બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Former Deputy Chief Minister Nitin Patel's sweet slap to BJP leaders and workers exposed the trend within the party.

મહેસાણા / પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને મીઠો ઠપકો, પાર્ટી અંદર ચાલતા ટ્રેન્ડને પાડ્યો ખુલ્લો

Vishal Khamar

Last Updated: 07:10 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડી ખાતે ભાજપનાં હોદ્દેદારો તેમજ કાર્યકરોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નીતિન પટેલે કાર્યકરોને મીઠો ઠપકો આપી તેમની જવાબદારીઓ સમજાવી હતી.

  • પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ભાજપનાં કાર્યકરો તેમજ હોદ્દેદારોને આપ્યો મીઠો ઠપકો
  • હોદ્દેદાર બન્યા પછી લોકોની સેવા ન કરીએ તો સારૂ ન કહેવાયઃ નીતિન પટેલ
  • નીતિન પટેલે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જનતા પ્રત્યેની જવાબદારી સમજાવી

 કડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહેર તેમજ તાલુકાનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યંત્રીએ પક્ષનાં હોદ્દેદારોને મીઠો ઠપકો આપતા કહ્યું હતું કે,  માત્ર સોશિયલ મીડિયામાં ફોટા નાંખવાથી જવાબદારી પૂર્ણ થતી નથી.  ત્યારે હોદ્દેદાર બન્યા પછી લોકોની સેવા ન કરીએ તો સારૂ ન કહેવાય.  કાર્યકરની બધી જવાબદારી સોશિયલ મીડિયામાં આવતા ફોટામાં સમાઈ જાયએ યોગ્ય નહી.  તેમજ નીતિન પટેલે હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ જનતા પ્રત્યેની જવાબદારી સમજાવી હતી. તેમજ જનતા પ્રત્યેની જવાબદારી સમજીને પક્ષને આગળ વધારવા નીતિન પટેલે સલાહ આપી હતી. કડી તાલુકા ભાજપનાં સ્નેહમિલનમાં નીતિન પટેલે કાર્યકર્તાઓને જનતા પ્રત્યે જવાબદારી સમજાવી હતી. 

 નસીબદાર વ્યક્તિને જ હોદ્દો મળતો હોય છેઃ નીતિન પટેલ 
હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને વધુમાં તેમની જવાબદારી સમજાવતા નીતિન પટેલે કહ્યું કે, એમ જ કોઈ હોદ્દા પર પહોંચતું નથી. હોદ્દા સુધી પહોંચવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડે છે. તેમજ નસીબદાર વ્યક્તિને જ હોદ્દો મળતો હોય છે.  ત્યારે કોઈ સ્ત્રી અનામત કે અનેય કોઈ અનામત બેઠક આવતી હોય તો તેમને હોદ્દેદાર બનાવવા પડે. આ કાર્યક્રમમાં શહેર અને તાલુકા ભાજપનાં હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ