બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / excessive hair loss is sign of disease
Last Updated: 10:59 AM, 21 January 2024
ADVERTISEMENT
આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલ, વધતા પ્રદૂષણ અને ખરાબ ખાનપાનને કારણે લોકોને વાળ ખરવાની પ્રોબ્લેમ થઈ રહી છે. વાળ ખરવા તે એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે, પરંતુ વધુ પડતા વાળ ખરવા તે કોઈ બિમારીની નિશાની હોઈ શકે છે. આ પ્રોબ્લેમ દૂર કરવા માટે અલગ અલગ પ્રકારના શેમ્પુ અને અલગ અલગ ઘરેલુ ઉપાય કરવામાં આવે છે. અહીંયા અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવી રહ્યા છીએ, જેના કારણે વાળ ખરવાની પ્રોબ્લેમ થઈ શકે છે.
આ હેલ્થ પ્રોબ્લેમના કારણે વાળ ખરે છે
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર વાળ ખરવા માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. થાઇરોઇડ, હોર્મોનલ પ્રોબ્લેમ અને પોષણના અભાવને કારણે વાળ ખરી શકે છે. જો શરીરમાં પ્રોટીન, વિટામીન્સ, આયર્ન તથા અન્ય પોષક તત્ત્વોની ઊણપને કારણે વાળ ખરવા લાગે છે.
ADVERTISEMENT
સ્ટ્રેસ
સ્ટ્રેસના કારણે પણ હેરફોલની પ્રોબ્લેમ થાય છે. જે લોકો લાંબા સમયથી ડિપ્રેશનનો સામનો કરે છે, તેમને વાળ ખરવાની સમસ્યા વધુ થાય છે. સ્ટ્રેસના કારણે શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન રિલીઝ થાય છે, જે વાળના વિકાસ માટે જરૂરી કોષોને નુકસાન કરે છે. જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો, તો તમારા વાળને નુકસાન થઈ શકે છે.
પોષણનો અભાવ
પોષક તત્વોની ઉણપને કારણે પણ વાળ ખરવાની પ્રોબ્લેમ થાય છે. શરીરમાં વિટામિન બી12, બાયોટિન, રિબોફ્લેવિન અને ફોલેટ જેવા પોષક તત્વોની ઊણપને કારણે વાળ તૂટવા લાગે છે. વાળનો સારો વિકાસ થાય તે માટે હેલ્ધી ફૂડનું સેવન કરવું જરૂરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ભરપૂર પાણી, હેલ્ધી ડાયટ અને...: ગ્લોઈંગ સ્કીન માટે આ 5 ટિપ્સ હંમેશા યાદ રાખો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.