બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / from atm with drawal to gst these rules changed from 1 may

કામની વાત / ATMથી લઇને GST સુધી: આજથી બદલાઇ ગયા છે આ નિયમ, આમ આદમીના ખિસ્સા પર પડી શકે છે અસર

Bijal Vyas

Last Updated: 06:40 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. તો જાણી લો કે આજથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

  • આજથી GST કલેક્શનમાં મોટો ફેરફાર થશે
  • પંજાબ નેશનલ બેંકના ATMથી વિડ્રોવલનો બદલાયો નિયમ
  • આજથી રોકાણકારોએ KYC સાથે માત્ર ઈ-વોલેટ દ્વારા જ રોકાણ કરવાનું રહેશે

આજે મે મહિનાનો પહેલો દિવસ છે. આવી સ્થિતિમાં, દર મહિનાની શરૂઆતમાં કેટલાક નિયમો બદલાય છે. આ સાથે આજથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જ જોઇએ કે આજથી કયા નિયમોમાં ફેરફાર થવાના છે. આવો જાણીએ કે આજથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

ગેસ સિલિન્ડરની નવી કિંમતો દર મહિનાની શરૂઆતમાં એટલે કે પહેલા દિવસે નક્કી કરવામાં આવે છે. તે જ સમયે, જીએસટીથી લઈને બેંક અને એટીએમમાંથી પૈસા ઉપાડવા સુધીની ઘણી મહત્વપૂર્ણ બાબતો આજથી લાગુ કરવામાં આવી રહી છે.

સરકારે નાના વેપારીઓને આપી મોટી રાહત, જૂન સુધી રિટર્ન ફાઈલ કરવામાં મોડુ થશે  તો નહીં લાગે કોઈ ચાર્જ | gst composition scheme late fee for delayed gst  returns filing waived till 30

 

GST ક્લેક્શનમાં થનારા બદલાવ
આજથી GST કલેક્શનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આજથી, 100 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ 7 દિવસની અંદર તેમના વ્યવહારો માટે ઇનવોઇસ જનરેટ કરીને આપવા પડશે. તેઓએ આ ઇન્વૉઇસ IRP એટલે કે ઇન્વૉઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. હવે આ ફરજિયાત કરવામાં આવ્યું છે.

ATMથી વિડ્રોવલનો બદલાયો નિયમ
જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે તો આ નિયમથી તમને આંચકો લાગી શકે છે. આજથી, જો તમે ATMમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરો છો અથવા તમારા ખાતામાં પૈસા વગર બેલેન્સ ચેક કરો છો. તેથી ફેલ્ડ ટ્રાંજક્શન તમારે 10 રૂપિયાનો દંડ અને GST ચૂકવવો પડશે.

હવે તમે કાર્ડ વગર કોઈપણ ATMમાંથી પૈસા ઉપાડી શકશો, RBIના ગર્વનરે કરી મોટી  જાહેરાત | no card needed to withdraw money from atm says RBI

મ્ચ્યુઅલ ફંડમાં KYC
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો આજથી તમે KYC વિના રોકાણ કરી શકશો નહીં. માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર, આજથી રોકાણકારોએ KYC સાથે માત્ર ઈ-વોલેટ દ્વારા જ રોકાણ કરવાનું રહેશે. જો તમારું કેવાયસી હજી સુધી કરવામાં આવ્યું નથી, તો તમારે તેને સમયસર પૂર્ણ કરવું જોઈએ. SEBIએ 1 મે પહેલા KYC માટે સમયમર્યાદા આપી હતી.

વધી શકે છે ગેસ સિલેન્ડરનો ભાવ 
દર મહિનાની પહેલી તારીખે સરકાર ગેસ સિલિન્ડર અને CNG-PNGની કિંમતો જાહેર કરે છે. આવી સ્થિતિમાં આજે તેની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. આજે આ મહિના માટે નવા દર જાહેર કરવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ