બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / fm nirmala sitharaman says no income tax till rs 7 27 lakh per annum under new tax regime

તમારા કામનું / મિડલ ક્લાસ માટે નાણામંત્રીનું મોટું એલાન: આટલી આવક ધરાવતા લોકોએ કોઈ પણ ટેક્સ આપવાની જરૂર નથી

Manisha Jogi

Last Updated: 12:56 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટેક્સમાંથી છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

  • કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો
  • આટલી રકમ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
  • સામાન્ય વર્ગને ટેક્સમાંથી રાહત

કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉડ્ડુપીમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે સામાન્ય વર્ગને અનેક કરલાભ પ્રદાન કર્યા છે. જે હેઠળ 7.27 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો નહીં રહે. વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટેક્સમાંથી છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

7 લાખ રૂપિયા કરતા વધુ કમાણી હશે તો શું થશે?
લોકોને સવાલ હતો કે, 7 લાખ રૂપિયા કરતા વધુ આવક હોય તો શું થશે. જો 7 લાખ કરતા એક પણ રૂપિયો વધુ આવક હોય તો ટેક્સ ચૂકવવાનો રહે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો 7.27 લાખ રૂપિયા પર કોઈ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો નહીં રહે. માત્ર 27,000 રૂપિયા પર બ્રેક ઈવન આવે છે, ત્યારપછી તમારે ટેક્સ ચૂકવવાનો રહે છે. 

50000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, તમારે પાસે 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી કે, કોઈ સ્ટાન્ડર્ડ ડિડક્શન નથી, જે હવે આપવામાં આવ્યું છે. વર્ષ 2013-14માં સૂક્ષ્મ, લઘુ અને મદ્યમ ઉદ્યોગોનું (MSME) કુલ બજેટ 3,185 કરોડ રૂપિયા હતું, જે વર્ષ 2023-24માં વધારીને 22,138 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. 

સાત ગણો વધારો
બજેટમાં સાત ગણો વધારો કરવામાં આવ્યો છે. જે MSME સેક્ટરને સશક્ત બનાવવા માટેનું અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યમો માટે સાર્વજનિક ખરીદ નીતિ યોજના હેઠળ 158 કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમો દ્વારા કુલ ખરીદીમાં 33 ટકા હિસ્સો MSMEનો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 

સમગ્ર વિશ્વમાં ભારતના વખાણ
MSME અને અન્ય નિગમોને ચૂકવણી ના કરતા લિક્વિડિટીની ઊણપનો સામનો ના થાય તેથી TREDS (Trade Receivables Discounting System) પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું. ONDCની મદદથી MSME કારોબારને સંભવિત ગ્રાહક સુધી પહોંચાડવાનું શક્ય બન્યું છે. સમગ્ર વિશ્વ વખાણ કરી રહ્યું છે કે, ભારતે બિઝનેસ સેક્ટર માટે સારું કામ કર્યું છે.

ભારતમાં પહેલા કરતા સરળતાથી બિઝનેસ કરવું શક્ય બન્યું છે. નિર્મલા સીતારમણ જણાવે છે કે, વર્ષ 2014માં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્ષમાં ભારતનો રેન્કિંગ 142 હતો, જેમાં સુધારો થતા વર્ષ 2019માં 63માં નંબરે આવી ગયો છે. 1,500થી વધુ જૂના કાયદા અને 39,000 જેટલા અનુપાલનને રદ્દ કરીને અનુપાલન બોજ ઓછો કરવામાં આવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ