બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / follow healthy food chart after recovering from covid19

ડાયટ ચાર્ટ / કોરોના સંક્રમણ બાદ કરી રહ્યા છો રિકવરી તો ફોલો કરો આ ખાસ ડાયટ ચાર્ટ, જલ્દી વધશે ઈમ્યૂનિટી

Bhushita

Last Updated: 09:19 AM, 31 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાથી સાજા થયા બાદ દર્દીની ઇમ્યૂનિટીમાં વધારો થવાનું કામ મુશ્કેલ છે, આ માટે જો તમે અહીં આપેલો ડાયટ ચાર્ટ ફોલો કરો છો તો ઈમ્યૂન સિસ્ટમ ઝડપથી રીકવરી મેળવી શકે છે.

  • કોરોનાથી સાજા થવામાં કરો આ કામ
  • આ ખાસ ડાયટ ચાર્ટ કરશે તમારી મદદ
  • ઈમ્યૂનિટીમાં વધારો કરવા માટે મદદ કરશે આ ડાયટ ચાર્ટ

 
કોરોના મહામારીએ દુનિયામાં કોહરામ મચાવ્યો છે. અત્યાર સુધીમાં અનેક લોકો તેનો શિકાર બની ચૂક્યા છે અને તેનાથી અનેક લોકો દુનિયામાં મોતને ભેટ્યા છે. કોરોનાથી સાજા થનારા અનેક લોકોમાં અનેક બીમારીઓના લક્ષણો સામે આવી રહ્યા છે. તેની સૌથી વધારે અસર દર્દીની રોગ પ્રતિરોધક ક્ષમતા પર પડે છે. આ કારણે કોરોનાથી સાજા થયા બાદ પણ દર્દીઓ સારી રીતે રીકવર થઈ શકતા નથી. 

ઈમ્યૂન સિસ્ટમને ક્યોર કરવાનું દર્દી માટે રહે છે જરૂરી
કોરોનાથી સાજા થયેલા દર્દીએ ઈમ્યૂન સિસ્ટમને સારી રાખવાનું કામ મહત્વનું છે. જો તેમાં કોઈ ખામી રહેશે તો દર્દી ફરીથી કોરોનાની ઝપેટમાં આવી શકે છે. આ સ્થિતિથી બચવા માટે દર્દીને પોસ્ટ રિકવરી મેડિસિન અને મલ્ટી વિટામિન્સ સિવાય હેલ્ધી ફૂડ ચાર્ટ ફોલો કરવાની સલાહ આપવામાં આવે છે. કોરોનાની પોસ્ટ રીકવરી સમયે પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો. આ સિવાય આંતરિક મજબૂતી માટે  અને બીમારીના દુષ્પ્રભાવથી બચવા માટે પણ ખાસ ડાયટ ચાર્ટને ફોલો કરાય તે જરૂરી છે. જેનાથી દર્દી ફરીથી ઈમ્યૂનિટી વધારી શકે છે અને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સની ખામીને ભરપાઈ કરી શકે છે.  

આ ડાયટ ચાર્ટને કરો ફોલો
 

  • વિટામિન સી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મહત્વનું રહે છે. તેની મદદથી શરીરમાં શ્વેત રક્ત કોશિકાઓ જન્મે છે. આ સમયે વિટામિન સીથી ભરપૂર ફળ અને ખાદ્યપદાર્થોનું સેવન કરવું. જેમકે આમળા, નારંગી, દ્રાક્ષ, લીંબુ, જામફળ, પાઈનેપલ, પાલક, કાશા મરી, ટામેટા, ગાજર, બ્રોકલી, પાનના શાક જેમાં વિટામીન એ, ઈ અને સી ભરપૂર હોય છે.
  • ન્યૂટ્રીશનિસ્ટ સલાહ આપે છે કે દિવસની શરૂઆત આમળાના જ્યૂસ કે ગાજરના જ્યૂસ સાથે કરવાથી કે પછી ગ્રીન સ્મૂધી કે હળદર વાળું દૂધ લેવાથી કરી લેવી. આ સિવાય ગ્રીન ટી, આદુની ટા પણ દિવસને સુધારવામાં મદદ કરી શકે છે. 
  • બ્રેકફાસ્ટમાં સામાન્ય અને હેલ્ધી ફૂડ લેવું. તેમાં તમે ઓટ્સ, દલિયા, કોર્ન ફ્લેક્સ્, ઈડલી, પ્લેન ઢોંસા, બ્રાઉન બ્રેડ, મિક્સ દાળ ચિલ્લાને સામેલ કરી શકો છો.

  • આ સિવાય લંચમાં તમે ઘરે બનાવેલું ખાવાનું ખાઈ શકો છો. તેમાં રોટલી, દાળ, શાક, ભાતને સામેલ કરો. 
  • સાંજે સ્નેક્સમાં તીખું અને તળેલું ખાવાનું ખાવાને બદલે બદામ, પલાળેલી શિંગ, રોસ્ટેડ ચણાને સામેલ કરો. 
  • રાતના સમયે સામાન્ય ખોરાક લેવો. જેમકે ઘરની બનેલી ખિચડી, થુલી વગેરે. સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ પીવાથી લાભ થશે. 
  • આ સિવાય ઝડપથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે દિવસમાં 5- 6 પ્રકારના ફળ ખાવા. તેમાં મેંગો કસ્ટર્ડ, તરબૂચનું સલાડ, કેળા, શાકનો જ્યુસ અને શાકના રાયતા સામેલ કરી શકાય છે.  
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ