બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Follow these superpower tips to sharpen your mind and intelligence

લાઇફસ્ટાઇલ / તેજ માઇન્ડ અને બુદ્ધિને તીક્ષ્ણ બનાવવા ફોલો કરો આ સુપરપાવર ટિપ્સ, વૈજ્ઞાનિકે આપી જોરદાર ફોર્મ્યુલા

Pooja Khunti

Last Updated: 10:23 AM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tips to sharp your brain: માણસનું મગજ અને બુદ્ધિ કુદરતી છે. દરેક વ્યક્તિ આઈન્સ્ટાઈન નથી બની શકતો પણ તે નવી-નવી વસ્તુઓને સીખીને મગજશક્તિ તો તેજ બનાવી જ શકે છે.

  • દરેક વય અને વર્ગનાં લોકો સાથે મિત્રતા કરવી
  • મગજશક્તિ મજબૂત કરવા માટે પોષ્ટીક આહાર ખુબજ જરૂરી
  • ધ્યાન અને યોગ મનની એકાગ્રતા વધારે 

ઘણી વાર એવું બને છે કે લોકોને ચહેરો યાદ હોય પણ નામ યાદ નથી રહેતું. તેનું કારણ છે યાદશક્તિ નબળી થવી. એવું નથી કે તે વ્યક્તિનું મગજ નબળું છે પણ હવે તેની યાદશક્તિ નબળી થવા લાગી છે. આવું થાય ત્યારે શું કરવું જોઈએ. ઘણા લોકો મગજ શક્તિ વધારવા માટે અમુક ફૂડ્સ ખાવાનું કહે છે તો ઘણા લોકો અન્ય કોઈ બીજી સલાહ આપતા હોય છે. આ બધું કરવાથી ફાયદો થશે એવી કોઈ ગેરેન્ટી નથી. એટલા માટે વૈજ્ઞાનિકો દ્વારા જણાવેલી અમુક ટિપ્સ ફોલો કરો. જેથી તમને મગજ શક્તિ અને યાદ શક્તિ વધારવામાં મદદ મળશે. 

નંબર ગેમ રમો 
તમારે નંબર ગેમ રમવી જોઈએ. જેમાં બોક્સનાં અમુક ખાનાઓમાં નંબર હોય અને બાકીનાં ખાના કાળા રંગનાં હોય છે. તેની અંદર એક નક્કી રકમ સુધી પહોંચવા માટે ખાલી ખાનાની અંદર નંબર લખવાના હોય છે. ઘણીવાર ગણિતની સમસ્યા ઉકેલવાથી પણ મગજ શક્તિ મજબૂત બની શકે છે. 

સારા મિત્રો બનાવો 
જો તમે સારા મિત્રો બનાવશો તો તમારી અંદર સર્જનાત્મકતાનો વિકાસ થશે. તમારું મન ખુશ રહેશે. જોકે એક સમાન મિત્રો ન બનાવવા જોઈએ. દરેક વય અને વર્ગનાં લોકો સાથે મિત્રતા કરવી જોઈએ. જો તમે વિદેશી દોસ્ત બનાવશો તો તેનો પણ ફાયદો થશે. 

વિદેશી ભાષા સીખવી 
મગજને તેજ બનાવવા માટે માતૃ ભાષા સિવાય પણ અન્ય ભાષા જેમકે વિદેશી ભાષા પણ સીખવી જોઈએ. જેટલી ભાષા સીખશો એટલો ફાયદો થશે. અન્ય ભાષા પર જેટલી પકડ હશે બુદ્ધિ પણ એટલી જ તેજ બનશે. 

આહાર 
મગજશક્તિ મજબૂત કરવા માટે પોષ્ટીક આહાર ખૂબજ જરૂરી છે. જે ફૂડ્સમાં એન્ટીઓક્સિડેન્ટ, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન અને મિનરલ્સ હોય છે તેનાં સેવનથી મગજશક્તિ મજબૂત બને છે. જેમકે તાજા શાકભાજી, ફળ, માછલી, કોળાનાં બીજ, અનાજ, બ્લૂબેરી, સ્ટ્રોબેરી, કોબી અને અખરોટ વગેરે બ્રેન બૂસ્ટિંગ ફૂડ છે. તેની અંદર એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે જે મગજનાં કોષોને થતાં નુકશાનથી બચાવે છે.  

ધ્યાન અથવા યોગ 
ધ્યાન અને યોગ મનની એકાગ્રતા વધારવાનું કામ કરે છે. ધ્યાન કરવાથી શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. જેથી મગજ શાંત રહે છે અને કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ