બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / Foreign Ministry's big statement on target killing of terrorists in Pakistan

નિવેદન / 'જેઓ ભારતમાં વોન્ટેડ છે...', પાકિસ્તાનમાં આતંકીઓના ટાર્ગેટ કિલિંગ પર વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 09:02 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arindam Bagchi Statement Latest News: વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે કહ્યું કે જેઓ ભારતીય સત્તાવાળાઓ દ્વારા વોન્ટેડ છે, તેઓએ અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ

  • પાકિસ્તાનમાં 'અજ્ઞાત બંદૂકધારીઓ' દ્વારા વોન્ટેડ આતંકવાદીઓની હત્યામાં વધારો 
  • ટાર્ગેટ કિલિંગને લઇ ભારતનું વિદેશ મંત્રાલય એક્શનમાં
  • ભારત હંમેશા ધમકીઓને ગંભીરતાથી લે છે: વિદેશ મંત્રાલય 

Arindam Bagchi Statement : છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં 'અજ્ઞાત બંદૂકધારીઓ' દ્વારા ઘણા વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. પહેલીવાર ભારતીય વિદેશ મંત્રાલયે આ હત્યાઓ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે કહ્યું કે જેઓ ભારતીય સત્તાવાળાઓ દ્વારા વોન્ટેડ છે, તેઓએ અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ. 

શું કહ્યું વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ? 
આ તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, જે લોકો ભારતમાં ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વોન્ટેડ છે, અમે ઈચ્છીએ છીએ કે તેઓ ભારત આવે અને અમારી કાયદાકીય વ્યવસ્થાનો સામનો કરે, પરંતુ હું પાકિસ્તાનમાં થઈ રહેલી ઘટનાઓ પર ટિપ્પણી કરી શકતો નથી."

ઉલ્લેખનીય છે કે 2015માં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના કાફલા પર હુમલાની માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી હંજાલા અદનાનને તાજેતરમાં પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા માર્યો ગયો હતો. . હંજલા અદનાનને 2 અને 3 ડિસેમ્બરની મધ્યરાત્રિએ તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.

ભારત ધમકીઓને ગંભીરતાથી લે છે: વિદેશ મંત્રાલય 
આ તરફ જ્યારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા 13 ડિસેમ્બરે અથવા તે પહેલાં સંસદ પર હુમલો કરવાની ધમકી વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત હંમેશા ધમકીઓને ગંભીરતાથી લે છે. જોકે વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેઓ 'ઉગ્રવાદીઓ છે જેઓ આવી ધમકીઓ આપે છે. અમે તેમને પ્રમોટ કરવા કે ક્રેડિટ આપવા માંગતા નથી.

આ સાથે અરિંદમ બાગચીએ કહ્યું, "અમે ધમકીઓને ગંભીરતાથી લઈએ છીએ. હું ધમકીઓ આપતા ઉગ્રવાદીઓને પ્રોત્સાહિત કરવા કે તેમને વધુ મહત્વ આપવા માંગતો નથી. અમે યુએસ અને કેનેડિયન સત્તાવાળાઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે. 

કતારમાં ભૂતપૂર્વ ખલાસીઓની સજા પર શું કહ્યું ? 
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કતારમાં આઠ ભારતીયોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ વિશે પણ વાત કરી અને કહ્યું કે, ભારત આ કેસ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું, તે દરમિયાન 3 ડિસેમ્બરે જેલમાં તમામ 8 લોકોને મળવા અમારા રાજદૂતને કોન્સ્યુલર એક્સેસ મળી. આ એક સંવેદનશીલ મુદ્દો છે, પરંતુ અમે નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખીશું અને અમારાથી જે થઈ શકે તે શેર કરીશું.

નોંધનિય છે કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનમાં આ રીતે આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ પહેલા મુફ્તી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહમદ અહંગર, બશીર અહમદ પીર જેવા ઘણા આતંકવાદીઓ પણ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. એટલું જ નહીં તાજેતરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હતી. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ