બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Five thousand employees of SRK paid tribute to Swaminathan, the pioneer of green revolution

સુરત / હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનને એસઆરકેના પાંચ હજાર કર્મચારીઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

Megha

Last Updated: 11:38 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Srk પરિવારના મોભી ગોવિંદ ધોળકિયાએ સંતોકબા માનવ રત્ન એવોર્ડ સમયે સ્વામીનાથન સાથે પસાર કરેલા સમયની યાદો વાગોળી

  • સ્વામીનાથનને એસઆરકેના પાંચ હજાર કર્મચારીઓએ શ્રધ્ધાંજલિ પાઠવી 
  • ગોવિંદભાઈ ધોળકિયાએ સ્વામીનાથન સાથે પસાર કરેલા સમયની યાદો વાગોળી
  • 2013માં સ્વામીનાથન સંતોક બા એવોર્ડ સ્વીકારવા માટે સુરતના મેહમાન બન્યા હતાં

સુરત: ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વ.એમ.એસ. સ્વામીનાથનને ગઇકાલે સુરતના અગ્રણી ડાયમંડ પરિવાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના પાંચ હજારથી વધુ કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 

Srk પરિવારના મોભી ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં srk ના પરિસરમાં આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી ગોવિંદ ભાઈ ધોળકિયાએ સ્વ.એમ.એસ. સ્વામીનાથનને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે જ કેટલાક સ્મરણો યાદ કર્યા હતા. ગોવિંદ ભાઈએ જણાવ્યું હતું કે તેમના દ્વારા માતા સંતોક બા ના નામે શરૂ કરવામાં આવેલ સંતોક બા માનવ રત્ન એવોર્ડ માટે જ્યુરી દ્વારા જ્યારે કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનના નામની પસંદગી કરવામાં આવી ત્યારે આ એવોર્ડ સમારોહમાં આમંત્રણ આપવા માટે પહેલી વખત મદ્રાસ ખાતે તેમના નિવાસ સ્થાને મુલાકાતનો અવસર મળ્યો. તે સમયે સ્વામીનાથન દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક ડાયમંડ કંપની મને શા માટે એવોર્ડ આપે ત્યારે ગોવિંદભાઈ એ કહ્યું હતું કે અમે મૂળ સૌરાષ્ટ્રના ખેડૂત છીએ તેથી અમને તમારા જેવી વ્યક્તિનું મહત્વ વિશિષ્ઠ છે તે સમજીએ છીએ. 

ત્યારબાદ વર્ષ 2013માં સ્વામીનાથન સંતોક બા એવોર્ડ સ્વીકારવા માટે બે દિવસ માટે સુરતના મેહમાન બન્યા હતાં. આ બે દિવસ દરમિયાન સાથે ગાળેલો સમયના સ્મરણો પણ ગોવિંદ ભાઈએ તાજા કર્યા હતા. ગોવિંદ ભાઈએ જણાવ્યું હતું કે દેશ દુનિયાની અનેક પદવી અને એવોર્ડ થી સન્માનિત સ્વામીનાથન સાહેબે સંતોક બા એવોર્ડ સ્વીકારી આ એવોર્ડ નું ગૌરવ વધાર્યું છે ત્યારે તેઓ srk પરિવારના જ એક સદસ્ય હતા તેવી અનુભૂતિ સાથે આજે તેમની વિદાઈ થી પરિવારનો જ એક સદસ્ય ગુમાવ્યો હોય એવી લાગણી srk પરિવારના તમામ સભ્યો અનુભવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ