બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Fixed-pay increased in 6 years, how much benefit to employees and what the government thinks about removing fixed-pay policy

મહામંથન / 6 વર્ષે ફિક્સ-પે વધ્યો, કર્મચારીઓને કેટલો ફાયદો? સમાન કામ,સમાન વેતન છતાં અન્યાય કેમ?

Dinesh

Last Updated: 08:43 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન : 6 વર્ષ બાદ રાજ્ય સરકારે વર્ગ-3 અને 4ના કર્મચારીઓના ફિક્સ-પેમાં વધારો કર્યો છે. સરકારે આ નિર્ણયને કર્મચારીઓના હિતમાં ગણાવ્યો છે પરંતુ કર્મચારીઓનો આ મુદ્દે પ્રતિભાવ આંશિક છે

  • ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં વધારો
  • 30% પગાર વધારા મુદ્દે કર્મચારીઓ શું માને છે?
  • 6 વર્ષે થયેલા પગાર વધારાથી કર્મચારીઓને કેટલો ફાયદો?


અત્યારે આશ્વાસન માટે એવું ચોક્કસ કહેવું પડે કે રાજ્ય સરકારના ફિક્સ-પેના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. 6 વર્ષ બાદ રાજ્ય સરકારે વર્ગ-3 અને 4ના કર્મચારીઓના ફિક્સ-પેમાં વધારો કર્યો છે. સરકારે આ નિર્ણયને કર્મચારીઓના હિતમાં ગણાવ્યો છે પરંતુ કર્મચારીઓનો આ મુદ્દે પ્રતિભાવ આંશિક છે. હજુ પણ રાજ્ય સરકારના જેટલા પણ ફિક્સ પગારના કર્મચારીઓ છે તેઓ ફિક્સ-પેની નાબૂદી ઉપર અડગ છે. કર્મચારીઓનો એવો પણ તર્ક છે કે 6 વર્ષ બાદ કદાચ કોઈ 30 ટકાનો વધારો આપે પણ છે તો તે નજીવો છે અને વર્તમાન સમયની મોંઘવારીમાં આ પોષાય એવું નથી. હજુ આ ગજગ્રાહ કદાચ અટકશે નહીં એવુ પણ માનીએ અને સરકારના નિર્ણયને આપણે આવકારીએ પણ ખરા. પરંતુ એ સવાલ ચોક્કસ પૂછવો પડે કે ફિક્સ-પે નાબૂદી અંગે સરકાર ખરેખર વિચારશીલ છે કે નહીં. રાજ્ય સરકારના કર્મચારીઓ એવુ પણ કહી રહ્યા છે કે કદાચ સરકાર ફિક્સ-પે નાબૂદી ન કરે તો બે વિકલ્પ વિચારે. એક વિકલ્પ એવો છે કે સુપ્રીમકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ફિક્સ-પેની નીતિ લાગુ ન કરે અને બીજો વિકલ્પ એ કે ફિક્સ પગારમાં વધારાની સમીક્ષા વાર્ષિક કે દ્વિવાર્ષિક તો હોવી જ જોઈએ. સ્વભાવિક છે કે સરકાર પોતાની વિવેકબુદ્ધિના આધારે જ નિર્ણય લેશે ત્યારે 6 વર્ષે જે ફિક્સ-પે વધ્યો તે ખરેખર કર્મચારીઓને ફાયદો કરાવશે કે નહીં, કર્મચારીઓની કાયમી ભરતીના મુદ્દાનું સમાધાન આવશે કે નહીં, સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતની અમલવારીનું શું થશે

ફિક્સ-પેના કર્મચારીઓનો પગાર વધ્યો
રાજ્યના ફિક્સ-પેના કર્મચારીઓની દિવાળી સુધરી છે. ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં વધારો થયો છે. રાજ્ય સરકારે ફિક્સ-પેના કર્મચારીઓનો પગાર 30 ટકા વધાર્યો છે. પગારવધારો 1 ઓક્ટોબર 2023થી લાગુ પડશે તેમજ રાજ્ય સરકારના 61560 જેટલા કર્મચારીઓને લાભ થશે. રાજ્ય સરકાર ઉપર વાર્ષિક 548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે

કર્મચારીઓનું શું કહેવું છે?
કર્મચારીઓએ સરકારના નિર્ણયને આંશિક રીતે આવકાર્યો છે.કર્મચારીઓ હજુ પોતાની મૂળ માગ ઉપર અડગ છે. ફિક્સ-પેના કર્મચારીઓ ઈચ્છે છે કે ફિક્સ-પેની નીતિ નાબૂદ થાય તેમજ ફિક્સ-પેમાં જે વધારો થયો તે પણ 6 વર્ષે થયો છે. 6 વર્ષ બાદ 30%નો વધારો એકંદરે સારો નથી. સરકાર એવી વ્યવસ્થા બનાવે કે જેમાં વાર્ષિક કે દ્વિવાર્ષિક પગાર વધારો થાય. સમાન કામ, સમાન વેતનની નીતિ સરકાર લાગુ કરે છે

કર્મચારીઓની રજૂઆત શું હતી?
ફિક્સ-પેની નીતિ નાબૂદ થાય તેમજ વર્ગ-3ના કર્મચારીઓ અન્ય સમકક્ષ જગ્યાએ જોડાય તો તેને પાછલા લાભ મળતા નથી. વર્ગ-3ના કર્મચારીઓનો અજમાયશી સમય 5 વર્ષનો છે જેને ઘટાડવો અને અન્ય વર્ગના કર્મચારીઓનો અજમાયશી સમય 1 થી 2 વર્ષનો હોય છે. સુપ્રીમકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ફિક્સ-પેની નીતિ લાગુ ન કરવી. અન્ય રાજ્યો જેવી અનુકૂળ ફિક્સ-પેની નીતિ બનાવવી

પગાર વધારાને સમજો

હાલનો ફિક્સ-પે 16224
વધારા સાથેનો ફિક્સ-પે 21100
   
હાલનો ફિક્સ-પે 19224
વધારા સાથેનો ફિક્સ-પે 26000
   
હાલનો ફિક્સ-પે 31340
વધારા સાથેનો ફિક્સ-પે 40800
   
હાલનો ફિક્સ-પે 40800
વધારા સાથેનો ફિક્સ-પે 49600

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ