બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / G20 Summit 2023 in new delhi china global times

G20 Summit / મહાન શક્તિના રૂપમાં સ્થિતિ મજબૂર કરી શકે છે ભારત: G20 સમિટ મુદ્દે ચીની મુખપત્રએ જુઓ શું લખ્યું

Arohi

Last Updated: 11:48 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023: જી20 શિખર સમ્મેલનને લઈને ઘણા શક્તિશાળી દેશોના નેતા દિલ્હી પહોંચી ચુક્યા છે. 9 અને 10 સપ્ટેમ્બરે ભારત મંડપમમાં થવા જઈ રહેલા વૈશ્વિક મદ્દા પર દરેક દેશોના નેતા ચર્ચા કરશે.

  • ઘણા શક્તિશાળી દેશોના નેતા પહોંચ્યા દિલ્હી 
  • વૈશ્વિક મદ્દા પર દરેક દેશોના નેતા કરશે ચર્ચા
  • G20 સમિટ મુદ્દે ચીની મુખપત્રએ જુઓ શું લખ્યું

G20 સમિટને લઈને ઘણા શક્તિશાળી દેશોના નેતા દિલ્હી પહોંચી ચુક્યા છે. 9 અને 10 સપ્ટેમ્બરે ભારત મંડપમમાં થવા જઈ રહેલા વૈશ્વિક મદ્દા પર દરેક દેશોના નેતા ચર્ચા કરશે. ચીનની તરફથી રાષ્ટ્રપતિ શી જિનપિંગની જગ્યા પર પ્રધાનમંત્રી લી ક્યાંગ જી20 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. 

આ વચ્ચે G20 સમિટને લઈને ચીની મીડિયાનું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝપેપરમાં લખવામાં આવ્યું છે કે ભારત આ વર્ષના G20 સમિટ વખતે આર્થિક સુધાર અને બહુપક્ષીય કુટનીતિ પર ચર્ચા કરી ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. જોકે આ અમેરિકા અને પશ્ચિમ દેશોની ઈચ્છાથી અલગ છે. ન્યૂઝમાં લખવામાં આવ્યું છે કે અમને આશા છે કે આ વર્ષે નવી દિલ્હીમાં G20 શિખર સમ્મેલન વિક્ષેપોને દૂર કરશે અને એક સફળતાની સ્ટોરી બનાવશે. 

અમેરિકા પર નિશાન 
ન્યૂઝ પેપરે આગળ લખ્યુ, પરંતુ અમેરિકા અને પશ્ચિમ, જે મોટાભાગે દાવો કરે છે તે ભારતની સાથે ઉભા છે. જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેનાર દેશોની વચ્ચે 'મતભેદો' લાવવાના ખૂબ પ્રયત્ન કર્યો છે. તે આર્થિક સહયોગ માટે એક પ્રમુખ વિશ્વ મંચ પર પોતાના એજન્ડાને પ્રોત્સાહન આપવા માંગે છે. 

અમુક નિષ્ણાંતોનું કહેવું છે કે આ વર્ષે નવી દિલ્હીમાં યોજાયેલા જી20 શિખર સમ્મેલનને પહેલાથી ઘણા વધારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. આ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે તેના ઈતિહાસમાં પહેલી વખત સંયુક્ત નીવેદન જાહેર ન કરી શકાય.

અન્ય મુદ્દાઓનો પણ કર્યો ઉલ્લેખ 
ન્યૂઝપેપરમાં એડિટોરીયલમાં લખવામાં આવ્યું કે ભારતે જી20 શિખર સમ્મેનલ માટે છ પ્રાથમિકતાઓની જાહેરાત કરી છે. જેમાં ગ્રીન ગ્રોથ અને ક્લાઈમેટ ફાઈનાન્સ, સમાવેશી વિકાસ, ડિજિટલ અર્થવ્યવસ્થા, સાર્વજનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી પરિવર્તન અને સામાજીક- આર્થિક પ્રગતિ માટે મહિલા સશક્તિકરણમાં સુધાર. 

જ્યાં સુધી તે મુદ્દાનો સવાલ છે જેના પર પશ્ચિમ સૌથી વધારે ધ્યાન આપી રહ્યું છે તે છે રશિયા-યુક્રેન યુદ્ધ, ઘણા મીડિયા આઉટલેટ્સે નોટ કર્યું છે કે ભારતે આ શિખર સન્મેલનમાં ભાગ લેવા માટે યુક્રેની નેતાને આમંત્રિત નથી કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ