બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / For two and a half years, two children could not even spit food or saliva! A very rare successful surgery in civil

ઇસોફેજલ એટ્રેસિયા / અઢી વર્ષ સુધી બે બાળકો ખોરાક શું લાળ પણ ઉતારી ન શક્યા! સિવિલમાં થઈ સફળ અતિ દુર્લભ સર્જરી, બંને માતાઓની આંખોમાં હર્ષના આંસુ

Vishal Khamar

Last Updated: 10:02 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્મજાત અન્નનળીની ખામીને કારણે અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા છે. ત્યારે બંને જઠરોમાંથી અન્નનળી બનાવી મોં થી ખોરાક લેતા કર્યા છે.

  • જન્મજત અન્નનળીની ખામીને કારણે ખોરાક ન લઈ શકતા બે બાળકોની સફળ સર્જરી
  • બંને સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા
  • જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને દિવાળી પૂર્વે અમુલ્ય ભેટ આપી : ડૉ. રાકેશ જોષી 

કોઇપણ ખોરાક ખાવાનું કાર્ય આપણા બધાને ખૂબ જ સરળ લાગે છે. વાસ્તવમાં, આપણામાંના ઘણાબધા, પુખ્ત વયના અને બાળકો બંને આપણને જે મનપસંદ તેમજ ભાવતુ હોય તેવુ જ ખાવા નો આગ્રહ રાખીએ છીએ. 

પરંતુ એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જ્યારે તમે ખોરાક તો જવા દો, લાળ પણ ગળી ન શકો અને જો આવી પરીસ્થિતિ કોઇ બાળકની હોય તેવુ કહેવામાં આવે તો વિચાર માત્ર થી હ્રદય દ્રવી ઉઠે. જ્યારે બાળકને જન્મજાત ખામીને લીધે  ખોરાકની નળી યોગ્ય રીતે બની ન હોય. ત્યારે આવી સ્થિતિ ઉદભવે છે.  અંદાજીત  દર 3200 માંથી લગભગ એક બાળક આ જન્મજાત ખામી સાથે જન્મે છે. જેને ઇસોફેજલ એટ્રેસિયા કહેવાય છે.  સામાન્ય રીતે આવા બાળકોમાં ફુડપાઈપ અને વિન્ડપાઈપ પણ એકબીજા સાથે અસામાન્ય રીતે જોડાયેલા હોય છે.  જો કે, 'માત્ર  અન્નનળીના એટ્રેસિયા' તરીકે ઓળખાતી, દુર્લભ ખામી જેનો વ્યાપ 8% છે. તેમાં કુદરતી રીતે કોઈ અન્નનળી કે ફૂડ પાઇપ હોતી નથી. પરંતુ તેની જગ્યાએ ગળાથી થોડે નીચે સુધી એક બંધ છેડો તથા જઠર થી થોડે ઉપર સુધી બીજો બંધ છેડો હોય છે. જેથી મોં દ્વારા લાળ પણ ગળી શકાતી નથી.  

બંને બાળકો પર શસ્ત્રક્રિયા કરી ઓપરશન કરવામાં આવ્યું
સ્મિત અને મિતાંશ એવા બે બાળકો છે જે આ દુર્લભ જન્મજાત ખામી સાથે જન્મ્યા હતા. સ્મિત ભરૂચના મજુરી કરી ગુજરાન ચલાવતા વિશાલભાઇ અને દક્ષાબેન ગોહિલનો અઢી વર્ષનો પુત્ર છે જ્યારે મિતાંશ 2 વર્ષ અને 4 મહિનાનો છે અને તેના માતા-પિતા ભાવનાબેન અને મયુરભાઇ પરમાર અમદાવાદના રહેવાસી છે. જન્મબાદ આજદીન સુધી આ છોકરાઓ પોતાના મોઢાથી અન્નનો એક દાણો પણ લઇ શક્યા ન હતા. જીવનના પ્રથમ દિવસે જ  આ દુર્લભ બીમારીની ખબર પડતા બંને બાળકો ઉપર પ્રાથમિક શસ્ત્રક્રિયા કરી ઇસોફેગોસ્ટોમી એટલે કે અન્નનળીના ઉપરના બંધ ભાગને ખોલી ગળાના બહારના ભાગમાં કાઢવાનુ (લાળ બહાર આવવા માટે ) અને ગેસ્ટ્રોસ્ટોમી એટલે કે જઠરમાં પ્રવાહી ખોરાક સીધો આપવા માટે પેટમાં નળી મુકવા નું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. 

નળી મારફતે બાળકોને પ્રવાહી ખોરાક આપતા રહ્યા
આ બેઉ પરિવારો માટે જીવનનો આ સમય ખૂબ જ કઠિન અને દયનીય હતો. પોતાના વ્હાલ્સોયા દીકરાઓને જીવાડવા માતાપિતા કેટલી હદ સુધી સંઘર્ષ કરી શકે છે. તેનુ આ ઉતમ ઉદાહરણ છે.  જન્મબાદ થી બે વર્ષ સુધી આ બંને માતાપિતાએ પોતાના બાળકોને ડોક્ટરોની સલાહ મુજબ બાળકને લાળ સતત બહાર આવ્યા કરે અને ભુલથી પણ તેમાં ભરાવો થઇ લાળ શ્વાસનળીમાં ન જાય તેની કાળજી લીધી અને પેટ ઉપર મુકેલી નળી દ્વારા દર બે થી ત્રણ કલાકનાં સમયાંતરે દિવસ રાત જોયા વગર ચોક્કસ માત્રામાં પ્રવાહી ખોરાક પોષણ માટે આપતા રહ્યા.  20 સપ્ટેમ્બર2023 અને 20 ઑક્ટોબર 2023 ના રોજ, સ્મિત અને મિતાંશ ને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રિક પુલ અપ નામની નિર્ણાયક સર્જરી કરવામાં આવી.જઠરનો ઉપયોગ કરીને છાતીના હાડકાની પાછળથી અન્નનળી ના ઉપરના ખૂલ્લા ભાગ સુધી ખેંચીને નવી ફૂડ પાઇપ બનાવવામાં આવી. 

બાળ સર્જરી વિભાગ દ્વારા બાળકોની સફળ સર્જરી કરાઈ
આ શસ્ત્રક્રિયા ડો. રાકેશ જોષી (વિભાગ ના વડા, બાળ સર્જરી વિભાગ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ), ડો. જયશ્રી રામજી (એસોસિયેટ પ્રોફેસર, બાળ સર્જરી વિભાગ) દ્વારા કરવામાં આવી હતી. એનેસ્થેસિયા ટીમનું નેતૃત્વ ડો. ભાવના રાવલ (પ્રોફેસર) અને ડો. નમ્રતા (એસોસિયેટ પ્રોફેસર) દ્વારા કરવામાં આવ્યુ અને એક જટીલ સર્જરી સફળતાપુર્વક પાર પાડવામાં આવી.

બંને બાળકોએ અઢી વર્ષમાં પ્રથમ વખત ખોરાકનો સ્વાદ ચાખ્યો
આ સર્જરી વિશે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, જઠરના ભાગને છાતી સુધી ખેંચવા છતા પણ તે સ્વસ્થ રહે તે સુનિશ્ચિત કરવુ એ આ ઓપરેશન માટે સૌથી વધુ પડકારજનક હતુ. સદનસીબે, ઓપરેશન અને તે પછી નો પોસ્ટઓપરેટીવ સમય બંને બાળકોમાં  કોઈપણ તકલીફ વિના, સરળતાથી પુરો થયો. ઓપરેશન પછી શરુઆત ના સમય માં બાળકોને પોષણ પૂરું પાડવા માટે નાના આંતરડામાં કામચલાઉ ફીડિંગ ટ્યુબ મૂકવામાં આવી હતી. નવી બનાવેલી અન્નનળી સારી રીતે જોડાય ગઇ છે અને તેમાં રુઝ બરાબર આવી ગઇ છે તેની ખાતરી કર્યા બાદ બંને  છોકરાઓને મોઢેથી  ખોરાક આપવામાં આવ્યો અને બંને હવે સારી રીતે ખોરાક મોઢેથી લઈ શકે છે. બંને બાળકો એ તેમના જીવનના અઢી વર્ષમાં પ્રથમ વખત ખોરાકનો સ્વાદ ચાખ્યો! તેમના ચહેરા પરના હાવભાવ અને તેમના માતાપિતાનો આનંદ અમૂલ્ય અને અવર્ણનીય હતો! આ સંતોષકારક સર્જરીમાં સામેલ અમારા બધા માટે, એક મહિનાના સમયગાળામાં આ બે સફળતા દિવાળીની વહેલી ભેટ સમાન છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ