બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / fta india canada pause trade talks amid khalistan justin trudeau

ખટરાગ / તણાવપૂર્ણ સંબંધો વચ્ચે કેનેડાના મંત્રીએ કર્યું મોટું એલાન, ભારત સાથેના આ મિશનને કર્યું પોસ્ટપોન

Manisha Jogi

Last Updated: 08:53 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને કેનેડા વચ્ચે મુક્ત વેપાર સમજૂતી બાબતની ચર્ચા પર રોક લગાવવામાં આવી છે. રાજનૈતિક તણાવને કારણે આ ચર્ચા રોકવામાં આવી છે. ભારત સાથે થનાર આગામી ટ્રેડ મિશન સ્થગિત.

  • મુક્ત વેપાર સમજૂતી બાબતની ચર્ચા પર રોક
  • રાજનૈતિક તણાવને કારણે આ ચર્ચા રોકવામાં આવી
  • ભારત સાથે થનાર આગામી ટ્રેડ મિશન સ્થગિત

ભારત અને કેનેડા વચ્ચે મુક્ત વેપાર સમજૂતી બાબતની ચર્ચા પર રોક લગાવવામાં આવી છે. રાજનૈતિક તણાવને કારણે આ ચર્ચા રોકવામાં આવી છે. કેનેડાના વેપાર મંત્રી મૈરી એનજીએ ઓક્ટોબરમાં ભારત સાથે થનાર ટ્રેડ મિશનને સ્થગિત કર્યું છે. આ ચર્ચામાં ઓક્ટોબરમાં થવાની હતી. મૈરીની પ્રવક્તા શાંતિ કોસેન્ટિનોએ જણાવ્યું કે, અમે ભારત સાથે થનાર આગામી ટ્રેડ મિશનને સ્થગિત કરી રહ્યા છીએ. 

બંને દેશો વચ્ચે ખાલિસ્તાન મુદ્દે મતભેદ છે, જેના વિશે જણાવ્યા વિના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, રાજનૈતિક મુદ્દાનું નિવારણ આવ્યા પછી વાતચીત ફરી શરૂ કરવામાં આવશે. કેનેડાએ વાતચીતને સ્થગિત કરવાનું કહ્યું તે સમયે આ જાહેરાત કરવામાં આવી છે. 

અધિકારીએ જણાવ્યું છે કે, ભારતે કેનેડામાં થયેલ કેટલાક રાજનૈતિક ઘટનાક્રમ પર નારાજગી વ્યક્ત કરી છે. આ કારણોસર રાજનૈતિક મુદ્દાઓનું નિવારણ આવે ત્યાં સુધી આ વાર્તા રોકવામાં આવી છે. આ રાજનૈતિક મુદ્દાઓનું નિવારણ આવે, ત્યારપછી આ ચર્ચા ફરી શરૂ કરવામાં આવશે. 

અગાઉ ભારતે શુક્રવારે જણાવ્યું હતું કે, કેનેડા પોતાની જમીન પરથી ભારત વિરોધી એક્ટિવિટી પર રોક ના લગાવે ત્યાં સુધી મુક્ત વેપાર સમજૂતી પર ચર્ચા કરવામાં નહીં આવે. બંને દેશો વચ્ચે એક દાયકા પછી FTA પર ચર્ચા શરૂ થવાની હતી, પરંતુ ભારત તરફથી આ નિવેદન સામે આવ્યા પછી કેનેડાએ જણાવ્યું છે કે, આગામી મહિને ભારત પ્રવાસ દરમિયાન થતા ટ્રેડ મિશનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. 

ભારત સરકારે એક અધિકારીને જણાવ્યું હતું કે, કેનેડાના રાજનૈતિક ઘટનાક્રમ પર આપત્તિ વ્યક્ત કરતા કેનેડા સાથેની ટ્રેડ ડીલ રોકી દેવામાં આવી હતી. કેનેડાના વેપાર મંત્રી અને ભારતીય સમકક્ષ પિયૂષ ગોયલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. 

સિખ ફોર જસ્ટિસ સમૂહે બ્રિટીશ કોલંબિયાના એક ગુરુદ્વારામાં ખાલિસ્તાનની માંગ બાબતે 10 સપ્ટેમ્બરના રોજ જનમત સંગ્રહ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો સમક્ષ કેનેડામાં ભારત વિરોધી એક્ટિવિટી બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. 

G20 સમિટ પૂર્ણ થયા પછી જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યું હતું કે, ‘કેનેડા હંમેશા અભિવ્યક્તિની આઝાદી, અંતર્રાત્માની આઝાદી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની અભિવ્યક્તિની રક્ષા કરશે. જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. હાલમાં અમે હિંસા અને નફરતને પણ ખતમ કરવા માંગીએ છીએ. વર્ષ 2010માં FTA બાબતે અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.’

ભારત અને કેનેડાના સંબંધ
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની મુદ્દે ખટાશ આવી ગઈ છે. ટ્રૂડોના કાર્યકાળમાં અનેક ખાલિસ્તાની આંતકીઓએ ભારતીય મૂળના લોકો પર હુમલાઓ કર્યા છે. ભારતે આ સમગ્ર બાબતની ટીકા કરી છે. 

ભારત અને કેનેડા વચ્ચે વેપાર
ભારત અને કેનેડા એકબીજા સાથે મોટાપાયે વેપાર કરે છે. કેનેડા નાણાંકીય વર્ષ 2023માં 8.16 અરબ ડોલરના વેપાર સાથે ભારતનો 35મો સૌથી મોટો વેપાર ભાગીદાર હતો. આ દરમિયાન ભારતે કેનેડાને 4.11 અરબ ડોલરની નિકાસ કરી, જે નાણાંકીય વર્ષ 2022માં 3.76 અરબ ડોલર હતો. કેનેડાથી થતી આયાતમાં 29.3 ટકા વધીને 4.05 અરબ ડોલર થઈ ગઈ હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ