બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / fitness do these exercises at home to stay fit without going to the gym
Last Updated: 11:56 AM, 21 January 2024
ADVERTISEMENT
આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં ખરાબ ખાનપાનને કારણે લોકો અનેક બિમારીઓનો શિકાર બની રહ્યા છે. મોટાભાગના લોકો મેદસ્વીતા, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડાઈ રહ્યા છે. હેલ્ધી અને ફિટ રહેવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. અનેક લોકો પાસે જીમમાં જઈને વર્કઆઉટ કરવા માટે પૂરતો સમય નથી હોતો. તમે ઘરે કસરત કરીને ફિટ રહી શકો છો. ઘરે રહીને કઈ કસરત કરી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
પ્લેન્ક
પ્લેન્ક એક્સરસાઇઝ કરવાથી હાથ અને પેટ પર જામી ગયેલી ચરબી સંપૂર્ણપણે દૂર થઈ જશે. કોર મસલ્સ મજબૂત થશે. આ કસરત કરવા માટે, તમે સૌથી પહેલા જમીન પર ઊંધા સૂઈ જાઓ. હવે તમારા અંગૂઠા અને કોણીની મદદથી તમારા શરીરને ઉપર ઉઠાવો. થોડી સેકન્ડ માટે આ જ સ્થિતિમાં રહો, પછી રિલેક્સ કરો.
ADVERTISEMENT
સ્ક્વાટ્સ
સ્ક્વાટ્સ એક્સરસાઇઝ કરવાથી પગ અને જાંઘના સ્નાયુઓ મજબૂત બને છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ કસરત કરવા માટે જમીન પર સીધા ઉભા રહો અને તમારા બંને હાથને સામે રાખો, પછી નીચે બેસો. હવે ફરીથી સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જાવ. 20-25 વખત આ રીતે કરો.
પુશ-અપ્સ
પુશ-અપ્સ કરવાથી હાથ, ખભા અને છાતીના સ્નાયુઓ બિલ્ડઅપ થાય છે. આ કસરત કરવા માટે, પ્રથમ પ્લેન્ક પોઝિશનમાં આવી જાવ. હવે તમારા શરીરને નીચે કરો જેથી તમારી છાતી ફ્લોરને અડીને રહે. હવે શરીરને ઉપરની તરફ ઉઠાવો. થોડી વાર સુધી આ રીતે કરો.
ADVERTISEMENT
લંજેસ
લંજેસ કસરત કરવાથી લૉઅર બોડી મજબૂત થાય છે. આ કસરત કરવાથી ગ્લુટ, ક્વાડ અને હેમસ્ટ્રિંગ મસલ્સ મજબૂત થાય છે. ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ કસરત કરવા માટે જમીન પર ઊભા રહો. પછી એક પગ આગળ રાખો અને તેને ઘુંટણથી વાળીને નીચે તરફ જાઓ. સતત આ રીતે કરતા રહો.
જમ્પિંગ જેક
જમ્પિંગ જેક કરવાથી તમે ફુલ બોડી વર્કઆઉટ થાય છે. દરરોજ આ કસરત કરવાથી ઝડપથી વજન ઓછું થાય છે. આ કસરત કરવા માટે, સૌથી પહેલા સીધા ઊભા રહો. પછી તમારા હાથ અને પગને એકસાથે ખોલો અને હાથને માથાની ઉપર લઈ જાઓ. પછી નોર્મલ પોઝિશનમાં આવી જાવ. 30-50 વખત આ રીતે કરો.
ADVERTISEMENT
વધુ વાંચો: અચાનક તેજીથી વાળ ખરવા લાગે તો ચેતજો! હોઈ શકે છે આ બિમારીના સંકેત
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.