બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Four incidents of stray cattle terror in the state

આતંક / વડોદરામાં રખડતાં ઢોરે ભાજપના કાઉન્સિલરને ઉલાળ્યા તો પાંસળી તૂટી ગઈ, બીજી બાજુ નવસારીમાં આખલા મકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી

Dinesh

Last Updated: 06:46 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના મોટા શહેરોથી લઇ નાના શહેરોમાં રખડતાં ઢોરોના ત્રાસ સતત વધી રહ્યો છે. સોસાયટી, બજાર અને ઘરમાં પણ ગમે ત્યારે રખડતાં ઢોર અનેક લોકોને અડફેટે લઇ રહ્યું છે.

  • રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક 
  • રખડતાં ઢોરના આતંકની ચાર ઘટના 
  • ક્યાંક આંખલા યુદ્ધ તો ક્યાંક પશુઓ માટે બબાલ 


રાજ્યના વિવિધ શહેરમાં વધુ એક વાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. મોટા ઉત્સાહ સાથે શરૂ થતી ઢોરનિયંત્રણ ઝુંબેશ કશા પરિણામ વગર જ શમી જાય છે અને પછી નવેસરથી શરૂ થાય છે, રખડતા ઢોરનો આતંક. આ સિલસિલો બંધ થવાનો નામ જ લેતો નથી. આજે ચીખલી, રાજકોટ, સુરત અને વડોદરામાં રખડા ઢોરનો આતંક સામે આવ્યો છે. 

 

ચીખલીમાં રખડતા ઢોરનો ત્રાસ
નવસારીના ચીખલી તાલુકામાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. ચીખલીમાં રખડતા આખલો મકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી હતી અને ચીખલી બજારમાં તેણે આતંક વેર્યો હતો. રખડતાં પશુઓના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. પંચાયત દ્વારા રખડતા પશુને પકડવા કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ ઉઠી છે. 

ફાઈલ તસવીર

ભાયાવદરમાં આખલાનો આતંક
રાજકોટના ભાયાવદરમાં પાણીમાં આખલા વચ્ચે યુદ્ધ જામ્યો હતો. ભાયાવદરમાં ભારે વરસાદના કારણે તળાવ ભરાયું છે જે તળાવમાં આખલાઓનું યુદ્ધ થયું હતું. જેને જોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યું છે અને પ્રાથમિક માહિતી મુજબ ભાયાવદર તાલુકાના ટીંબડી ગામનો હોવાનું અનુમાન છે.

ફાઈલ તસવીર

સુરતમાં ઢોર પાર્ટી સાથે બબાલ
સુરતમાં SMCની ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે પશુપાલકોએ બબાલ કરી છે. ડીંડોલી વિસ્તારમાં ઉમિયા ચોક પાસે ઢોર પાર્ટીએ પકડેલા પશુઓને પશુપાલકો છોડાવી ગયા હતાં. SMC કર્મચારીએ પશુ છોડાવી ગયેલા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ડીંડોલી પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ છે.  

ફાઈલ તસવીર

વડોદરામાં રખડતા ઢોરનો વધતો ત્રાસ
વડોદરાના પાદરામાં રખડતા પશુઓનો આતંક વધ્યો છે. પાદરા નગરપાલિકાના કોર્પોરેટર જ રખડતા ઢોરોના ભોગ બન્યા છે. વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સિલર સુભાષ પટેલને રખડા પશુએ અડફેટે લીધા હતાં. સુભાષ પટેલને ગાયએ અડફેટે લેતા પાંસળી તૂટી ગઈ છે. અત્રે તમને જણાવીએ કે, થોડા દિવસ પૂર્વે રખડતા પશુની અડફેટે રાણાવાસની મહિલાનું મૃત્યુ થયું હતું. રસ્તા પર રખડતા ઢોરોને અંકુશમાં લાવવા માટે લોકોની માગ ઉઠી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ