બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / From Dwarka to Kalupur Swaminarayan Mandir..., the entire Gujarat was painted in Holi colors, from children to youths flocked

હોલી હેૈ / દ્વારકાથી લઇને કાલુપુર સ્વામિનારાયણ મંદિર..., આખુંય ગુજરાત હોળીના રંગે રંગાયું, બાળકોથી લઇને યુવાનો ઝૂમી ઉઠ્યાં

Vishal Dave

Last Updated: 10:03 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધૂળેટીના પર્વ પર શામળાજી હોય કે દ્વારકા, સાળંગપુર હોય કે કાલુપુર સ્વામી નારાયણ મંદિર દરેક ધાર્મિક સ્થળ પર ભક્તોની ભીડ જોવા મળી હતી.. લાખ્ખો ભક્તોએ આ પવિત્ર પર્વને ઇશ્વરના સાનિધ્યમાં ઉજવ્યો હતો

ધૂળેટીના પર્વ પર સમસ્ત ગુજરાત રંગોમાં રંગાયેલું જોવા મળ્યું... ઠેર-ઠેર ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ..ખાસ કરીને ભગવાનના ધામોમાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા.. સાળંગપુર હોય કે કાલુપુર સ્વામી નારાયણ મંદિર, દ્વારકા હોય કે શામળાજી બધેજ ભક્તોએ ખુબજ ઉત્સાહપૂર્વક રંગોનો આ ઉત્સવ ઉજવ્યો. 

હનુમાનજીના પાવન તીર્થ સાળંગપુરમાં રંગોત્સવ ઉજવાયો જેમાં 51 હજાર કિલો રંગના ઉત્સવમાં દાદાનું ધામ રંગાયેલું જોવા મળ્યું 

 

તો બીજી તરફ દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઇને માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું અને સૌ કોઇ રંગોના આ પવિત્ર ઉત્સવમાં રંગાઇ ગયા હતા 

 

અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભક્તોએ ધામધૂમથી ધૂળેટીનો પર્વ ઉજવ્યો હતો.. મંદિર પરિસરમાં ભકતોએ રંગ ઉડાવી, ભગવાન જગન્નાથનો જયકારો બોલાવ્યો હતો

અમદાવાદના કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં પણ ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ.. સ્વામી નારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને અબિલ-ગુલાલની છોળો વચ્ચે આ પર્વ ઉજવ્યો હતો

 

પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં પણ ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી થઇ.. અહીં ભગવાનને ચાંદીની પીચકારીથી અને અબિલ-ગુલાલથી રંગવામાં આવ્યા હતા.. આ પર્વ પર શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ