બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / gabriella demetriades arjun rampal girlfriend baby bump photo viral

PHOTOS / બૉલીવુડમાં નવો ક્રેઝ.! ઈલિયાના ડિક્રૂઝ જ નહીં આ અભિનેત્રી પણ લગ્ન વગર બીજી વખત બનશે માં, ઈવેન્ટમાં થઈ સ્પૉટ

Vaidehi

Last Updated: 04:36 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈલિયાના ડિક્રૂઝ બાદ આ એક્ટ્રેસ પણ વગર લગ્ને બીજી વખત પ્રેગનેંટ થઈ છે. ઈંસ્ટાગ્રામ પર બેબી બંપવાળો ફોટો પોસ્ટ કરીને ફેંસને આપી માહિતી.

  • અર્જુન રામપાલની ગર્લફ્રેંડ બીજી વખત પ્રેગનેંટ
  • ઈંસ્ટાગ્રામ પર બેબી બંપનો ફોટો શેર કરીને માહિતી આપી
  • પ્રેગનેંસીની અફવાઓ ઘણાં સમયથી ફેલાયેલી હતી

મોટાભાગે ફિલ્મ સ્ટાર્સ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરે છે. કેટલાક સેલિબ્રિટિઝ લગ્ન વગર માતા-પિતા બનવાનું નક્કી કરે છે. ઈલિયાના ડિક્રૂઝે જ્યારે સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતાં પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. હવે ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સ કે જે ઘણાં વર્ષોથી બોલિવૂડનાં પ્રખ્યાત એક્ટર અર્જુન રામપાલને ડેટ કરી રહી છે તે બીજી વખત પ્રેગનેંટ થઈ છે. કપલને પહેલાથી જ એક દીકરો છે.

ગેબ્રિએલા એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક મોડલ પણ છે. તેણે હાલમાં પોતાના ઈંસ્ટાગ્રામ પર બેબી બંપનો ફોટો શેર કરીને પોતાની દ્વિતીય પ્રેગનેંસીની જાહેરાત કરી હતી. ગેબ્રિએલાની પ્રેગનેંસીની અફવાઓ ત્યાર જ શરૂ થઈ ગઈ હતી જ્યારે તે અર્જુન રામપાલ, પુત્ર અને સાવકી દીકરીઓ માયરા અને મહિકાની સાથે કોઈ ઈવેંટમાં સ્પોટ થઈ હતી.

36 વર્ષીય ગેબ્રિએલાનું ફેશન ઈંડસ્ટ્રીમાં મોટું નામ
36 વર્ષીય ગેબ્રિએલાએ વિદેશી ફિલ્મો અને શોઝમાં કામ કર્યું છે પરંતુ તે બોલિવૂડમાં સક્રિય નથી. તે ફેશન શૉમાં ઘણી વખત રેંપ વૉક કરતી નજરે પડે છે. અર્જુન રામપાલ 14 વર્ષ મોટાં છે.

ચોથી વખત બનશે પિતા
ગેબ્રિએલા અને અર્જુને લગ્ન કર્યાં વિના મમ્મી-પપ્પા બનાવવાનો નિર્ણય કર્યો છે. તે પોતાના હિસાબે જિંદગી જીવવા ઈચ્છે છે. 50 વર્ષનાં અર્જુન રામપાલ ચોથી વખત પિતા બનવા જઈ રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ