બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / From controlling diabetes to weight loss, raw bananas are beneficial to health

હેલ્થ ટિપ્સ / ડાયાબિટિસ કંટ્રોલ કરવાથી લઈને વજન ઓછું કરવામાં કારગાર છે આ ફળ, નિયમિત સેવનથી સ્વાસ્થ્યને થશે અઢળક લાભ

Megha

Last Updated: 04:44 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાચા કેળા એન્ટી-ઓક્સિડેંટ્સ અને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. તે વજન ઓછું કરવામાં, કબજિયાતથી છુટકારો મેળવવામાં, ભૂખ વધારવામાં અને ડાયાબિટિસને નિયત્રંણમાં લાવવા માટે ફાયદાકારક છે

  • રોજ એક કાચું કેળું ખાવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહેશે
  • વજન ઓછું કરવામાં પણ મદદ કરે 
  • કાચા કેળા રોગપ્રતિકાર શક્તિ વધારવામાં પણ મદદરૂપ 

રોજિંદી જિંદગીમાં સતત વધતા જતા સ્ટ્રેસના કારણે અનેક લોકો ડાયાબિટિસની બીમારીમાં સપડાઇ જાય છે. ડાયાબિટિસને નિયંત્રણમાં રાખવા દવાઓનું સેવન કરવું પડે છે અને દવાઓનાં વધારે પડતાં સેવનથી આડઅસર પણ થાય છે. કદાચ તમે જાણતા નહીં હો કે, રોજનું એક કાચું કેળું ખાવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહે છે. કાચા કેળા એન્ટી-ઓક્સિડેંટ્સ અને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. તે વજન ઓછું કરવામાં, કબજિયાતથી છુટકારો મેળવવામાં, ભૂખ વધારવામાં અને ડાયાબિટિસને નિયત્રંણમાં લાવવા માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. કાચા કેળા રોગપ્રતિકાર શક્તિ વધારવામાં મદદરૂપ બને છે, કાચા કેળા શરીરને ઊર્જા પૂરી પાડે છે. કાચા કેળા શાક, વેફર કે પછી ભજિયા

 બનાવવામાં કામ આવે છે. કાચા કેળાનું નિયમિત સેવન કરવાથી પણ અનેક ફાયદા થાય છે. બોડી બિલ્ડિંગ કરતા લોકો મસલ્સ વધારવા માટે દરરોજ એક પાકેલું કેળું ખાતા હોય છે. 

 

હાડકાં મજબૂત બને
કાચા કેળામાં વિટામિન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની પર્યાપ્ત માત્રા હોવાને કારણે તે હાડકાંને મજબૂત બનાવવા, અને સાંધાના દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે મદદગાર સાબિત થાય છે.

ભૂખને નિયંત્રિત કરવા માટે 
વધારે માત્રામાં ભૂખ લાગતી હોય તો તે મોટાપાનું કારણ બની શકે છે. કાચા કેળામાં ફાઇબર્સ હોય છે. આના સિવાય બીજાં એવાં ઘણાં પોષક તત્વો પણ હોય છે, જે ભૂખને નિયત્રિત રાખવામાં કામ કરે છે. 

ડાયાબિટિસમાં ઉપયોગી
કોઇને ડાયાબિટિસની સમસ્યા છે, અને હમણાં એની શરૂઆત જ થઈ છે, તો કાચા કેળા ખાવાનું શરૂ કરી દેવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં આવી શકે છે.

કબજિયાતમાં રાહત આપે 
કેળામાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે, અને તેમાં હેલ્ધી સ્ટાર્ચ પણ જોવા મળે છે. તે આંતરડાંમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિને જામવા નથી દેતો. કબજિયાતની સમસ્યા હોય કાચા કેળા ખાવાં જોઈએ. 

મૂડ સારો કરવા માટે 
કાચા કેળામાં એમિનો એસિડ હોય છે, જે મગજમાં થનાર રાસાયણિક પરિવર્તને સંતુલિત કરવાનું કામ કરે છે. આનાથી મૂડમાં વારંવાર થનારા પરિવર્તન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

વજન ઓછું કરવા માટે
ભૂખને નિયંત્રિત કરવાં વાળાં આ કાચા કેળા વજન ઘટાડવા માંગતા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. અનાવશ્યક ફેટ સેલ્સ અને અશુદ્ધિઓને સાફ કરવામાં કાચા કેળા મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ