બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From now on, Gujarat government will not buy new vehicles for staff cars, will hire vehicles through outsourcing.

મહત્વનો નિર્ણય / હવેથી સ્ટાફ કાર માટે ગુજરાત સરકાર નવા વાહન નહીં ખરીદે, આઉટ સોર્સિંગથી વ્હીકલ્સ રખાશે ભાડે

Vishal Khamar

Last Updated: 05:14 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓમાં હવે આઉટ સોર્સિંગથી વાહનો ભાડે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર જૂના વાહનો સામે નવા વાહન ખરીદવાને બદલે કોન્ટ્રાક્ટ પર વાહને મેળવશે. તેમજ જે તે વિભાગોએ વાહન માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

  • જનતાનાં પૈસા બચાવવા માટે રાજ્ય સરકાર કરકસરનાં માર્ગે
  • સરકાર હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓ માટે ભાડે વાહન રખાશે
  • વિભાગોએ વાહન માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે

રાજ્ય સરકાર હસ્તકનાં તમામ ખાતાઓની વડી કચેરીઓ તેમજ જીલ્લા કચેરીઓએ અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી કામ અર્થે બહાર જવાનું થતું હોઈ તમામ અધિકારીઓ માટે સરકાર દ્વારા વાહનની ફાળવણી કરવામાં આવતી હોય છે. પરંતું સમય જતા અમુક વાહનો જૂના થઈ જતા તેનાં મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી જતો હોય છે. જે તમામ બાબતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા જીલ્લા કચેરીઓ તેમજ સરકાર હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓમાં ફરજીયાત આઉટ સોર્સિંગથી વાહનો ભાડે મેળવાશે. 

ફાઈલ ફોટો

દરેક વિભાગોએ વાહન માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત

જનતાનાં પૈસા બચાવવા માટે રાજ્ય સરકાર હવે કરકસરનો માર્ગ અપનાવ્યો છે.  ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે તમામ વિભાગોમાં આઉટ સોર્સિંગથી વાહનો ભાડે રાખવામાં આવશે. સરકાર હસ્તકનાં તમામ વિભાગોમાં સ્ટાફ કાર માટે હવે નવા વાહનની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં નહી આવે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તેઓનાં હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓ માટે ભાડે વાહન રાખશે. જૂનાં કંડમ વાહનો સામે નવા વાહનની ખરીદી કરવાને બદલે આઉટ સોર્સિંગથી વાહનો મેળવાશે. તેમજ વાહન રાખતા પહેલા દરેક વિભાગોએ વાહન માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ