બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Fraud of lakhs of rupees in the name of work visa with 15 people in Surat

છેતરપિંડી / સુરતમાં 15 લોકોને વર્ક વિઝાનું કહીને એજન્ટે UAE મોકલ્યા, ત્યાં પહોંચ્યા તો ખબર પડી આ તો ફરવા જ આવ્યા છીએ...: લાખોની છેતરપિંડીની ફરિયાદ

Malay

Last Updated: 01:00 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં વિઝાના નામે કૌભાંડીઓની ગેંગ થઈ સક્રિય, ઇચ્છાપોર વિસ્તારમાં એજન્ટે 15 જેટલા શખ્સો પાસેથી વર્ક વિઝાના નામે ખંખેર્યા પૈસા.

  • સુરતમાં વર્ક વિઝાના નામે 15 લોકો સાથે છેતરપિંડી 
  • વર્ક વિઝાના નામે વિઝિટર વિઝા પર મોકલ્યા UAE
  • એજન્ટને મળવા ગયા તો એજન્ટે ધમકી આપી

Surat News: સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે, વિદેશ જવાની લ્હાયમાં લોકો સાથે અનેકવાર ઠગાઈની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે અન્ય સાથે થયેલી ઠગાઈની ઘટનાઓ બાદ પણ લોકો લાલચમાં આવી જઇ સોશિયલ મીડિયા મારફતે અથવા એજન્ટ મારફતે વિદેશ જવાની લ્હાયમાં લાખો રૂપિયા ખોઈ બેસે છે. અત્યાર સુધીમાં આવી અનેક છેતરપિંડીની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે ફરી આવી ઠગાઈની ઘટના સુરતમાં બની છે. સુરતમાં એજન્ટે વર્ક વિઝાના નામે 15 લોકોને ચૂનો લગાવ્યો છે. જે બાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. 

વર્ક વિઝાના નામે 15 લોકોને ટુરિસ્ટ વિઝા પર UAE મોકલી દીધા
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એજન્ટે 15 લોકોને વર્ક વિઝાના નામે ટુરિસ્ટ વિઝા પર UAE મોકલી દીધા હતા, UAE ગયા બાદ તેઓને ખબર પડી કે તેઓને ફક્ત ફરવા અહીં મોકલવામાં આવ્યા છે. સુરત પરત આવ્યા બાદ પૈસા પાછા માંગતા એજન્ટે ધમકી આપતા ભોગબનનારાઓએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. 

14 લોકોને એક જ રૂમ આપ્યો: ભોગબનનાર
VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં વર્ક વિઝાના નામે છેતરપિંડીનો ભોગ બનનારાઓ જણાવ્યું કે, અમે ભારતથી UAE ગયા ત્યારે અમને લેવા માટે એક શખ્સ આવ્યો હતો. જે બાદ તેણે અમને 14 લોકોને એક જ રૂમ આપ્યો હતો. ત્યારબાદ અમને પાણી અને જમવાનું પણ ન મળ્યું. જે બાદ અમને એક કંપનીમાં લઈ જવામાં આવ્યા. જ્યાં પહોંચ્યા પછી અમને ખબર પડી કે અમને તો અહીં ટુરિસ્ટ વિઝા પર મોકલવામાં આવ્યા છે. 

'અમને ટુરિસ્ટ પર UAE મોકલી દીધા'
જ્યાં પહોંચ્યા બાદ કંપનીના અધિકારીઓએ એમને કહ્યું કે અહીં કામ કરવું હોય તો વર્ક વિઝાની જરૂર પડશે. જે બાદ તેઓએ આના માટે પૈસાની માંગ કરતા અમે મનાઈ કરી દીધી કે અમારી પાસે તો બીજા પૈસા નથી. એજન્ટ સાથે અમારે વર્ક વિઝાની જ વાત થઈ હતી, પરંતુ તેણે અમને ટુરિસ્ટ પર UAE મોકલી દીધા. 

પૈસા પરત માંગતા એજન્ટે આપી ધમકી
તેઓએ જણાવ્યું કે, અમારી પાસે પરત આવવાના પણ પૈસા ન હતા, જેથી વતનથી પૈસા મંગાવી પરત સુરત આવ્યા. જે બાદ અમે એજન્ટને મળવા ગયા તો એજન્ટે અમને ધમકી આપી કે 'જે થાય એ કરીલો પૈસા પાછા નહીં મળે'. ત્યારબાદ અમે સીધા ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે ગયા, જ્યાં પોલીસે અમારી સાથે અમે પોતે આરોપી હોય એવું વર્તન કર્યું હતું. એજન્ટ અને ઇચ્છાપોર પોલીસની પણ મીલીભગત હોય તેવું લાગી રહ્યું છે. જે બાદ અમે આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ