બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

VTV / ગુજરાત / Following the prediction of heat wave Gujarat government took action and gave certain orders

પ્રચંડ ગરમી / શ્રમિકોને બપોરે 1 થી 4 કલાક કામ ન કરાવો, હીટવેવ જોતાં ગુજ. સરકારે આપ્યા મોટા 7 આદેશ

Vishal Dave

Last Updated: 06:23 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા આદેશ અપાયો છે.  શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના અપાઇ છે

રાજ્યમાં હિટવેવની આગાહીને લઇ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.  મહેસુલ વિભાગ દ્વારા વિવિધ વિભાગોને પત્ર લખી ગુજરાત હિટવેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરવા આદેશ અપાયો છે.. આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા હુકમ કરાયો છે. 

શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના

સરકારી હોસ્પિટલ, સીએચસી-પીએચસી પર પુરતો દવાનો જથ્થો રાખવા સૂચના કરાયું છે.. હિટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા પણ આદેશ અપાયો છે.  શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન આપવા સૂચના અપાઇ છે.  હિટવેવ સાયલન્ટ ડિઝાસ્ટર હોવાથી પુરતી તૈયારી કરવાના આદેશ અપાયા છે.. 

ગરમી વધવાની આગાહી છે 

-વાતાવરણમાં પલટા પછી ફરીએકવાર સમગ્ર રાજ્ય ગરમમાં શેકાવા લાગ્યું છે.  તાપમાનનો પારો સતત વધતો જઇ રહ્યો છે.. હવામાન નિષ્ણાંતો હજુ વધારે ગરમી પડવાની આગાહી કરી રહ્યા છે. રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે  25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે..  અને સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ તાપમાન રહેશે. 

-પરેશ ગોસ્વામીએ કહ્યું કે હાલ 2016, 2018 પેટર્ન મુજબ તાપમાન જોવા મળી રહ્યુ છે 2016, 2018, 2024 10 વર્ષમાં સૌથી વધુ ગરમ વર્ષ રહ્યા છે.  આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરે્ન્દ્રનગરમાં ઉચુ તાપમાન રહેશે તેવું તેમણે કહ્યું.  મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, કપડવંજમાં વધુ ગરમી રહેશે તેવું તેમણે જણાવ્યું.. 

-ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને ઈડરમાં વધુ તાપમાન રહેવાની આગાહી કરાઇ છે. જે 44 ડિગ્રી સુધી નોંધાવવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.  મે મહિનામાં એપ્રિલ કરતા પણ વધુ ગરમી જોવા મળી શકે છે. 


લૂ લાગે તો આ સારવાર કરો

ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું. વ્યક્તીને તાત્કાલીક નજીકના સ્વાસ્થય કેન્દ્ર ઉપર લઇ જવા. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઊલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલસ બોલાવવી.


આટલું ન કરો

બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું. ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. ખુલ્લા પગે બહાર ન જવું. આવા સમયે રસોઇ ન કરો, બને તો રસોઈ વહેલા કરી લેવી. રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ લેવાનું ટાળો. પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ