બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Former Chief Minister of Punjab Captain Amarinder Singh joined BJP, party PLC-Punjab Lok Congress also merged

BIG NEWS / પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપમાં જોડાયા, પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનો પણ વિલય થયો

Priyakant

Last Updated: 06:23 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ આજે પોતાના પુત્ર અને પુત્રી સાથે ભાજપમાં જોડાઈ ગયા

  • પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે BJPમાં જોડાયા
  • પંજાબ લોક કોંગ્રેસનું ભારતીય જનતા પાર્ટીમાં વિલય
  • નરેન્દ્ર સિંહ તોમર અને કિરેન રિજિજુએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ સાથે કેપ્ટન અમરિંદરે પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભારતીય જનતા પાર્ટીમાં વિલય પણ કરી દીધું છે. આજે મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કિરેન રિજિજુએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું. અમરિંદરની સાથે તેમના ઘણા સહયોગીઓ પણ ભાજપમાં જોડાયા હતા.


પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ આજે પોતાના પુત્ર અને પુત્રી સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે તેમના પક્ષ પંજાબ લોક કોંગ્રેસનો પણ ભાજપમાં વિલય થઈ ગયો છે. પાટનગર નવી દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે કેપ્ટન અમરિંદરસિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં પ્રાથમિક સભ્યપદ ગ્રહણ કરીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેમની સાથે પંજાબના છ પૂર્વ ધારાસભ્યો, કેપ્ટનના પુત્ર રણઈંદરસિંહ, પુત્રી જયઈંદર કૌર, પૌત્ર નિર્વાણસિંહ પણ ભાજપમાં જોડાયા છે, જોકે કેપ્ટનનાં પત્ની સાંસદ પરનીતકૌર હાલ કોંગ્રેસમાં જ રહેશે. 

મહત્વનું છે કે, આ અગાઉ પણ કેપ્ટનના કેટલાય સાથીઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટન અમરિંદરસિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડીને નવા પક્ષ પંજાબ લોક કોંગ્રેસની રચના કરી હતી અને પંજાબની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. એ વખતે તેમના પુત્ર રણઈંદરસિંહે જ ભાજપ સાથે તાલમેલ સાધીને ટિકિટની વહેંચણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ની આંધી સામે કેપ્ટનનો પક્ષ પરાજિત થયો હતો અને ભાજપ પણ હાંસિયામાં ધકેલાઈ ગયો હતો.

તો શું હવે કેપ્ટનને મોટી જવાબદારી મળશે ? 

અમરિંદરસિંહ  કેપ્ટનના હવે ભાજપમાં સામેલ થવાના પગલે ભાજપ તેમને અને તેમના નિકટના સાથીઓને પંજાબમાં કોઈ મોટી જવાબદારી સોંપે તેવાં એંધાણ છે. એવા પણ અહેવાલો છે કે, કેપ્ટનને કદાચ કેન્દ્ર સરકારમાં પણ કોઈ મોટી જવાબદારી મળી શકે છે. હકીકતમાં ભાજપ પંજાબમાં પોતાના સંગઠનને મજબૂત કરવામાં વ્યસ્ત છે અને પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ કેપ્ટન અશ્વની શર્માનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થનાર છે અને તેથી સૂત્રોના જણાવ્યા અનુસાર અમરિંદર ઉપરાંત તેમના સાથીઓને પણ પંજાબ ભાજપની મોટી જવાબદારી સોંપાઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ