બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / former governor Vajubhai vada said yesterday came true

ભવિષ્ય સારું ભાખ્યું / ગઈ કાલે ગુજરાતના CM માટે વજુભાઈ વાળાએ જે કહ્યું હતું તે જ સાચું પડ્યું, જોઈ લો VIDEO

Vishnu

Last Updated: 09:03 PM, 12 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈ નવો ચહેરો મુખ્યમંત્રી બની શકે છે.

  • ગઇકાલે વજુભાઈ વાળાએ આપ્યો હતો અંદેશો
  • નવો ચહેરો CM બનશે: વજુભાઈ વાળા
  • આજે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતાં એ વાત સાચી ઠરી

ઈ કરીને તકીયા કલામથી જાણીતા ગુજરાત ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળાએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણી અંગે જણાવ્યું હતું કે, જ્યારે આનંદી બહેન પટેલે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ આપણને સૌને અચાનક લાગ્યું હતું અને વિજય ભાઈ કે નરેન્દ્ર મોદી આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્યારે પણ નવાઈ જ લાગી હતી. પરંતુ રાજકારણમાં અચાનક શબ્દ બહું જાણીતો છે. ખરેખરમાં અચાનક જેવું કાંઈ હોતું જ નથી, આ બધુ પક્ષ દ્વારા પહેલેથી જ નક્કી કરવામાં આવતું હોય છે.

નવો ચહેરો CM બનશે: વજુભાઈ વાળા
તેમણે આ વાતચીતમાં એ વાત પણ ટાંકી હતી કે કોઈ નવો ચહેરો ગુજરાતનો મુખ્યમંત્રી બનશે. ત્યારે વજુભાઈ વાળાની આ વાત આજે સાચી ઠરી છે. કોઈને પણ અનુમાન ન હતું કે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની બાગડોર સંભાળવા ભાજપ મોકો આપી શકે છે. અરે ખુદ ભૂપેન્દ્ર પટેલને પણ છેલ્લી ઘડી સુધી ખબર ન હતી કે તેમનું નામ સીએમ તરીકે ફાઇનલ થઈ ગયું છે.  ત્યારે જુઓ ગઈ કાલે ગુજરાતના CM માટે વજુભાઈ વાળાએ જે કહ્યું હતું તે જ સાચું પડ્યું, જોઈ લો VIDEO

સાથે જ એવું પણ જણાવું કે, મારા કરતા એવા કોઈ કાર્યકર્તાને જવાબદારી સોંપે જે લાંબા સમય સુધી પાર્ટીને કામ આપી શકે. જે કાર્યકર્તા સનિષ્ઠ હોય અને પાર્ટીને નામના કમાવી આપે તેવા જ કાર્યકર્તાને પાર્ટી જવાબદારી આપે છે. વિજય ભાઈ કે નરેન્દ્ર ભાઈ કોઇ જ્ઞાતિ આધારે થોડા મુખ્યમંત્રી બન્યા ? ત્યારે આજે એવું જ થયું અચાનક જ ભૂપેન્દ્ર પટેલનું નામ આવી જતાં સૌ કોઈને ભાજપ હાઈકમાન્ડએ ચોંકાવી દીધા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ