બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સુરત / From cleaning the beach to finding a book in the library, now free from work, see how the students of Surat-Mehsana created an invention

નવતર પ્રયોગ / બીચ પર સાફસફાઇથી લઇને લાઇબ્રેરીમાંથી પુસ્તક શોધવા સુધીની કામગીરીથી હવે છૂટકારો, જુઓ સુરત-મહેસાણાના વિદ્યાર્થીઓએ કેવો આવિષ્કાર સર્જ્યો

Vishal Khamar

Last Updated: 03:52 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધુનિક ટેકનોલોજીનાં માધ્યમથી લોકો સરળતાથી ઝડપી કામ કરી શકે છે. ત્યારે સુરતનાં એન્જીનીયરીંગનાં વિદ્યાર્થીઓ દ્વારા અનોખો રોબોટ બનાવ્યો છે. જે દરિયાને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. તો મહેસાણા ગણપતિ યુનિ. નાં વિદ્યાર્થી દ્વારા પણ યુનિક રોબોટ બનાવ્યો છે. જે લાઇબ્રેરીમાં લાઇબ્રેરીયનનું કામ કરે છે.

  • બીચની સફાઈ માટે રોબોટનો આવિષ્કાર
  • સુરતના વિદ્યાર્થીઓએ સફાઈનો શોધ્યો રસ્તો
  • વિદ્યાર્થીઓેએ સ્વીપ નામનો રોબોર્ટ બનાવ્યો

ગુજરાત પાસે 1,600 km નો દરિયા કિનારો મળ્યો છે. ગુજરાતના દરિયા કિનારે અનેક બીચ પણ આવેલા છે. બીચના કારણે પ્રવાસીઓ પણ હોંશે હોંશે દરિયા કિનારાનો પ્રવાસ માણતા હોય છે. પ્રવાસી  ઘસારાને પગલે બીચને સ્વચ્છ રાખવાના પ્રશ્ન મોખરે હોય છે. ત્યારે બીચ ને સ્વચ્છ રાખવા માટેનો તોડજોડ માટે વિદ્યાર્થીઓ શોધ્યો છે. બીચ સ્વચ્છ રહે તે માટે યુનિક રોબોટ બનાવ્યો છે.

ગુજરાત પાસે 1600 કિલોમીટર દરિયા કિનારો છે,આ દરિયા કિનારે અનેક બીચ વિકસ્યા છે. જે પ્રવાસી માટે આકર્ષણ ઉભુ કરી રહ્યા છે. વધતા પ્રવાસીઓ બીચમાં ઘસારાને કારણે હવે બીચ પર સ્વચ્છતા ના પ્રશ્નો ઉદભવી રહ્યા છે. બીચ સ્વચ્છ રહે તે માટેનું બીડું  સુરતની સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ના વિદ્યાર્થીઓ ઝડપ્યું. જેમાં સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ માં અભ્યાસ 12 જેટલા વિદ્યાર્થીઓ બીચ સફાઈ કરતો રોબોટ બનાવ્યો છે. જેનું નામ વિદ્યાર્થીઓ સ્વીપ આપ્યું છે. આ સ્વીપ નામનાં રોબોટને કમાન્ડ અને કંટ્રોલ આપવાની સાથે બીચમાં રહેલા પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો એકઠો કરીને બીચ સફાઈ કરે છે. આ સ્વીપ રોબોટ નજીવા સમયમાં ઘણા ખરા વિસ્તારની સફાઈ કરી લે છે.

કચરો ઉઠાવીને તેનું બાયફરકેશન કરીને બીચને સ્વચ્છ રાખવાનું કામ કરે
દોઢ લાખના ખર્ચે એક વર્ષની મહેનતથી સ્વીપ નામનો રોબોટ એન્જિનિયર ક્ષેત્રે કરતાં વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. આ રોબર્ટ પ્રાઇવેટ બીચ હોય કે અન્ય કોઈ દ્વારા ડેવલપમેન્ટ કર્યો બીચ હોય ત્યાં સફાઈ ના ઉદ્દેશ્ય સાથે રોબોટ બનાવ્યો છે. રોબોટની ખાસિયત એ છે કે જે સેન્સરના માધ્યમથી કાર્યરત રહેશે જ્યાં પણ બીચમાં કચરો હોય છે. તે કચરો ઉઠાવીને તેનું બાયફરકેશન કરીને બીચને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. મહત્વનું છે કે આ રોબોટ સેન્સર થકી કચરાની ઓળખ કરે છે. અને અને તે કચરાને એકઠો કરી લે છે, રોબોટે એકઠો  કરેલો કચરો જેમાંથી પ્લાસ્ટિક ખાદ્ય સામગ્રી હોય કે પછી નાળિયેર સહિતની વસ્તુ હોય તેનું બાયફર્ગેશન પણ કરવાનું કામ કરે છે. 

વિદ્યાર્થીઓ સ્વિપ નામનો રોબોટ બનાવ્યો
હાલ તો વિદ્યાર્થીઓ અવનવા ઇનોવેશન કરી રહ્યા છે. અવનવા ઇનોવેશન થકી નવી રાહ અને નવી દ્રષ્ટિ દેશભરમાં આપી રહ્યા છે. જે માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વિદ્યાર્થીઓ સ્વિપ નામનો રોબોટ બનાવે છે. જે આવનારા દિવસો ની અંદર બીજ સાફ કરતા નજરે પડે તો નવાઈ નહીં. હાલ તો આ વર્કિંગ મોડેલ જે છે તેની પેટર્ન લેવા માટેની તજવીજ વિદ્યાર્થીઓએ હાથ ધરી છે. સ્વીપ નામનો રોબર્ટ હાલ અમદાવાદ સાયન્સ સીટી ખાતે લોકો નિહાળી શકે તે માટે મુકાયો છે.

  • હવે રોબોટ થકી ટેબલ પર બેઠા બેઠા બુક મળશે
  • ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બનાવ્યો રોબોટ
  • સ્માર્ટ લાયબ્રેરી આસિસ્ટન્ટ રોબોટ અપાયું નામ

વિદ્યાર્થીઓ દ્વારા અવનવા ઇનોવેશન થઈ રહ્યા છે. ત્યારે એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા હવે લાઇબ્રેરીયનની જગ્યા લઇ તે પ્રકારનો રોબોટ તૈયાર કર્યો છે. 

મહેસાણા જિલ્લાનું ખેરવા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુનિક રોબોટ બનાવ્યો છે. ગણપત યુનિવર્સિટીના  એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્માર્ટ લાયબ્રેરી આસિસ્ટન્ટ રોબોટ બનાવ્યો છે. જે લાઇબ્રેરીમાં લાઇબ્રેરીયનની કામ કરે તે પ્રકારનો વર્કિંગ મોડલ રોબોટ છે. આ રોબોટને મોબાઈલ એપ સાથે જોડાયેલો છે. જેથી કોઈ પણ વ્યક્તિ પુસ્તકાલય જાય ને તે પોતાના મોબાઈલમાં જે પુસ્તક રચ કરે તેને થોડી મિનિટોમાં તે પુસ્તક લાવી આપે તે પ્રકારનું વર્ક કરતા રોબોટ બનાવ્યો છે. ખાસ કરીને લાઈબ્રેરીમાં ઉપયોગમાં વપરાય આ રોબોટને સ્માર્ટ લાઇબ્રેરીયન આસિસ્ટન્ટ નામ આપ્યું છે. જે વિદ્યાર્થીઓ આ રોબોટ બનાવ્યો તેમનું કહેવું છે કે લાઈબ્રેરીમાં થતા અનુભવ આધારે આ ઇનોવેશન બનાવ્યું છે.

લાઇબ્રેરી ની જગ્યા રોબોટ લઈ રહ્યા છે
પુસ્તકાલયમાં પુસ્તક મેળવા માટે કમાંન્ડ આપે એટલે આ રોબોટ વર્ક શરૂ કરી દે છે. ફક્ત એવું નથી કે રોબોટ ફક્ત પુસ્તક લેવા જાત્ય પરંતુ જેવું ટેબલ પર પુસ્તક મુકો એટલે જે સ્થળેથી પુસ્તક લીધું હોય ત્યાં મૂકીને પણ આવે તેવ વર્કિંગ મોડલ રોબોટ બનાવ્યો છે. આસિસ્ટન્ટ રોબોટ પુસ્તક લઈને આવે છે.. લાઇબ્રેરી ની જગ્યા રોબોટ લઈ રહ્યા છે. સ્માર્ટ લાઇબ્રેરીયન આસિસ્ટન્ટ નામના રોબોટના નિર્માણ માટે એક વર્ષ જેટલો સમય લાગ્યો છે. જે નજીવ ખર્ચ સાથે સેન્સરના માધ્યમથી કામ કરતા રોબોટ બનાવ્યો છે. 

વધુ વાંચોઃ ગુજરાતનાં બજેટમાં શિવરાજપુર બીચને લઈને મોટું એલાન કરી શકે છે સરકાર! દ્વારકા જતાં લોકોને પડી જશે જલસો

રોબર્ટ હાલ અમદાવાદ સાયન્સ સીટી ખાતે લોકો નિહાળી શકે તે માટે મુકાયો
હાલ તો વિદ્યાર્થીઓ અવનવા ઇનોવેશન કરી રહ્યા છે. હાલ તો આ વર્કિંગ મોડેલ જે છે તેની પેટર્ન લેવા માટેની તજવી વિદ્યાર્થીઓએ હાથ ધરી છે. સ્માર્ટ લાઇબ્રેરીયન આસિસ્ટન્ટ નામનો આ રોબર્ટ હાલ અમદાવાદ સાયન્સ સીટી ખાતે લોકો નિહાળી શકે તે માટે મુકાયો છે..જેથી અન્ય મુલાકાતીઓ અને વિદ્યાર્થી પ્રેરણા મેળવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ