બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / first time unemployment rate falls sharply after march 2021

રાહત / મોદી સરકાર માટે રાહતના સમાચાર, ભારતમાં બેરોજગારીનો દર ઘટ્યો, માર્ચ પછી સૌથી નીચલા સ્તરે

Khyati

Last Updated: 11:57 AM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જાન્યુઆરીમાં 8.16 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટીને 5.84 ટકાની નીચી સપાટીએ આવી ગયો છે.

  • ભારતમાં બેરોજગારી દર ઘટ્યો
  • જાન્યુઆરીમાં ઘટીને 6.57 ટકા થયો બેરોજગારી દર
  • માર્ચ 2021 બાદ સૌથી નીચા સ્તરે બેરોજગારી દર 

દેશમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. કોરોનાને કારણે દેશની આર્થિક સ્થિતિ પર ઘણી અસર પડી છે. નોકરી ધંધાઅને  વ્યવસાય પર કોરોનાની માઠી અસર પડી છે. પરંતુ ધીમે ધીમે દેશ તેમાંથી બહાર આવી રહ્યો છે.  જેનો પુરાવો છે બેરોજગારી દરમાં ઘટાડો. ભારતીય બેરોજગારી દરમાં સૌથી મોટો ઘટાડો નોઁધાયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર જાન્યુઆરીમાં દેશનો બેરોજગારી દર ઘટીને 6.57 ટકા પર આવી ગયો છે..

ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર ઘટ્યો

 ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જાન્યુઆરીમાં 8.16 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટીને 5.84 ટકાની સર્વકાલીન નીચી સપાટીએ આવી ગયો છે. એક રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં ભારતમાં બેરોજગારીનો દર 7.91 ટકા હતો. ત્યારે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 9.30 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 7.28 ટકા હતો.

કયા રાજ્યોમાં સૌથી ઓછી બેરોજગારી ?

તેલંગાણામાં જાન્યુઆરીમાં સૌથી ઓછી બેરોજગારી જોવા મળી હતી, જ્યારે હરિયાણામાં સૌથી વધુ બેરોજગારી જોવા મળી હતી. તેલંગાણામાં આ આંકડો 0.7 ટકા હતો, ત્યારબાદ ગુજરાત (1.2 ટકા), મેઘાલય (1.5 ટકા) અને ઓડિશા (1.8 ટકા)નો નંબર આવે છે.  હરિયાણા 23.4 ટકાના બેરોજગારી દર સાથે યાદીમાં ટોચ પર છે. તે પછી રાજસ્થાનનો નંબર આવે છે જ્યાં બેરોજગારી 18.9 ટકા હતી. CMIEએ ડિસેમ્બર, 2021માં અનુમાન લગાવ્યું હતું કે દેશમાં બેરોજગારોની કુલ સંખ્યા લગભગ 53 મિલિયન છે, જેમાં મહિલાઓનો મોટો હિસ્સો છે

CMIEના ચીફનું શું છે કહેવું ? 

બેરોજગારીના આંકડાઓ પર, CMIEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં, લગભગ 35 મિલિયન બેરોજગાર લોકો સક્રિયપણે કામની શોધમાં હતા અને તેમાંથી લગભગ 80 લાખ મહિલાઓ હતી. તેમણે કહ્યું કે 1.7 કરોડ એવા લોકોને જોડવા મહત્વપૂર્ણ છે જેઓ રોજગાર ન હોવા છતાં સક્રિયપણે કામ શોધી રહ્યા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ