભાગની રેડ દરમિયાન કોઈ નેતા જુગાર રમતા ઝડપાયો હતો. એવા લોકો કે જે જાહેરજીવનમાં શાખ ધરાવતા હતા તેઓ જુગાર રમતા ઝડપાયા છે. છેલ્લા એક મહિનાની અંદર જુગારના અડ્ડા પર રેડ પડી ત્યાં નેતાઓ ઝડપાયા અનેક કિસ્સા સામે આવ્યા છે. જેના પરથી એવું ફલિત થતું હતું કે નેતાઓ જ જુગારવૃત્તિના થઈ ગયા છે. જેના મનમાં જ જુગારવૃત્તિ છે એ જનહિત વિશે શું વિચારશે તે મહત્વનો સવાલ છે. જુગાર રમતા ઝડપાતા નેતાઓ જનતાનું શું હિત કરશે તે માનવામાં આવે એવું નથી

તાજેતરનો બનાવ ચોંકાવનારો
અમદાવાદના વસ્ત્રાપુરમાં હાઈપ્રોફાઈલ જુગાલધામ ઝડપાયું છે. PCBની રેડમાં 19 જુગારીઓ ઝડપાયા છે. આ રેડમાં સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી પણ ઝડપાયા હતા. આ જુગારધામ 3 દિવસથી ચાલતું હતું, ઊંઝાથી આ જુગારધામ ઓપરેટ થતું હતું. સાણંદ APMCનો ચેરમેન જ જુગારીવૃત્તિનો હોય તો એ ખેડૂતલક્ષી નિર્ણય કરી શકે?, સાણંદ APMCનો ચેરમેન ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય કરે તેવી આશા રાખી શકાય? જેવા અનેક સવાલો ઉભા થાય છે. 

 

  • જુગારી નેતાઓનું લિસ્ટ

જુગારધામ ક્યાં અને ક્યારે ઝડપાયું? 
ચકલાસી, 5 સપ્ટેમ્બર

ક્યા નેતા ઝડપાયા? 
નડિયાદ પાલિકાના પૂર્વ કોર્પોરેટર દત્રેશ દિલીપ રાવ
ઉત્તરસંડાના પૂર્વ સરપંચના પતિ શિવમ ઠક્કર
નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર જક્ષી શાહ

જુગારધામ ક્યાં અને ક્યારે ઝડપાયું?
મહિસાગર, 5 સપ્ટેમ્બર

ક્યા નેતા ઝડપાયા? 
શહેરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પ્રદિપ પદવાણી

જુગારધામ ક્યાં અને ક્યારે ઝડપાયું?
અમદાવાદ, 4 સપ્ટેમ્બર

ક્યા નેતા ઝડપાયા?
સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી

જુગારધામ ક્યાં અને ક્યારે ઝડપાયું? 
નર્મદા, તિલકવાડા, 2 સપ્ટેમ્બર

ક્યા નેતા ઝડપાયા?
ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી આશિષ દલવાડી

જુગારધામ ક્યાં અને ક્યારે ઝડપાયું? 
સાણંદ, કલહાર ગોલ્ફ ક્લબ

ક્યા નેતા ઝડપાયા?
સાણંદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ વ્યાસ

જુગારધામ ક્યાં અને ક્યારે ઝડપાયું? 
રાજકોટ, પારિજાત કોમ્પલેક્ષ

ક્યા નેતા ઝડપાયા? 
જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાનો દીકરો મનવીર ચાવડા

જુગારધામ ક્યાં અને ક્યારે ઝડપાયું? 
અમદાવાદ, ગોમતીપુર

ક્યા નેતા ઝડપાયા? 
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવેન્દ્ર વિસનગરી

જુગારધામ ક્યાં અને ક્યારે ઝડપાયું?
જાફરાબાદ, હેમાળ ગામ
ભાજપના નેતા દેવજી પડસાળા

નેતામાં આ ગુણ હોવા જોઈએ

  • નિર્ણયશક્તિ
  • ઊંડાણપૂર્વકનો અભ્યાસ
  • પરસ્પર સંવાદની ક્ષમતા
  • ધારદાર રજૂઆતની ક્ષમતા
  • અનુભવ લેવો અને અનુભવમાંથી શીખવું
  • જ્ઞાનનો વ્યાપ વધારવો
  • મૂળભૂત વિચાર સાથે સમાધાન ન કરવું
  • આંતરિક ગુણને ખીલવા દેવા
  • અન્ય સમક્ષ પોતાને અસરકારક રીતે રજૂ કરવાની આવડત
  • સાથીઓનું વિશ્વાસ સંપાદન
  • સતત નવું શીખવું અને સ્વીકારવું
  • રમૂજ અને વિનોદવૃત્તિ હોવી
  • ઉર્જા અને મહેનત કરવાની વૃત્તિથી ભરપૂર હોવું
  • ઉદાહરણરૂપ વર્તન, જરૂર પડ્યે આક્રમક હોવું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ