બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / five foods for healthy and active liver know

હેલ્થ ટિપ્સ / ખોરાક પચતો નથી? ગેસ, કબજિયાત જેવુ લાગ્યા કરે છે? ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુ, પછી જોવો કમાલ

Bijal Vyas

Last Updated: 12:21 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી ફેટી લીવરની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. ખરાબ લાઇફસ્ટાઇલના કારણે બાળકોથી લઈને વડીલો સુધી લીવરને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે.

  • બાળકોથી લઈને વડીલો સુધી લીવરને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે
  • લીલા પાંદડાવાળા શાકભાજી લીવરને સ્વસ્થ રાખે છે
  • લસણની નાની-નાની કળીઓ પણ લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે

Food For Liver: કિડની, હૃદય અને મગજની જેમ લીવર પણ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાં ગણવામાં આવે છે. લીવર શરીરમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જવાબદાર છે જેમ કે ડિટોક્સિફિકેશન, મેટાબોલિઝમ અને પોષણ સંગ્રહ. જો લીવર સ્વસ્થ હશે તો આપણા શરીરની કામગીરી પણ સારી રહેશે. જો કે છેલ્લા કેટલાક સમયથી ફેટી લીવરની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. ખરાબ લાઇફસ્ટાઇલના કારણે બાળકોથી લઈને વડીલો સુધી લીવરને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. જો કે, અહીં અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું જે તમારા લીવરની હેલ્થને વધારવામાં મદદ કરશે.

લીલા પાનવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજી લીવરને સ્વસ્થ રાખે છે. પાલક અને કેળ જેવા પાંદડાવાળા શાકભાજીમાં ક્લોરોફિલ ભરપૂર માત્રામાં હોય છે, જે ઝેરી તત્વોને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે અને લીવરના કાર્યને વેગ આપે છે. આ સિવાય લીલા શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે, જેના કારણે આપણું લીવર ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચે છે.

Topic | VTV Gujarati

ફિશ
કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે ફેટી ફિશ પણ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાલ્મન અને સાર્ડિનમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ઓમેગા 3 ની ગણતરી હેલ્ધી ફેટી એસિડ્સમાં થાય છે. તેઓ લીવરના રોગોને દૂર રાખે છે.

નટ્સ અને સીડ્ઝ
જો તમે હેલ્ધી લીવર ઈચ્છો છો તો તમારા ડાયટમાં નટ્સ અને સીડ્ઝને સામેલ કરો. બદામ, અળસીના બીજ અને અખરોટમાં વિટામિન ઇ સાથે ઓમેગા 3 ફેટી એસિડ્સ જોવા મળે છે. તેઓ લીવર હેલ્થને સપોર્ટ કરે છે.

લસણ
લસણની નાની-નાની કળીઓ પણ લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સલ્ફર કંપાઉન્ડ્સ હોય છે, જે લીવર એન્ઝાઇમને સક્રિય કરે છે. જેના કારણે લીવરમાંથી ટોક્સિન સરળતાથી દૂર થઈ જાય છે.

Topic | VTV Gujarati

બ્રોકલી
બ્રોકોલીમાં એવા સંયોજનો હોય છે જે શરીરમાંથી ટોક્સિન્સને  બહાર કાઢવામાં મદદ કરે છે. આ શાકભાજીમાં હાજર ગ્લુકોસિનોલેટ્સ હાનિકારક કોમ્પોનેંટ્સને તોડવામાં અને લીવરને હેલ્દી રાખવામાં મદદ કરે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ