બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Floods wreak havoc in Assam amid Biporjoy crisis, 29 thousand people affected

પૂરથી વિનાશ / 'બિપોરજોય' સંકટ વચ્ચે આ રાજ્યમાં પૂરે તબાહી મચાવી, 29 હજાર લોકો પ્રભાવિત, 25 ગામો ઝપેટે ચડ્યા

Priyakant

Last Updated: 09:36 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assam Floods News: બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે આ રાજ્યમાં અવિરત વરસાદને કારણે ત્રણ આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં લગભગ 29,000 લોકો અસરગ્રસ્ત થયા

  • બિપોરજોય સંકટ વચ્ચે આસામમાં પૂરે તબાહી મચાવી
  • આસામમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર
  • ત્રણ જિલ્લાઓમાં લગભગ 29,000 લોકો અસરગ્રસ્ત

બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે આસામમાં પૂરની સ્થિતિ ગુરુવારે વધુ વણસી ગઈ હતી. વાત જાણે એમ છે કે, આસામમાં અવિરત વરસાદને કારણે ત્રણ આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં લગભગ 29,000 લોકો અસરગ્રસ્ત થયા હતા. સત્તાવાર બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. 

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના દૈનિક પૂર અહેવાલ મુજબ, ધેમાજી, ડિબ્રુગઢ અને લખીમપુર જિલ્લામાં પૂરથી 28,800 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર લખીમપુર જિલ્લામાં પૂર વધુ ગંભીર છે જ્યાં 23,500 થી વધુ લોકો તેનાથી પ્રભાવિત છે. ડિબ્રુગઢમાં 3,800 થી વધુ લોકો અને ધેમાજીમાં લગભગ 1,500 લોકો પૂરથી પ્રભાવિત છે.

21,000 લોકો પૂરથી પ્રભાવિત
મહત્વનું છે કે, બુધવાર સુધી આસામના બે જિલ્લામાં લગભગ 21,000 લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. પ્રશાસને લખીમપુર જિલ્લામાં રાહત સામગ્રીના વિતરણ માટે ત્રણ કેન્દ્રો શરૂ કર્યા છે, પરંતુ હજુ સુધી કોઈ રાહત શિબિર શરૂ કરવામાં આવી નથી. ASDMAએ જણાવ્યું કે. હાલમાં આસામના 25 ગામો પૂરની ઝપેટમાં છે અને 215.57 હેક્ટરમાં ઉભા પાકને નુકસાન થયું છે. તેમના મતે વિશ્વનાથ, બોંગાઈગાંવ, ડિબ્રુગઢ, જોરહાટ, લખીમપુર, મોરીગાંવ, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લામાં માટીનું ધોવાણ થયું છે.

કેટલીક જગ્યાએ ભૂસ્ખલન
કચર અને કામરૂપ મેટ્રોપોલિટનમાં મુશળધાર વરસાદને કારણે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. ASDMAએ કહ્યું કે. આસામમાં હાલમાં કોઈ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી નથી. પૂરના પાણીએ લખીમપુર, ગોલપારા, વિશ્વનાથ, ધેમાજી, બક્સા, દિમા હસાઓ અને કરીમગંજ જિલ્લાઓમાં પાળા, રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે. 

અનેક ગામો જળમગ્ન 
પૂરના પાણીએ લખીમપુર, ગોલપારા, વિશ્વનાથ, ધેમાજી, બક્સા, દિમા હસાઓ અને કરીમગંજ જિલ્લાઓમાં પાળા, રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે. ગુવાહાટી સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) એ બુધવારે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્રણ દિવસ માટે, RMCએ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું હતું. ત્યારબાદ આગામી બે દિવસ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ