બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Former DYCM Nitin Patel will now hold the post: Form filled in APMC
Priyakant
Last Updated: 02:44 PM, 26 November 2023
ADVERTISEMENT
Kadi APMC Election : રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નીતિન પટેલને કડી APMCમાં મોટું પદ મળશે. વિગતો મુજબ કડી APMCની 15 બેઠકો માટે 85 ઉમેદવારો મેદાને છે. જેને લઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી ઉમેદવારી નોંધાવી છે. જોકે અહી મહત્વનું છે કે, એક માત્ર નીતિન પટેલનું ફોર્મ ભરાતાં નીતિન પટેલ બિનહરીફ બન્યા છે.
મહેસાણા જિલ્લાની કડી APMCમાં 15 બેઠકોની ચૂંટણી માટે 85 ઉમેદવારો મેદાને છે. જેને લઈ કડી APMCમાં 10 ખેડૂત વિભાગ, 4 વેપારી વિભાગ માટે 90 ફોર્મ ભરાયા છે. મહત્વનું છે કે, 90માંથી 5 ફોર્મ રદ થતાં 85 ઉમેદવારો મેદાને છે. આ ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર છે. APMCનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. નોંધનિય છે કે, 30 વર્ષ બાદ કડી APMCમાં સૌથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ADVERTISEMENT
નીતિન પટેલબીનહરીફ
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કડી APMCમાં ઝંપલાવ્યું છે. નીતિન પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી ઉમેદવારી નોંધાવી છે. જોકે અહીં રસપ્રદ વાત એ છે કે, 5 ડિસેમ્બર રોજ મતદાન પહેલા ખરીદ વેચાણ મંડળીમાં એકમાત્ર નીતિન પટેલે જ ફોર્મ ભર્યું હોવાથી તેઓ બિનહરીફ થયા છે. જેથી હવે કડી APMCની ચૂંટણીમાં 14 બેઠકો માટે 85 ઉમેદવારો મેદાનમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.