બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / FSSAI Notifies Comprehensive Regulatory Standards for Basmati Rice

કેન્દ્રનો મોટો નિર્ણય / હવે ખાવા મળશે કુદરતી બાસમતી ચોખા, નહીં કરી શકાય ભેળસેળ, સરકારે પહેલી વાર બનાવ્યાં નિયમ

Hiralal

Last Updated: 05:20 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે શુદ્ધ અને ભેળસેળ વગરના કુદરતી બાસમતી ચોખા માટે પહેલી વાર કેટલાક નિયમો જાહેર કર્યાં છે.

  • FSSAIએ બાસમતી ચોખા માટે પહેલી વાર સર્વાંગી નિયમો જાહેર કર્યાં 
  • 1 ઓગસ્ટ 2023થી લાગુ પડશે
  • બાસમતી ચોખાની કુદરતી સુગંધ લવાશે
  • કૃત્રિમ રંગની ભેળસેળ અને પોલિશિંગ એજન્ટ દૂર કરાશે

ભાતમાં મોટાપાયે વપરાતા બાસમતી ચોખાને લઈને સરકારે પહેલી વાર કેટલાક નિયમો બનાવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળની એજન્સી FSSAIએ બાસમતી ચોખા માટે નિયમનકારી માપદંડો જાહેર કર્યાં છે જેનો 1 ઓગસ્ટ 2023થી અમલ કરવામાં આવશે.  FSSAIએ દેશમાં પ્રથમ વખત બાસમતી ચોખા (બ્રાઉન બાસમતી ચોખા, મિલ્ડ બાસમતી ચોખા, પરબોઇલ બ્રાઉન બાસમતી ચોખા અને મિલેડ પરબોઇલ્ડ બાસમતી ચોખા સહિત) માટે ઓળખના માપદંડો નક્કી કર્યાં છે. 

બાસમતી ચોખા કુદરતી સુગંધ ધરાવતા હોવા જોઈએ
આ ધારાધોરણો મુજબ, બાસમતી ચોખા કુદરતી સુગંધ ધરાવતા હોવા જોઈએ અને તે કૃત્રિમ રંગો, પોલિશિંગ એજન્ટ્સ અને કૃત્રિમ સુગંધથી મુક્ત હોવા જોઈએ. આ માપદંડો બાસમતી ચોખા માટે વિવિધ ઓળખ અને ગુણવત્તાના માપદંડોને પણ સ્પષ્ટ કરે છે, જેમ કે અનાજનું સરેરાશ કદ અને રાંધ્યા પછી તેનો લંબાઈનો ગુણોત્તર; ભેજ, એમિલોઝનું પ્રમાણ, યુરિક એસિડ, ખામીયુક્ત/ક્ષતિગ્રસ્ત અનાજ. 

બાસમતી ચોખાના વેપારમાં ભ્રષ્ટાચાર અટકાવવા નિર્ણય લેવાયો 
સરકારે વધુમાં નોંધ્યું હતું કે, નવા ધારાધોરણોનો હેતુ બાસમતી ચોખાના વેપારમાં વાજબી પદ્ધતિઓ સ્થાપિત કરવાનો અને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે.

નોન-બાસમતી ચોખાની નિકાસ પ્રતિબંધ હટાવવાના મહિના બાદ નિર્ણય 
ભારતે તૂટેલા ચોખા સહિત ઓર્ગેનિક નોન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધાના મહિનાઓ પછી આ જાહેરનામું બહાર આવ્યું છે. સપ્ટેમ્બર, 2022 ની શરૂઆતમાં, સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ભાવ વધારાને કાબૂમાં રાખવા માટે બિન-બાસમતી ચોખા પર 20 ટકા કસ્ટમ્સ ડ્યુટી પણ લગાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ