બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Folk writer Mayabhai Ahir shared documents on social media about buying land on the moon

સત્ય શું? / માયાભાઇ આહિરે હોંશે હોંશે ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હોવાના સર્ટિફિકેટ બતાવ્યા, પણ એ 'પસ્તી' સિવાય કશું નથી, સત્ય જાણીને ચોંકી જશો

Malay

Last Updated: 07:20 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Special: લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે ચંદ્ર પર જમીન ખરીદી હોવાના ડોક્યુમેન્ટ્સ સોશિયલ મીડિયા પર કર્યા શેર, શું ખરેખર ખરીદી શકાય છે ચંદ્ર પર જમીન?, વાંચો vtvgujarati.comનો ખાસ અહેવાલ.

  • માયાભાઈ આહિરે ચંદ્ર પર જમીન ખરીદી 
  • અમેરિકા સ્થિત સંસ્થામાં કરાવ્યું રજીસ્ટ્રેશન 
  • ડોક્યુમેન્ટ્સ સોશિયલ મીડિયા પર કર્યા શેર 
  • શું કોઈ ખરેખર ચંદ્ર પર ખરીદી શકે છે જમીન?
  • ચંદ્ર પર જમીન ખરીદવા અંગે VTVએ કર્યું રિસર્ચ 

ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડ થયા બાદ ઇતિહાસ રચી દીધો છે. જે બાદથી ચારેય બાજુથી ઇસરોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.  ચંદ્ર પર ભારતનો ઝંડો લહેરાયા બાદ ફરી એક વખત ચંદ્ર પર લોકો જમીન ખરીદી રહ્યા છે. ત્યારે હવે આમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનું નામ પણ ઉમેરાઈ ગયું છે. માયાભાઈ આહિરે ચંદ્ર પર જમીન ખરીદી છે, જેની માહિતી તેમના દ્વારા ફેસબુક પોસ્ટ કરીને આપવામાં આવી છે. તેમણે અમેરિકા સ્થિત સંસ્થામાં જમીન ખરીદીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન અંગેના ડોક્યુમેન્ટ પણ તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. 

રાજકોટમાં એક યુવકે પત્નીને ગિફ્ટ કરી હતી જમીન 
તાજેતરમાં જ રાજકોટના એક યુવકે તેની પત્નીને બર્થ ડે પર ચંદ્ર પર જમીન ગિફ્ટ કરી હતી અને એ પહેલા સુરતમાં એક મામાએ એની ભાણીને ચંદ્ર પર 1 એકર જમીન ખરીદીને ગિફ્ટ કરી હતી,  આ બધુ જોઈને તમારા મનમાં એવા ઘણા સવાલો થતા હશે કે, આ ચંદ્ર પર જમીન કોણ વેચતું હશે? શું આપણે ચંદ્ર પર જમીન ખરીદી શકીએ? શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદવી લીગલ છે? અને ચંદ્ર પર જમીનનો ભાવ શું હશે? ત્યારે આજે vtvgujarati.com તમારા આ બધા સવાલોના જવાબ આપશે.

યે ચાંદ સા રોશન ચહેરા..રાજકોટના ચેતને પત્નીના જન્મદિવસ પર ખરીદી ચંદ્ર પર  જમીન, સરપ્રાઈઝથી 'ખુશી' અપાર | A young man from Rajkot bought land on the  moon to give his wife a
રાજકોટના યુવકે ખરીદી હતી જમીન

VTV દ્વારા કરવામાં આવ્યું રિસર્ચ
vtvgujarati.com દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પૃથ્વી સિવાયના કોઈપણ ગ્રહ પર કોઇની પણ માલિકી હોઈ શકે નહીં. તો જો તમે કોઈ વેબસાઇટ કે સંસ્થા પાસેથી જમીન ખરીદો છો તો એ ગિફ્ટ આપવા માટે અને કોઈને કહેવા માટે કદાચ સારું લાગશે પણ ચંદ્ર પર જમીન ખરીદીના બદલામાં તમને આપવામાં આવેલા કાગળિયા એક પસ્તીથી વિશેષ બીજું કઈ નથી.

 

ડેનિશ હોપ પોતાને ગણાવે છે ચંદ્રના માલિક
ઈન્ટરનેટ પર તમને ઘણી બધી એવી વેબસાઈટો મળી જશે કે જે દાવો કરે છે કે તે ચંદ્ર પર જમીન વેચે છે અને આ જમીનના 1 એકરનો ભાવ 2800 રૂપિયા છે અને વધુમાં વધુ ભાવ 50,000 રૂપિયા સુધી છે. આવી વેબસાઈટો પર જ્યારે તમે જમીન ખરીદી શકો છો અને એના બદલામાં તમને વેબસાઇટ તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આવા જ એક ભાઈ છે જે ચંદ્ર પર જમીન વેચે છે જેનું નામ ડેનિશ હોપ (Dennis Hope) છે અને તે પોતાની જાતને ચંદ્રના માલિક ગણાવે છે અને માત્ર ચંદ્ર જ નહીં એ તો બ્રહ્માંડના બીજા 8 ગ્રહોનો માલિક હોવાનો દાવો કરે છે. 

ડેનિશ હોપ

lunar Embassy નામની બનાવી વેબસાઇટ 
કેલિફોર્નિયાનો ડેનિશ છેલ્લા 43 વર્ષથી ચંદ્રનો માલિક બનીને બેઠો છે અને અત્યાર સુધીમાં ચંદ્ર પર જમીન વેચીને તે કરોડો રૂપિયા કમાઈ ચૂક્યો છે. પહેલા જૂની કારની લે-વેચ કરતો આ ડેનિશ હોપ આજે કરોડોનો માલિક છે, તેને lunar Embassy નામની વેબસાઇટ બનાવીને જમીન વેચવાનું શરૂ કરી દીધું અને માત્ર ચંદ્ર જ નહીં. તે મંગળ, બુધ અને શુક્ર પર પણ જમીન વેચે છે.

અત્યારની આ દેખાડાની લાઈફમાં લોકો અહીં બેફામ જમીન ખરીદી રહ્યા છે. પણ ડેનિશને આ જમીન વેચવાનો આઈડિયા કેવી રીતે આવ્યો એ પણ અમે તમને જણાવીશું. 

1980માં ડિવોર્સ થયા પછી ડેનિશ વિચારી રહ્યો હતો કે, જો મારી પાસે કોઈ સંપત્તિ હોત તો હું તેના આધારે કમાણી શરૂ કરી શકેત એ વખતે જ એની નજર બારીમાંથી આકાશમાં દેખાતા ચંદ્ર પર પડી અને ત્યારબાદ આવેલા વિચારે તેને કરોડપતિ બનાવી દીધો. તેણે નક્કી કર્યું કે જો હું ચંદ્ર પર માલિકીનો દાવો કરીને જમીન વેચુ તો કોઈ મારું શું બગાડી લે?, કેમ કે તે જાણતો હતો કે ચંદ્ર પર કોઇની માલિકી નથી અને કોઈએ દાવો પણ નથી કર્યો અને એટલા જ માટે તેને ચંદ્ર પર માલિકીનો દાવો કરવા માટે પુરાવા ભેગા કરવા લાઇબ્રેરીમાં બુક્સ વાંચવાનું શરૂ કરી દીધું. એ 100% સાચું છે કે ખરેખર ચંદ્રનો કોઈ માલિક નથી અને કોઈપણ દેશ ચંદ્ર પર માલિકીનો દાવો કરી શકે નહીં. કારણ કે, જાન્યુઆરી 1967માં સયુંકત રાષ્ટ્ર દ્વારા  બાહ્ય અવકાશ સંધિ (outer space treaty) થયેલી છે, જેમાં ભારત સહિત સેકડો દેશોએ સહી કરેલી છે, જોકે, ડેનિશે તેમાં એક લૂપહૉલ શોધી કાઢ્યો.

ચંદ્ર પર જમીન લેવાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો જાણી લો કિંમતથી લઈને  રજીસ્ટ્રેશન સુધીની સંપૂર્ણ પ્રોસેસ | land on moon what is the rate of plot  on the moon know illegal

ડેનિશ હોપએ ચંદ્ર પર જમીન વેચવાનું શરૂ કરી દીધું.
સયુંકત રાષ્ટ્ર દ્વારા આ જે સંધિ થઈ તેમાં તમામ દેશની સરકાર અંગે લખેલું છે પણ એવું કયાંય નહીં લખ્યું કે કોઈ વ્યક્તિ બીજા ગ્રહ પર માલિક ન બની શકે અને આ જ લૂપહૉલનો ફાયદો ડેનિશ હોપે ભરપૂર ઉઠાવ્યો અને માત્ર ચંદ્ર પર જ નહીં 8 ગ્રહ પર માલિકીનો દાવો કરતાં દસ્તાવેજ પણ બનાવી દીધા અને અમેરિકાની સ્થાનિક કચેરીમાં તેને આ દસ્તાવેજ રજૂ કરી દીધા અને માત્ર એટલું જ નહીં તેને સયુંક્ત રાષ્ટ્રમાં પણ અરજી મોકલી. જોકે, સયુંક્ત રાષ્ટ્રએ એને ક્યારેય કોઈ જવાબ ન આપ્યો. પણ ડેનિશ હોપ સ્માર્ટ હતો, તેણે સયુંક્ત રાષ્ટ્રના કોઈ ન આપેલા જવાબ એટલે કે ઇગ્નોરન્સને જ પોતાના દાવાની સ્વીકૃતિ સમજી લીધી અને પછી શું તેને ચંદ્ર પર જમીન વેચવાનું શરૂ કરી દીધું. 

નોકરી છોડી જમીન વેચવાનો શરૂ કર્યો બિઝનેસ
શરૂઆતમાં તેણે દારૂની દુકાનની આસપાસ બેસીને ચંદ્ર પર જમીન વેચવાનું શરૂ કર્યું, બિઝનેસ ચાલી ગયો એટલે તેણે 1995માં Lunar Embassy વર્ડને ટ્રેડમાર્ક કરી લીધો અને નોકરી છોડીને 8 ગ્રહ પર જમીન વેચવાનો ફૂલ ટાઈમ બિઝનેસ કરવા લાગ્યો.

611 મિલિયન એકર જમીન વેચી ચૂક્યો છે ડેનિશ 
એ સમયે અસંખ્ય ટીવી ચેનલો અને ન્યૂઝ પેપરોમાં તેના આર્ટીકલ અને ન્યૂઝ આવ્યા જેણે તેનું માર્કેટિંગ કરી દીધું. ડેનિશના કહેવા મુજબ તેની પાસે 50 લાખથી વધુ ગ્રાહકો છે અને તેને એ અત્યાર સુધીમાં ચંદ્ર સહિત બીજા ગ્રહો પર 611 મિલિયન એકર જમીન વેચી ચૂક્યો છે.  અને તમને સાંભળીને નવાઈ લાગશે કે અહીં ટોમ ક્રૂજ, શાહરૂખ ખાન, સુશાંતસિંહ રાજપૂત જેવા વર્લ્ડના 675 વેલનોન સેલેબ્રિટીસની સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ, જીમી કાર્ટન અને રોનાલ્ડ રેગનની જમીન હોવાનો પણ દાવો કરાઇ રહ્યો છે.

2004માં ગેલેક્ટિક સરકારની સ્થાપના કરી
તેના દાવા મુજબ તે એક દિવસમાં 1500 જેટલા સોદા કરે છે. માત્ર આટલું જ નહીં ડેનિશે 2004માં ગેલેક્ટિક સરકારની સ્થાપના કરી અને તેનું પોતાનું એક બંધારણ પણ છે અને તે પોતે એ ગેલેક્ટિક સરકારનો પ્રેસિડેન્ટ છે. આ સાથે ડેનિશ હોપનો દાવો છે કે તેની સરકારનો દુનિયાના 30થી વધુ દેશ સાથે રાજકોય સંબંધ છે. અમે હજુ તેના વિશે વધારે કહીએ તો,  2009માં તો તેણે અંતરીક્ષ યાન પણ બનાવ્યું અને તેણેદાવો કર્યો કે તેમાં બેસીને 30 મિનિટમાં ચંદ્ર પર પહોંચી શકાશે, પણ હજુ સુધી તેને લોન્ચ કરવામાં આવ્યું નથી. જો કે, આ વાત કેટલી સાચી છે તેના કોઈ પુરાવા પણ નથી. 

ચંદ્ર પર જમીન લેવાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો જાણી લો કિંમતથી લઈને  રજીસ્ટ્રેશન સુધીની સંપૂર્ણ પ્રોસેસ | land on moon what is the rate of plot  on the moon know illegal

ગ્રહ પર કોઈની માલિકી ન હોઈ શકે
અંતરીક્ષ કાયદાના જાણકારનું કહેવું છે કે પૃથ્વી સિવાયના કોઈપણ ગ્રહ પર કોઇની પણ માલિકી હોઈ શકે નહીં. ઈન્ટરનેશલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્પેસ લૉ (international institute of space law)ના ડેપ્યુટી ડાયરેક્ટર તાન્જા મેસન ઝવાન (Tanja Masson-Zwaan)એ 2009માં જણાવ્યું હતું કે, સયુંક્ત રાષ્ટ્ર સંધિ દેશોની સરકારોની સાથે સાથે લોકોને પણ લાગુ પડે છે અને એટલા માટે ડેનિશ હોપનો દાવો અમાન્ય છે. તો જો તમે ડેનિશની વેબસાઇટ કે અન્ય કોઈ વેબસાઇટ પરથી જમીન ખરીદો છો તો એ ગિફ્ટ આપવા માટે ને કોઈને કહેવા માટે કદાચ સારું લાગશે પણ ચંદ્ર પર જમીન ખરીદીના બદલામાં તમને આપવામાં આવેલા કાગળિયા એક પસ્તીથી વિશેષ બીજું કઈ નથી.

જો કે ઘટનાની મોડી રાત્રે માયાભાઇ આહિરે આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું કે..
આપણું ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર ગયું હોય. આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતને વિશ્વ ફલક પર પહોંચાડ્યું હોય. એવા દિવસોમાં જ્યારે હું અમેરિકા હતો. ત્યારે ચંદ્રયાનની તૈયારીઓ ચાલતી હતી. હું 45 દિવસ અમેરિકા હતો. યુએસના 12 જેટલા અલગ અલગ રાજ્યોમાં પ્રોગ્રામ કર્યા, ત્યારે એક વડીલે જેમ સન્માન પત્રોથી સન્માન થાય તે રીતે તેમણે કહ્યુ કે હમણાં હમણાં અહીં ચંદ્ર પર પ્લોટનું ચાલે છે તો અમે એવા પત્રોથી તમારું સન્માન કરીએ. એટલે એક આનંદ ખાતર આ રીતે થયું. બાકી મેં કોઈ પ્રકારની રકમ નથી આપી. અને આપણે તો આનંદના માણસ છીએ. હું ક્યાંય ચંદ્રના પેપર બનાવવા નથી ગયો..ઓલરેડી હું જ ચંદ્રવંશી છું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ