બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former BJP MP Chandresh Patel made serious allegations regarding land re-survey

રાજકારણ / "જમીન રી સર્વેની કામગીરીમાં 80% ક્ષતિ છે રદ કરો" ભાજપના જ પૂર્વ સાંસદે કર્યા ગંભીર આક્ષેપ

Ronak

Last Updated: 03:41 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમીન રી સર્વેની કામગીરીને લઈને ભાજપના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે રી સર્વેની કામગીરી 80 ટકા ક્ષતી છે. જેથી તેમણે રી સર્વેની કામગીરી રદ કરવા માગ કરી છે.

  • જમીન સર્વેની કામગીરીને રદ કરવાની માગ ઉઠી 
  • ભાજપનાજ પૂર્વ સાંસદે કામગીરી રદ કરવાની માગ કરી 
  • રી સર્વે રામગીરીમાં અધિકારીઓ બેફાન લૂંટ ચલાવે છે: પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ 

ગુજરાતમાં જમીનના સર્વેની લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ત્યારે જમીન રી સર્વે મુદ્દે ભાજપના પૂર્વ સાંસદે મહત્વનુ નિવેદન આપ્યું છે. પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલે જમીન માપણીને રદ કરવાની માંગ ઉઠાવી છે. તેમને જણાવ્યુ હતુ કે, જમીન માપણીમાં  80 ટકા ક્ષતિઓ આવેલી છે. આથી  જૂની માપણી માન્ય રાખવી જોઈએ અને નવી માપણી રદ કરવી જોઈયે. 

મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી 

ભાજપના પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે જમીન માપણી મામલે એવો પણ આરોપ લગાવ્યો કે, આ રીસર્વેના પ્રશ્નોને લઈને અધિકારીઓ બેફામ લૂંટ ચલાવે છે. રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જે રીસર્વે કર્યો હતો તેમાં મોટા ભાગે ક્ષતિઓ થઈ હોવાથી ચંદ્રેશ પટેલે કહ્યુ હતુ કે, આ મુદ્દાને લઈ ભાઈ ભાઈ અને પાડોશી પાડોશી વચ્ચે વેર વધશે. જેથી આ પ્રોજેકટ પડતો મુકાય એ જ એક માત્ર રસ્તો છે. આ મામલે ચંદ્રેશ પટેલે રજૂઆત પણ કરી છે. સાથેજ આ સમગ્ર મામલે તેમણે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. 

કૃષીમંત્રીએ આપ્યું નિવેદન 

સમગ્ર મુદ્દે હવે રાજ્યના કૃષીમંત્રી ભાજપના નેતાના આ નિવેદન બાદ સામે આવ્યા છે. રાઘવજી પટેલે પુર્વ સાંસદની માગ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ કે, તેઓ અમારી પાર્ટીના નેતા છે. તેમની પાસે ખેડૂતોની જે કોઈ સમસ્યા હોય તેને રજૂ કરવાનો ચંદ્રેશ પટેલને અધિકાર છે. 

80 ટકા ક્ષતીઓ હોવાનો ઉલ્લેખ 

ઉલ્લેખનીય છે કે, ચંદ્રેશ પટેલે જમીન માપણીને રદ કરવાની રજૂઆત સાથે જણાવ્યુ છે કે, આ રી સર્વેમાં 80 ટકા ક્ષતિઓ છે, આ ભુલોને સુધારવા અધિકારીઓ અરજદારો પાસેથી બેફામ લૂંટ ચલાવે છે. જેથી રી સર્વેને રદ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

મહેસૂલ મંત્રીનું નિવેદન 

ઉલ્લેખનીય છે કે આ મામલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર તિવારી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું છે કે જમીન રી સર્વેની કામગીરીમાં 80 ટકા નહી પરંતુ 20 ટકા જ ક્ષતીઓ છે. સાથેજ તેમણે કહ્યું કે અમે અમારી કક્ષાએથી ક્ષતિઓ સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે. અને રિ સર્વે સુધારવાની કામગીરી ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ