બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / Fishermen beware: Heavy rains in Saurashtra tomorrow, red alert issued in Junagadh-Gir Somnath

આગાહી / માછીમારો સાવધાન: આવતીકાલે સૌરાષ્ટ્રમાં પડશે અતિભારે વરસાદ, જૂનાગઢ-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ જાહેર

Last Updated: 11:22 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

  • હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી
  • આવનાર 5 દીવસ ગુજરાતમાં વરસાદ રહેશે
  • આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદનાં પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છુટો છવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે હવે આજથી વરસાદનાં બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. ત્યારે આવતીકાલે ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં અતિ ભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યું છે.  

5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મહંતીએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં આવનારા 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 3 દિવસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જે બાદ 2 દિવસ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે.

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના કાંઠાના શહેરો જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તો ભાવનગર, ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આવનારા 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. તો શનિવારે જૂનાગઢ અને  ગીર સોમનાથમાં રેલ એલર્ટ જાહેર કરાયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Forecasts Gir Somnath Meteorological Department junagadh આગાહી ગીર સોમનાથ જૂનાગઢ રેડ અલર્ટ હવામાન વિભાગ rain Forecast
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ