બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / First consignment of plant-based meat products under Vegan food category exported to USA from Gujarat

નવું ભોજન / અમેરિકાવાળા આરોગશે ગુજરાતનું વેગન ફૂડ, નડિયાદથી પહેલો જથ્થો રવાના, સરકારે કરી સુવિધા

Hiralal

Last Updated: 04:38 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોડ અને વનસ્પતિ આધારિત શાકાહારી માંસના ભોજનને પ્રોત્સાહન આપવાની દિશામાં કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે.

  • વેગન ફૂડને પ્રોત્સાહન આપવાની દિશામાં કેન્દ્રનું મોટું પગલું 
  • નડિયાદથી અમેરિકા રવાના કરાયો વેગન ફૂડનો પહેલો જથ્થો
  • વેગન ફૂડ એટલે છોડ અને વનસ્પતિ આધારિત શાકાહારી ભોજન 
  • મોમોઝ, મીની સમોસા, પેટીસ, નગેટ્સ, સ્પ્રિંગ રોલ્સ, બર્ગર સામેલ 

વિદેશીઓને શાકાહારી માંસાહારી ભોજન ખાતા કરવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતના નડિયાદથી વેગન ફૂડનો પહેલો જથ્થો અમેરિકા મોકલવામાં સહાય કરી છે. વેગન ફૂડનો દેશનો પહેલો જથ્થો નડિયાદથી અમેરિકાના કૈલિફોર્નિયા તરફ રવાના કરવામાં આવ્યો છે. 

વેગન ફૂડનો પહેલો જથ્થો વિદેશ રવાના કરાયો 

કેન્દ્ર સરકારના વેપાર મંત્રાલય હેઠળ આવતી એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ઓથોરિટી (એપેડા)એ ખેડા જિલ્લાના નડિયાદથી અમેરિકાના કેલિફોર્નિયામાં વેગન ફૂડ કેટેગરી હેઠળ પ્લાન્ટ-આધારિત માંસની ખાદ્યવસ્તુઓનો પ્રથમ જથ્થો મોકલી આપ્યો છે. દેશમાંથી વિદેશમાં જનાર વેગને ફૂડનો આ પહેલો જથ્થો છે. 

નડિયાદથી શું શું અમેરિકા મોકલાયું 
નડિયાદથી યુએસએમાં નિકાસ કરવામાં આવેલા પ્રથમ જથ્થામાં મોમોઝ, મીની સમોસા, પેટીસ, નગેટ્સ, સ્પ્રિંગ રોલ્સ, બર્ગર વગેરે જેવા વેજિટેરિયન ફૂડ પ્રોડક્ટ્સ છે. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિકાસને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. 

છોડ આધારિત માંસાહારી ભોજનને પ્રાથમિકતા 
એપેડાના અધ્યક્ષ, ડો. એમ. અંગામુથુએ જણાવ્યું હતું કે એપેડા પરંપરાગત પ્રાણી-આધારિત માંસ નિકાસ બજારને નુકશાન પહોંચાડ્યા વિના મોટા પાયે છોડ-આધારિત માંસ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની દિશામાં કાર્યરત છે.  ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ ભવિષ્યમાં નિકાસને લગતી પ્રવૃત્તિઓ માટે એપેડાને જરૂરી તમામ સહકારની ખાતરી આપી હતી. બચાણીએ જણાવ્યું હતું કે, "પ્રાદેશિક વડા, એપેડા ગુજરાતના પ્રયત્નોથી એ શક્ય બન્યું છે કે પ્લાન્ટ આધારિત ખાદ્ય ઉત્પાદનોનો પ્રથમ જથ્થો નડિયાદથી યુ.એસ.એ. મોકલવામાં આવી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, ન્યૂઝીલેન્ડમાં જશે વેગન ફૂડ 
એપેડાએ આગામી મહિનાઓમાં ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોમાં પેનકેક, સ્નેક્સ, ચીઝ વગેરે સહિત વિવિધ પ્રકારના વીગન ફૂડ ઉત્પાદનો મોકલવાની યોજના બનાવી છે. એપેડાએ વર્ચ્યુઅલ ટ્રેડ ફેર્સ, ફાર્મર કનેક્ટ પોર્ટલ, ઇ-ઓફિસ, હોર્ટિનેટ ટ્રેસેબિલિટી સિસ્ટમ, બાયર સેલર મીટ, રિવર્સ બાયર સેલર મીટ, પ્રોડક્ટ સ્પેસિફિક સેલર મીટ વગેરેના આયોજન માટે વર્ચ્યુઅલ પોર્ટલના વિકાસ દ્વારા સંખ્યાબંધ નિકાસ સંવર્ધન પ્રવૃત્તિઓ અને પહેલો હાથ ધરી છે. એપેડા રાજ્યમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યું છે.

શું છે વેગન ફૂડ

વેગન ફૂડ છોડ અને વનસ્પતિમાંથી બનાવેલું માંસાહારી ભોજન છે જોકે આ પ્રકારના માંસાહારી ભોજન માટે પ્રાણીઓની કતલ કરવામાં નથી આવતી તેને બદલે છોડવા અને વનસ્પતિમાંથી તેને તૈયાર કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ