બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / former prime minister daughter in law got angry on the road scolded the bike rider

VIDEO / મારી કાર દોઢ કરોડની છે, તારે મરવું હોય બસ નીચે આવી જા..: ભારતના પૂર્વ PMના વહુરાણીએ બાઇક-સવારને ધમકાવ્યો

Arohi

Last Updated: 09:13 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Former Prime Minister Daughter In Law: પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાના પૂત્રવધુ ભવાની રેવન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક બાઈક સવાર પર ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે. તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે "મરવાની ચિંતા કરવાનું બંધ કરો યાર. મારી 1.5 કરોડ રૂપિયાની કારનું શું થશે?"

  • પૂર્વ PMના પૂત્રવધુનો વીડિયો વાયરલ 
  • રસ્તા પર બાઈક સવાર પર થયા ગુસ્સે 
  • કહ્યું- મરવાની ચિંતા ન કર મારી 1.5 કરોડની કાર.....

પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાની પુત્રવધુ ભવાની રેવન્નાએ તેમની લક્ઝરી કારમાં ટક્કર મારનાર એક બાઈક સવારનો જે પ્રકારે ક્લાસ લીધો છો તેનો વીડિયો સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભવાનીના તે નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ જ આલોચના થઈ રહી છે જેમાં તેમણે પોતાની 1.5 કરોડ રૂપિયાની કારને બાઈક સવારના જીવ કરતા વધારે કિંમતી જણાવી છે. 

ઘટનાને લઈને માંગી માફી 
જોકે આ ઘટનાના જવાબમાં ભવાનીના પતિ એક્સ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એસ.ડી.રેવન્નાએ પોતાની પત્નીની ટિપ્પણી માટે માફી માંગી છે. તેમણે કહ્યું, "જો કોઈને ભવાનીની વાતોથી ઠેસ પહોંચી છે તો હું માફી માંગુ છું. તેમના મિત્રની કાર તૂટવા પર તેમણે ગુસ્સામાં આ પ્રતિક્રિયા આપી છે. ભવાનીએ પોતાના જીવનમાં ક્યારેય કોઈને ઈજા નથી પહોંચાડી. "

શું છે સમગ્ર મામલો? 
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભવાની એક બાઈક સવાર પર રોડ પર જ ગુસ્સો કાઢી રહ્યા છે. હકીકતે આ શખ્સની બાઈક ભવાનીની લક્ઝરી કારથી ટકરાઈ હતી. જેના બાદ ભવાનીએ કહ્યું કે જો તમે મરવા માંગો છો તો બસની નીચે જવું હતુંને મારી કારથી કેમ મરવા માંગે છે. વીડિયોમાં તે ગુસ્સામાં બુમો પાડતા જોવા મળી રહ્યા છે કે, "મરવાની ચિંતા કરવાનું બંધ કરો યાર, મારી 1.5 કરોડ રૂપિયાની કારનું શું થશે?"

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ