બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Forecast of non-seasonal rains with pink frost in the state, an atmosphere of concern among farmers

કમોસમી વરસાદ / ભર શિયાળે ચોમાસું? ગુજરાતમાં આ તારીખ દરમિયાન વરસાદની આગાહી, ખેડૂતોની વધશે ચિંતા

Ronak

Last Updated: 02:53 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે કમોસમી વરસાદ પડશે. જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી 
  • અમદાવાદમાં પણ પડી શકે છે કમોસમી વરાસાદ 
  • કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી 

રાજ્યમાં આ વર્ષે ચોમાસું થોડું મોડું આવ્યું હતું જેના કારણે ઓક્ટોમ્બર મહિનામાં પણ વરસાદ પડ્યો હતો. જોકે આ વર્ષે ચોમાસામાં વરસાદ ભરપૂર પ્રમામણાં પડ્યો હતો. તેમા પણ સૌરાષ્ટ્ર બાજુ અતિવૃષ્ટીને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. જેમા ખાસ કરીને જગતના તાતને ભારે નુકશાન થયું હતું. 

હવામાન વિભાગે કરી આગાહી 

જોકે હવે રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ આવશે. આ મામલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમા અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. 

અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે 

વાતાવરણમાં પલટો આવવાને કારણે અમદાવાદ પર ખાસ અસર પડી શકે છે. તેમા પણ ખાસ કરીને અમદાવાદમાં વરસાદ પડી શકે છે. જેને લઇને લોકોમાં હવે ચિંતાનો માહોલ છે. એકતરફ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેવામાં કમોસમી વરસાદનું આગમન થશે જેના કારણે લોકોમાં ચીંતા જોવા મળી રહી છે. 

3 દિવસ રાજ્યમાં અસર રહેશે 

લો પ્રેશરની અસર રાજ્યમાં 3 દિવસ સુધી રહેશે. જેમા સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કમોસમી વરાસદ પડી શકે છે. તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ, તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ખેડૂતોમાં ચિંતાનો માહોલ 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથેજ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે વધુમાં ફરીથી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ